લાડકી

જીવનસાથી સાથે તંદુરસ્ત સંબંધ ઇચ્છો છો? તો આટલું કરો

જીવનસાથીને લઇને દરેકના મનમાં જાતજાતની ઇચ્છાઓ હોય છે. પાર્ટનર આવો હોવો જોઇએ. તેવો હોવો જોઇએ. લગ્ન પહેલાં થતી મિટિંગોમાં છોકરા-છોકરીઓ આ બાબતે ઘણી બધી વાતચીત પણ કરતા હોય છે. જોકે, લગ્ન પછી ક્યાંક ક્યાંક મતભેદ અને મનભેદ વધતા પણ જાય છે.આવા સંબંધોમાં તમે તંદુરસ્ત સંબંધો જાળવી રાખવા માગતા હોવ તો આટલું
જરૂર કરજો.

જીવનસાથીને લઇને છોકરા-છોકરીઓ બેઉને અમુક આશાઆકાંક્ષાઓ હોય છે. છોકરીઓને પ્રેમાળ અને દરકાર રાખનારો જીવનસાથી જોઇતો હોય છે તો છોકરાઓને પોતાને સમજી શકે તેવી સહકાર આપે તેવી સપોર્ટિવ ક્ધયાઓ જોઇતી હોય છે.

જો તમે એમ માનતા હો કે આવી બે-ચાર ચીજોથી જીવનની ગાડી સડસડાટ દોડવા માંડશે તો તમે ભાન ભૂલો છો. અલબત્ત આ ચીજો જરૂરી છે જ, પણ
પૂરતી નથી. લગ્ન બાદ મનભેદ કે ઝઘડા ઓછા થાય તે માટે કેટલીક કાળજી રાખવી જોઇએ જે આપણે હવે જાણીએ.

ખુલ્લાપણે વાતચીત
કોઇ કામ કરવાની પદ્ધતિ કે ખાવાથી લઇને સૂવા, પહેરવા, ઓઢવા જેવા મુદ્દા દલીલબાજી કે ચર્ચાનું કારણ બનતા હોય છે. આને લઇને આપસી તકરાર કે ફરિયાદો વધતી રહેતી હોય છે. જોકે, આ એવા મુદ્દા પણ નથી જેમને નિવારી ન શકાય. લડ્યા ઝઘડ્યા વગર પોતપોતાની કામ કરવાની પદ્ધતિ અંગે ખુલ્લા દિલે વાતચીત (ઑપન કોમ્યુનિકેશન) કરીને એકમેકની સમજશક્તિ અને સહનશક્તિ વધારી શકાય.

લાગણીઓ પર કાબૂ રાખવો
જો તમે લાગણીઓ પર સંયમ રાખતા શીખી જશો તો એમ સમજજો કે ખુશહાલભરી જિંદગી જીવી જાણી. સુખ-દુ:ખ, આશા-નિરાશા, ક્રોધ કે પછી રોમાન્સ-પ્રેમને જાહેર કરવાની પદ્ધતિ એવી હોવી જોઇએ જે સામેવાળી વ્યક્તિના દિલને ન દુભવે. નાની ભૂલો પર એકમેક સાથે ખિજાઇને કે ઘાંટા પાડીને વાત કરવાની જગ્યાએ શાંતિપૂર્વક વાત કરીને પણ મનમુટાવ ટાળી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button