આજની નવલિકા : ચીટ…ચીટ… ચિટર્સ !
નિશા, વહેલી પાછી જઈને તારા હસબન્ડને સરપ્રાઈઝ આપજે ને ! એ પોતે એક્લો એકલો ત્યાં શુ રાંધી રહ્યો છે એ પણ ખ્યાલ આવી જશે
ચાર દિવસ ? હિલ સ્ટેશન જવાની રજા?' બોસ અચંબામાં પડ્યા.
હ..હા સર, મેં કહ્યું ને? વાઈફને હવાફેર માટે.. ડોક્ટરે સજેસ્ટ કર્યું છે ને અત્યારે ઑફ સીઝન પણ છે, તો બે-ચાર દિવસ રીફ્રેશ થઈ આવું?’ સનત ચોખવટ કરવા લાગ્યો.
ઓકે... પણ આવીને તમારે જ તમાંરૂ કામ પૂરૂં કરવાનું રહેશે મિસ્ટર સનત ઓકે ?' બોસે ફાઈલ બંધ કરતા કહ્યું.
યાહ.. સ્યોર સર.. સ્યોર.’ સનત ખુશ થઈ ગયો.
બોસ એની ખુશી જોતા આંખ મીંચકારતા બોલ્યા: `રજા આપું એટલે ખુશ થયા? કે ડોક્ટરના સજેશનને કારણે આટલા રાજીના રેડ? કે પછી બીજું કંઈ? હે…હે…?!’
જવાબ દેવાની પરવા કર્યા વગર જ સનત સ્મિત ફરકાવતો બોસની કેબિન બહાર નીકળી ગયો. ઘરે આવી ડોરબેલ મારી. પત્નીએ દરવાજો ખોલ્યો:અરે? આટલા વહેલા? એની વે, ગુડ સરપ્રાઈઝ. ચા બનાવું ?'
શું સરપ્રાઈઝ? આ તેં કંઈ જોબ છે?’ સોફા પર પડતું મૂકતા સનત બોલ્યો.
કેમ? ર્શું થયું?' સનતના ચહેરા પરનો અણગમો જોતા સુજાતાએ પૂછ્યું.
મારી બેગ તૈયાર કર, મારે અત્યારે જ અમારી પૂના ઑફિસે જવું પડશે. ત્યાં કંઈક ડખો થયો છે. બોસે મને બધું હેન્ડલ કરવાની જવાબદારી સોંપી. ફ્લાઈટનું બૂકિગ થઈ ગયું છે. મારે ચારેક દિવસ રોકાવું પડશે.’ સનતે ઘડી કાઢેલી સ્ટોરી સુજાતાને એકીશ્વાસે જણાવી દીધી, જેથી ગોટાળો થાય જ નહિ.
સુજાતાએ બધી તૈયારી કરવા માંડી. સનતે બહાર ફળિયામાં જઈ તરત જ નિશાને મેસેજ સેન્ડ કર્યો: `સી યુ એટ ઍરપોર્ટ, જસ્ટ ઈન ફોર્ટી મિનિટ્સ.’
મેસેજ કર્યા પછી મનમાં હરખાતો અંદર આવ્યો. ઍરપોર્ટ પહોંચ્યોં ત્યારે નિશા ત્યાં એની રાહ જોતી ઊભી હતી. એને જોઈને દોડતાં જ વળગી પડી.સોરી ડાર્લિંગ, તારે રાહ જોવી પડી હશે ને? પણ જો હવે પૂરેપૂરા ચાર દિવસ તારા ને માત્ર તારા જ!' સનતે કહ્યું. નિશા ખુશ થતી ફરી એને ચૂમી લે છે. થોડીવારમાં જ એમની ફ્લાઈટ એમને પૂના લઈ જાય છે. ત્યાંની એક ફાઈવ સ્ટાર હોટેલમાં સનતે એક સ્યૂટ બૂક કરાવ્યો હતો. આ ચાર દિવસ
ડૂ નોટ ડિસ્ટર્બ’ની ટેગ ડોર પર ઝુલાવી દીધી..
