લાડકી

ટોપ્સ-લોન્ગ કે શોર્ટ?

ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર

બહાર જવાનું હોય એટલે એક જ વિચાર આવે કે શું પહેરશું ? કઈ ટાઈપના ટોપ્સ પહેરવા. લોન્ગ કે શોર્ટ ? ફલોઈ કે કોટન કે પછી સિલ્ક કે લિનન.?

આ બધાજ સવાલ એક યુવતીના મગજમાં આવતા જ હોય છે. બધી જગ્યા એ ડ્રેસ સારા નથી લાગતા.કંઈક અલગ લુક માટે યુવતીઓ સ્કર્ટ,ડેનિમ, ફોર્મલ પેન્ટ અથવા પ્લાઝો પહેરવાનું વિચારે છે.આ બધાજ સાથે અલગ અલગ વેરાયટીના ટોપ્સ સારા લાગે. માર્કેટમાં તો ઘણી વેરાઈટી મળે છે, પરંતુ તમારી બોડી ટાઈપ અને સ્કિન ટોનને અનુરૂપ ટોપ્સની પસંદગી કરવી
ચાલો, જાણીએ કઈ ટાઈપના ટોપ્સ જુદી જુદી રીતે પહેરી શકાય.

ટ્યૂબ ટોપ
ટ્યૂબ ટોપ એટલે જે ટોપ માત્ર બસ્ટ એરિયાને કવર કરે. ટ્યૂબ ટોપ કોઈ પણ બોટમ પણ પહેરી શકાય. ટ્યૂબ ટોપમાં પ્લેન અને પ્રિન્ટેડ વેરાઈટી આવે છે. તમારા ગાર્મેન્ટને અનુરૂપ તમે ટ્યૂબ ટોપને મિક્સ એન્ડ મેચ કરી શકો. ટ્યૂબ ટોપ એક ઇનર તરીકે પણ પહેરી શકાય અને જો તમારું શરીર સુડોળ હોય તો ટ્યૂબ ટોપ તમે મન્ડેની સાથે અથવા સાડી સાથે અથવા શોર્ટ્સ સાથે પહેરી શકો.

બ્લાઉઝ ટોપ
બ્લાઉઝ ટોપ એટલે જે બસ્ટ એરિયાને કવર કરે અને સાથે સ્લીવ્ઝ પણ હોય. બ્લાઉઝ ટોપમાં ખાસ કરીને ફેન્સી નેકલાઇન સાથે ફેન્સી સ્લીવ્ઝ હોય છે. બ્લાઉઝ ટોપમાં લેન્થની વેરાઈટી આવે છે.તમારા બોડી ટાઇપને અનુરૂપ તમે બ્લાઉઝ ટોપની લેન્થ સિલેક્ટ કરી શકો. બ્લાઉઝ ટોપ જો ફેન્સી સ્લીવ્ઝ સાથે હોય તો ફલેરી સ્કર્ટ સાથે વેડિંગના કોઈ સબ ફંક્શનમાં પહેરી શકાય અથવા તો નેટની સાડી સાથે બ્લાઉઝ ટોપ પહેરી શકાય.જો તમારું સુડોળ શરીર હોય તો બ્લાઉઝ ટોપ તમે ડેનિમ કે પ્લાઝો સાથે પણ પહેરી શકો.

કફ્તાન ટોપ
કફ્તાન ટોપ એટલે જેમાં નેકલાઇન હોય અને સાઈડ પરથી બોડી મેઝરમેન્ટ પ્રમાણે સિલાઈ હોય તેને કફ્તાન ટોપ્સ કહેવાય.કફ્તાન ટોપ્સ ખાસ કરીને પ્રિન્ટેડ કોટન ફેબ્રિકમાં આવે છે. કફ્તાન ટોપ્સ ડેનિમ, સલવાર પ્લાઝો અથવા હેરમ પેન્ટ સાથે પહેરી શકાય. કફ્તાન ટોપ્સ પહેર્યા પછી ઓવર ઓલ થોડો બ્રોડ લુક આપે છે. કફ્તાન ટોપ્સની લેન્થ તમારી હાઈટ વાઇસ સિલેક્ટ કરી શકો. કફ્તાન ટોપ્સ સમર માટે બેસ્ટ ઓપશન છે .કફ્તાન ટોપ્સ વર્ક પ્લેસ, હોલીડે અથવા ગર્લ્સ હેન્ગ આઉટ માટે પહેરી શકાય.

