લાડકી

ટ્રાય બ્લોક પ્રિન્ટિંગ

ફેશન -ખુશ્બુ મૃણાલી ઠક્કર

ટેક્સ્ટાઇલમાં બ્લોક પ્રિન્ટિંગ એ ખૂબ જ જૂની પ્રિન્ટ છે.સૌ પ્રથમ બ્લોક પ્રિન્ટ એ રાજસ્થાન ના બાઘરું ગામમાં છિપા કોમ્યુનિટી દ્વારા કરવામાં આવતી હતી. ધીરે ધીરે બ્લોક પ્રિન્ટમાં બાઘરું, સાંગાનેરી, કલમકારી, અજરખ, અને દાબુ એમ અલગ અલગ પ્રિન્ટ પણ બનાવવામાં આવે છે. જે હાથ વડે કરવામાં આવે છે. એટલે કે, જુદી જુદી ડિઝાઇન અને સાઈઝ પ્રમાણે લાકડાના ટુકડા પર ડિઝાઇન કોતરવામાં આવે છે.ત્યારબાદ લાકડાના ટુકડા પર જે સાઈડ ડિઝાઇન કોતરેલી હોય તે સાઇડને કલરમાં નાખી તે ટુકડા વડે ફેબ્રિક પર છપાઈ કરવામાં આવે છે.

બ્લોક પ્રિન્ટિંગ દેખાવમાં ખૂબ જ સિમ્પલ છતાં એલિગન્ટ લુક આપે છે. બ્લોક પ્રિન્ટિંગ એ એક ટાઈમ ક્ધઝ્યુમિંગ પ્રિન્ટ છે . સૌ પ્રથમ લાંબા ટેબલ પર ફેબ્રિકના તાકાને ટાંચણીની
મદદથી બન્ને સાઈડ ટાઈટ ભરાવવામાં આવે છે ત્યાર બાદ તે ફેબ્રિક પર ડિઝાઇન અનુસાર બ્લોકની પસંદગી કરી છપાઈ કરવામાં
આવે છે.

આ પ્રિન્ટ કારીગરો વડે હાથેથી કરવામાં આવે છે તેથી ખૂબ જ ચોકસાઈ, ચીવટ અને ટાઈમ માગી લે છે. અડધા ઇંચથી લઈને દસથી બાર ઇંચના બ્લોક આવે છે. બ્લોકમાં સાઈઝ તો ખરી જ, પરંતુ ડિઝાઈનની પણ વેરાઈટી આવે છે જેમકે, ૧ કલરમાં થતા બ્લોક, બે કલર/ત્રણ કલર/ચાર કલર વગેરે વગેરે.

ઘણી વખત એક ડિઝાઇનમાં જ ૪ કે પાંચ કલર વાપરવામાં આવ્યા હોય , તેની માટે ચાર કે પાંચ કલરના બ્લોકનો ઉપયોગ કરવામાં આવે છે. બ્લોક પ્રિન્ટના કારીગરો ખૂબ જ હોશિયાર હોય છે, ચોક્કસ માપ વડે જ બ્લોક પ્રિન્ટ કરવામાં આવે છે. જો માપ ચુક્યા તો આખી ડિઝાઇન જ ખોટી છપાય છે.