રૂમમાં આવીને હળવા થતા સનતે પૂછ્યું: બાય ધ વે તેં તારા હસબન્ડને શું કહ્યું છે ?' ઍટેચ્ડ બાથના ખુલ્લા ડોર પાછળની ગ્લાસવોલમાં અનાવૃત્ત થઈ શાવર લઈ રહેલી નિશાએ મોટેથી હસીને કહ્યું:
હૈદરાબાદ ટ્રેનિંગનું બહાનું કામ લાગી ગયું. બટ યૂ નો સનત, એ મને મૂકવા આવવાનો હતો.. માંડ માંડ પીછો છોડાવ્યો… નહિતર ભાંડો ફૂટી જાત. હું તો પૂરા એક વીકનું કહીને આવી છું હો..’ ભીના વાળ સનતની છાતી પર ઝાટકતા નિશા પાસે આવી ને વળી આંખ નચાવતા કહે: `સંભાળી લેજે, આખુંય વીક હું તારી જ છું હવે.’
સનતે એને વધારે ભીંસી લીધી. નિશા હળવેથી ચીસ પાડી બેઠી, જરા દૂર થઈ બોલી: તેં તારી વાઘણને શું કહ્યું છે એ તો કહે.'
ચાર દિવસનું કહ્યું છે. આમ પણ ઑફિસમાથી ચાર દિવસની જ રજા મળી છે. આઈ થિન્ક, ચાર દિવસ તો ઈનફ રહેશે નહિં?’ સનતે પૂછયું.બસ? તો બાકીના દિવસો હું શું કરીશ?' નિશા અકળાઈ.
હૈદરાબાદ જજે. ટ્રેનિંગમાં !’
`વ્હોટ ?’
જસ્ટ મજાક ... નિશા. વહેલી પાછી જઈને તારા હસબન્ડને સરપ્રાઈઝ આપજે ને ! એ પોતે એક્લો એકલો ત્યાં શુ રાંધી રહ્યો છે એ પણ ખ્યાલ આવી જાય.' સનતે પંચ માર્યો.
હં… એઝ યોર વિશ.. પણ આપણે જ એને દગો કરીએ ને એ દગો કરે છે કે નહિ એવી શંકા પણ કરીએ! ઠીક છે એ બધું તો.. જોઈએ.’ કશોક વિચાર કરીને નિશા શાંત પડી.
સનતના મોબાઈલ રણકી ઊઠ્યો. નિશાને બંધનમાંથી છોડ્યા વગર જ એણે ફોન રિસીવ કર્યો: હા સુજાતા.. બોલ.'
તમે પહોંચી ગયા ? ફોન આવ્યો નહિ એટલે ચિંતા થઈ.’ સુજાતાએ સહજ રીતે જ પૂછ્યું.ઓહ...હા, આવતાવેંત જ કામે લાગી ગયો ને એટલે જરા ફોન કરવાનું ભૂલાઈ ગયું.' નિશાને વધુ ભીંસતા એ બોલ્યો.
ઠીક છે પણ.. તમારા કામમાં મનેય ભૂલી જતા નહિ પાછા.’ સુજાતાએ છણકો કર્યો. અરે, હોય કાંઈ ? તને તો કેમ ભૂલું? બહુ મિસ કરૂ છું, પણ શું થાય? જલ્દી મળીએ.. ઓકે ? બાય.' કહેતા ફોન કાપીને સનત આસ્તેથી નિશાને કિસ કરે છે. નિશા નશીલી આંખો નચાવતા બોલી:
ચિટર..!’
`કમ ઓન યાર… ચાલ્યા જ કરે, ક્યારેક છેતરાવું પણ પડે ને ક્યારેક કોઈને છેતરવા પણ પડે. ઈન ધીસ સેન્સ.. વી ઓલ આર ચિટર્સ..!’ બોલીને સનતે નિશાના હોઠ સીવી દીધા. ઉન્માદની એ ક્ષણો પૂરી થઈ ત્યાં જ નિશાના ફોનમાં એના હસબન્ડનો કોલ રણક્યો.
જરા પણ ખચકાટ વગર નિશાએ વાત ચાલુ કરી: યસ ડાર્લિંગ ? મેં તને મેસેજ મૂકેલો કે હું પહોંચી ગઈ છું. હેવ યૂ રીડ ઈટ?'