ટ્યૂનિક ટોપ
ટ્યૂનિક ટોપ્સ એટલે જે ટોપ્સ અલગ અલગ પેટર્નમાં હોય અને થોડા લુઝ હોય . ટ્યૂનિક ટોપ્સ થોડા લુઝ હોવાને કારણે ખૂબ જ કમ્ફર્ટેબલ હોય છે. ટ્યૂનિક ટોપ્સ એ એક વર્સેટાઇલ લુક આપે છે અને મોટા ભાગે બધા જ બોટમ સાથે મિક્સ એન્ડ મેચ કરી શકાય . ટ્યૂનિક ટોપ્સ લુઝ હોવાને કારણે ક્યારેક તેની પર બેલ્ટ પહેરી એક કંપ્લીટ લુક આપી શકાય. ટ્યૂનિક ટોપ્સ હોલીડે , કોફી ડેટ , મુવી માટે પહેરી શક્ય. વર્ક પ્લેસ પર ટ્યૂનિક ટોપ્સ ટાળવા .

વ્રેપ ટોપ
વ્રેપ ટોપ એટલે જે ટોપને તમે એક બીજાની ઉપર લેયર કરી બાંધી શકો. વ્રેપ ટોપની ખાસ કઈ સાઈઝ હોતી નથી .તમે તમારા ઓકેઝન વાઇસ વ્રેપ ટોપને બાંધી શકો. વ્રેપ ટોપ્સ પહેરવામાં ખૂબ કમ્ફર્ટેબલ હોય છે, કારણકે અપ્પર પોર્શન ટાઈટ હોય છે અને નીચેનો પોર્શન લુઝ હોય છે . વ્રેપ ટોપ્સ કેઝ્યુઅલ વેર માટે પરફેક્ટ છે . વ્રેપ ટોપની ડિઝાઇન અને લેન્થ તમારા બોડીને અનુરૂપ સિલેક્ટ કરવી.

શર્ટ ટોપ્સ
શર્ટ ટોપ્સ એટલે જે ટોપ્સમાં શર્ટની જેમ ફ્રન્ટમાં બટન હોય .ક્યારેક બટન ખુલી શકે એટલે કે ફ્રન્ટ ઓપન પણ હોય અને ક્યારેક માત્ર ફ્રન્ટ ઓપનની પેટર્ન હોય. શર્ટ સ્ટાઇલ ટોપ્સમાં કોલર પણ હોય છે તેથી આ ટોપ્સ ખૂબ જ સ્માર્ટ લુક આપે છે. શર્ટ ટોપ્સ ઓફિસ વેર માટે પરફેક્ટ છે.શર્ટ ટોપ્સ એક કોન્ફિડન્ટ લુક આપે છે . શર્ટ ટોપ્સ પ્લેન અને પ્રિન્ટેડ મળે છે.કેઝ્યુઅલ આઉટિંગ માટે પ્રિન્ટેડ શર્ટ ટોપ્સ સારા લાગશે અને ઓફિસ વેર માટે પ્લેન શર્ટ ટોપ્સ ઈમ્પ્રેસીવ લુક આપશે. શર્ટ ટોપ્સમાં લેન્થની ઘણી વેરાઈટી આવે છે તેથી તમારી હાઈટ અને બોડી ટાઈપ પ્રમાણે શર્ટ ટોપ્સની પસંદગી કરવી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button