કેવી ડિઝાઇન સિલેક્ટ કરવી – બ્લોક પ્રિન્ટની ડિઝાઇન સિલેક્ટ કરતી વખતે ખૂબ જ ચોકસાઈ રાખવી પડે છે. બ્લોક પ્રિન્ટમાં નાની – મોટી બુટ્ટીઓ, પાતળી અને પહોળી બોર્ડરો, રનિંગ ડિઝાઈનની બુટ્ટીઓ, જાલ વગેરે જેવી ડિઝાઇન આવે છે. ડિઝાઇન સિલેક્ટ કરતા પહેલા ફેબ્રિક સિલેક્ટ કરવું અને ફેબ્રિકનો કલર. જેટલો ફેબ્રિકનો કલર લાઈટ હશે તેટલી જ તેની પર ડિઝાઇન ઊઠીને આવશે. જેમકે, જો તમને વાઈટ કલરનો કુર્તો પ્રિન્ટ કરાવવો હોય તો પહેલા ૪ ઇંચની બોર્ડર છાપવી અને તેની પર ૧ ઇંચ છોડીને ૬ ઇંચ થી ૮ ઇંચ જેટલા બુટ્ટા છાપવા.એટલે કે ડ્રેસની હેમલાઈનમાં બોર્ડર અને બુટ્ટની પેટર્ન દેખાશે. ખાસ કરીને નેકલાઇન અને કુર્તા પટ્ટીમાં પાતળી બોર્ડર આપવી. અને ઓવર ઓલ કુર્તામાં ઝીણી બુટ્ટી છાપવી. સલવાર કે પ્લાઝોમાં તમારે જાલ અથવા બુટ્ટીઓ છાપી શકાય.

તમે જૂની સાડીમાંથી ડ્રેસ બનાવી તેની પર બ્લોક પ્રિન્ટ કરાવી શકો.સાડીની બોર્ડર લગાવી તેની પર બોર્ડર છાપી શકાય. સેલ્ફ ટુ સેલ્ફ પ્રિન્ટ પણ કરાવી શકાય. જેમકે, બેજ કલરનો ડ્રેસ હોય તો તેની પર ડલ ગોલ્ડ કલરની જાળ પ્રિન્ટ છાપી ફેબ્રિકને એક ટેક્સ્ચર આપી શકાય.ત્યાર બાદ તે ફેબ્રિક પર કોન્ટ્રાસ્ટ કલરના બુટ્ટા કે બોર્ડરથી પેટર્ન કરી શકાય. જો તમારે બ્લોક પ્રિન્ટનો ડ્રેસ ન પહેરવો હોય તો પ્લેન ડ્રેસ સાથે બ્લોક પ્રિન્ટવાળો પ્રિન્ટેડ દુપટ્ટો પેહરી શકાય.અથવા બ્લોકે પ્રિન્ટવાળા પ્રિન્ટેડ ફેબ્રિકમાંથી લોન્ગ શ્રગ કે શોર્ટ જેકેટ બનાવી શકાય.

બ્લોક પ્રિન્ટેડ ફેબ્રિકમાંથી ડ્રેસ, શર્ટ, સાડી, દુપટ્ટા વગેરે તો બનાવી જ શકાય, પરંતુ હોમ એક્સેસરીઝ પણ ખૂબ જ સુંદર લાગે જેમકે,પડદા,ટેબલ ક્લોથ, કોસ્ટર,કુશન કવર,બેડશીટ્સ, ફેબ્રિક એન્વેલોપ્સ વગેરે. તમને હોમ ડેકોરમાં ઇન્ટરેસ્ટ હોય તો બ્લોક પ્રિન્ટવાળા ફેબ્રિકમાંથી બનાવેલી વસ્તુઓ જુદી જ લાગે છે. શર્ત માત્ર એટલી જ કે,તમને બ્લોક પ્રિન્ટની આગવી સૂધ હોવી જોઈએ.બ્લોક પ્રિન્ટની ડિઝાઇન ગારમેન્ટ માટે અલગ અને હોમ એક્સેસરીઝ માટે અલગ હોય છે. ફેબ્રિક સિલેક્શન ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે.બ્લોક પ્રિન્ટ અલગ અલગ ફેબ્રિક પર જુદી જુદી ટાઇપનો લુક આપે છે.ફેબ્રિકને હિસાબે પેટર્નની પસંદગી કરવી. બ્લોક પ્રિન્ટ પસંદ કરવાવાળો વર્ગ ખૂબ જ સિલેક્ટિવ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button