ઓ યાહ હની, આ તો જસ્ટ તારી યાદ આવી ને થયું કે તું પણ મને યાદ કરતી જ હશે..રાઈટ ?’ સામેથી એનો હસબન્ડ બોલ્યો. સનત હજી પણ નિશાના ખુલ્લા દેહ પર બાકી રહી ગયેલી જગ્યાઓને ચુમી રહ્યો હતો. એને સહેજ પણ અટકાવ્યા વગર સનતના માથા પર હાથ ફેરવતા નશામાં નિશા બોલી :
એબ્સોલ્યુટલી રાઈટ, આઈ એમ ગોઈંગ ટુ મિસ યૂ ડાર્લિંગ... તને જ તો યાદ કરતી હતી. અહીં તને ગમે એવું સરસ વાતાવરણ છે, નેક્સ્ટ ટાઈમ આપણે સાથે જ અહીં જ આવશું. તું આવશે ને? જોજે, ના નહિ પાડતો, પ્લીઝ!'
વ્હાય નોટ ? વ્હાય નોટ ? ચોક્કસ સાથે જ જઈશું. ખૂબ ઍન્જોય કરશું.’
`સો નાઈસ ઓફ યૂ, થેન્ક્યુ ડાર્લિંગ. મારી ટે્રનિંગનું બીજું સેશન શરૂ થાય છે, હું જાઉં ?’ સનતની વધતી ઉત્તેજનાને માપીને નિશાએ કહ્યું.
ઓહ.. યસ..યસ. હેવ એ નાઈસ ટાઈમ.'
બાય હની.’ કહીને નિશાએ ફોન કાપ્યો અને સનત સામે જોતા બોલી :કોઈવાર યાદ ન કરો ત્યારે પણ શેતાન હાજર થઈ જ જાય તે આનું નામ !' રમતિયાળ ચહેરે સનત બબડ્યો :
હં.. ચિટર.’
સનતને બમણા વેગથી આશ્લેષમાં લઈ ખડખડાટ હસતા નિશા બોલી :યૂ નોટી.. વી ઓલ આર ચીટર્સ !' અને ફરી બન્ને ડબલ બેડ પર એકમેકમાં ગૂંથાઈ ગયા. * ત્રણ દિવસ તો એમ જ પસાર થઈ ગયા. ચોથે દિવસે સવારે નિશાને જગાડતા સનતે કહ્યું:
સૂવામાં જ તું તો કેટલો સમય બગાડે છે, ચાલ હવે જાગ તો, ડોર પરની ડૂ નોટ ડિસ્ટર્બ'ની ટેગ ઉતારવી નથી? આજે ચેક-આઉટ કરી લઈએ.' આળસ મરડતી નિશા જાગી,
હા ત્રણ દિવસ કેમ નિકળી ગયા ખબર જ પડી નહિ.’
સનત કહે: `રિસેપ્શનમાં ફોન કરી આપણી બન્નેની રિટર્ન ટિકિટ બૂક કરાવી લે.’
જરા વિચારી નિશા બોલી:આઈ હેવ ઓલરેડી ડન ધેટ... પણ તારા એકની જ ટિકિટ કરાવી છે.'
કેમ? તારે નથી આવવું ?’ સનત ચોંક્યો.મારે તો હજી બે દિવસ અહીં આરામથી રહેવું છે.' નિશા બાલ્કની તરફ ગઈ.
એકલા રહીને શું કરીશ ?’ સનતે પ્રશ્ન કર્યો, પણ નિશાએ જવાબ આપ્યો નહિ.
થોડી વાર શાંતિ છવાયેલી રહી. એ શાંતિમાં બન્નેના મનમાં કેટલુંય ઘૂટાતું જતું હતું.બાય ધ વે.. મોડી રાત્રે તારા મોબાઈલમાં કોનો ફોન હતો, નિશા? બાલ્કનીમાં જઈ બહુ લાંબી વાતો ચાલેલી તારી?' સનતે પૂછ્યું.
છે એક, મારો કોલેજ ફ્રેન્ડ. ધર્મિલ… અહીં નજીકમાં જ ક્યાક એ જોબ કરે છે. પૂનાથી બહુ દૂર નથી. આજે બપોરે મળવા આવે છે અહીં.’ નિશાએ કહ્યું ને પછી બોલી,
`તુ કોફી મંગાવ હું ફ્રેશ થઈ આવું છું.’
સનત લગભગ ચોંક્યો: `ધર્મિલ? જૂનો ફ્રેન્ડ? એટલો નજીક હશે કે એને મળવાની પણ ગોઠવણ કરી નાખી? ક્યાંક આ બધું નિશાએ પહેલેથી જ તો નહિં ગોઠવી રાખ્યું હોય ને? તો જ એ પૂરા વીકની રજા લઈને નીકળી હશે! શું ખબર જે ચિટિગ એ પોતાના પતિ સાથે કરતી રહી છે એ મારી સાથે પણ કરતી હોય ! એને માટે કશું અશક્ય નથી…’ સનતને થયું કે પોતે પૂછી લેવું જોઈએ કે ધર્મિલને અહીં બોલાવવાની શી જરૂર? આમ દૂરના સ્થળે, જૂના મિત્રને હોટેલના એકાંતમાં બોલાવવાનો અર્થ શું સમજવો? જોકે પૂછવાથી શું જવાબ મળશે એ પણ સનત ક્યાં નહોતો જાણતો. નિશા એને જ ભીડવે:
`તને મારા પર શક જાય છે? હું મારા પતિને પણ ખુલાસા આપવા ટેવાયેલી નથી, ને તું મને આવા બેહૂદા સવાલો કરે? હાઉ ડેર યૂ ?’
સનત ફ્લાઈટમાં બેઠો ત્યારે પણ એ જ શાંતિથી ઘેરાયેલો રહ્યો. એના મનના વિચારો ફ્લાઈટ કરતા પણ તેજ ગતિએ દોડી રહ્યાં હતા. નિશા તેને એરપોર્ટ પર મૂકવા આવી હતી. પણ પછી એ પણ તરત જ પોતાના મિત્ર ધર્મિલને રિસીવ કરવા જતી રહી. એને મનમાં પ્રશ્ન થયો કે શા માટે નિશાએ હોટેલમાં વધુ બે દિવસ રોકાવાનું નક્કી કર્યું હશે? રજા હતી તો ભલે પણ પોતાને પણ સાથે રોકાઈ જવા માટે એકવાર પણ આગ્રહ કેમ નહિ કર્યો હોય? કોણ હશે આ ધર્મિલ? પહેલા તો ક્યારેય એનો ઉલ્લેખ થયો જ નથી ! અગાઉથી જ આ બધું નક્કી તો નહિ હોય ને? બાકીનો સમય એ ધર્મિલ સાથે જ રહેશે બે દિવસ?
સનતનું મન વાદળો વચ્ચેથી પસાર થતા વિમાનની જેમ અનેક વિચારોના ધુમ્મસમાં અટવાતું જતું હતું. તેમાંથી છૂટવા માટે વળી જે વિચારો આવતા હતા એ વધુ અકળાવનારા હતા. ધર્મિલ.. સાવ અજાણ્યું નામ લાગે છે ! એ નિશાને મળવા શું કામ આવતો હશે? ફરગેટ ઓલ..જે સ્ત્રી પોતાના પતિની નથી થઈ શકી એ મારી કે ધર્મિલની ક્યારેય થઈ શકે ખરી? તેને થયું, આવો જ સવાલ કોઈ મારા માટે પણ કરી જ શકે ને? ધત… કેવા બેહૂદા વિચારો !
ફરી ફરીને વળીને એનું મન નિશાના વિચારોમાં પહોંચી જતું હતું. રહેવાયું નહિ એટલે એરપોર્ટ પર ઉતર્યો ને તરત જ એણે નિશાને ફોન લગાવ્યો. ખાસ્સી એવી વારે રિસીવ થયો.
સનત? કંઈ કામ હતું ?' નિશાએ પૂછ્યું. સનત ખચકાયો,
ના.. જસ્ટ એમ જ. ધર્મિલ આવી ગયો?’ હા, આવી ગયો ને, અમે વાતો જ કરીએ છીએ. મેં તને કહેલું જ ને? કેમ? તેં એ પૂછવા ફોન કર્યો ?' નિશાએ પૂછ્યું. ફરી સનત ખચકાયો,
ના ના, હું પહોંચી ગયો એ કહેવા માટે ફોન કર્યો. થયું કે તું મારી ફિકર ન કરે એટલે કહી દઉં.’
નિશા સહેજ હસીને પછી જરા નશીલા અવાજે બોલી: `યસ ડાર્લિંગ, મને ફિકર તો હોય જ ને ! હું પણ તારી સાથે નીકળી ગઈ હોત કે તું પણ અહીં રોકાયો હોત તો હું આટલી બોર ન થાત. કદાચ ધર્મિલ રોકાય જાય તો સાં. યૂ નો.. આઈ એમ ગોઈંગ ટુ મિસ યૂ નાઉ…’
ઓહ.. એ કેટલું સાચું બોલતી હશે કે કેમ? સનતથી નિ:સાસો મૂકાઈ ગયો. ધર્મિલ રોકાય તો સાં ? કદાચ એ વધુ ગૂંચવાયો હતો. ફોન કાપીને એ મનોમન બબડ્યો,
ચિટર…!’
ઘરે આવ્યો ત્યારે સુજાતા એની રાહ જોતી બેઠી હતી, સામે આવી બેગ લઈ એકતરફ મૂકતા બોલી:આવી ગયા ? થાક્યા હશો ને. ચા બનાવું.' સનતે સોફા પર લંબાવ્યું. સુજાતા થોડી વારમાં ચા બનાવીને લાવી. એ ચા પીતો હતો ત્યારે સુજાતા સાથે બેસી વાતો કરવા લાગી.
કેમ રહી તમારી બિઝનેસ ટૂર? આઈ એમ સ્યોર કે તમે તમારી પૂના ઑફિસના પ્રશ્નો ઉકેલી નાખ્યા હશે ને?’
કપ નીચે મૂકતા સનત બોલ્યો હા આઈ હેવ મેનેજ ઓલ. અત્યારે તો સમેટાયું બધું હેમખેમ. બહુ થાક્યો છું.. થોડી વાર આરામ કરીશ.' સનત ઊભો થયો. એને અટકાવીને નજીક જતા જરા શરારતી બની રહેલી સુજાતા બોલી
કેમ ? થાક ઉતારવો નથી ? હું છું ને ? આટલા દિવસે આવ્યા છો તો…’
Also Read – મેલ મેટર્સ -: છાકટા થવામાં ને આનંદ કરવામાં ફરક છે
સનત કંઈ બોલે એ પહેલા જ સુજાતાએ એના હોઠ સીવી દીધા. ફરી કોઈ જાણીતા ઉન્માદની ક્ષણો સનતને ઘેરાઈ વળી. એની આ જ તો કમજોરી હશે, ઉન્માદની આ સોડમ એને પણ બેહોશ કરીને જ રહે.
એવામાં સનતના ફોનમાં નિશાની રીંગ આવી. સુજાતાને અળગી કર્યા વગર જ એણે વાત
કરી: યસ? હું ઘરે પહોંચી ગયો, મેસેજ મૂકેલો જ. જોયોને?'
યસ યસ, જોયો મેસેજ. આ તો ધર્મિલ જરા બહાર ગયો પછી મને પણ થયું કે તારી સાથે નિરાંતે વાત જ કરી લઉં. યાદ કરે છે ને?’ નિશા બોલી.એ તે કંઈ પૂછવાનું હોય? પૂના સાથે મારે જૂનો સંબંધ છે, ત્યાંની ઑફિસ તો હું કેમ ભૂલું ? અહીં આવ્યા પછી તો હું પૂના બહુ મિસ કરતો હોઉં એવું લાગ્યા જ કરે છે.' સુજાતા સામે આંખ મીંચકારતા વળી સનતે આગળ કહ્યું:
તમે બધાએ-સ્ટાફે મને બહુ પ્રેમથી રાખ્યો… જ્યારે કહેશો ત્યારે ફરી આવી જઈશ, એની ટાઈમ.. પ્રોમિસ.’ઓહ.. સો નાઈસ ઓફ યૂ...સનત. બાય.' કહેતા ફોન કાપ્યા પછી નિશા બબડી: અવાજ પરથી ન સમજાય એટલી ભોળી હું નથી, સુજાતા સાથે હોય એવું લાગે છે.
ડેમ ઈટ ! જે માણસ પોતાની પત્નીનો ન થઈ શક્યો હોય એ મારો શી રીતે થઈ શકે? સાલો ચિટર..! વ્હુ કેર્સ ?! વ્હેર ઈઝ ધર્મિલ નાઉ?’
મોબાઈલ એકતરફ મૂકીને સનત ફરી સુજાતાને વધુ ભીંસે છે.સાવ જ જૂઠ્ઠા... પૂના મિસ કરો છો તમે?' આંખો ને રમતિયાળ અંદાજે ઉછાળતી સુજાતા કહે :
ચિટર !!’
`કમ ઓન યાર… ચાલ્યા જ કરે, ક્યારેક છેતરાવું પણ પડે ને ક્યારેક કોઈને છેતરવા પણ પડે. ઈન ધીસ સેન્સ.. વી ઓલ આર ચિટર્સ..!’ બોલીને સનતે આવેશમાં સુજાતાના હોઠ સીવી દીધા. (સમાપ્ત)