માત્ર મેકઅપ કરવો જ નહીં, પરંતુ રિમૂવ કરવો પણ અગત્યનું છે
લાડકીસ્પેશિયલ ફિચર્સ

માત્ર મેકઅપ કરવો જ નહીં, પરંતુ રિમૂવ કરવો પણ અગત્યનું છે

આપણે જ્યારે પણ કોઈ પાર્ટી કે ફંક્શન માટે તૈયાર થવા માટે અનેક દિવસો પહેલા તૈયારીઓ શરૂ કરી દઈએ છીએ. મેક અપ માટે જો આપણે પાર્લર જવું હોય તો એમાં ઘણો સમય લાગે છે. ફંકશન પૂરું થયા બાદ એ હેવી મેક અપ સાથે આપણે જ્યારે ઘરે આવીએ છીએ, તો આપણે એ ભૂલી જઈએ છીએ કે મેક અપ પણ રિમૂવ કરવાનો છે. મેક અપ જો આખી રાત ચહેરા પર રહે તો ચહેરા પર એના નિશાન પડી જાય છે. સાથે જ એના કારણે ચહેરા પર ખીલ પણ આવે છે. જો યોગ્ય રીતે મેક અપ હટાવવામાં આવે તો ચહેરાના છીદ્રો ખૂલી જાય છે અને ત્વચામાં ચમક આવે છે. મેક અપ હટાવવા માટે આપણે શું શું કરવું જોઈએ એના પર એક નજર નાખીએ.

મેક અપ કઈ રીતે રિમૂવ કરવો
મેક અપ હટાવવા માટે આપણે ફેસવૉશ, પેટ્રોલિયમ જૅલી, મોશ્ર્ચરાઇઝર, ક્લીંઝર, આઇ મેક અપ રિમૂવર અથવા તો બેબી ઑઇલની જરૂર પડે છે.

આંખોનો મેક અપ કેવી રીતે હટાવવો
આંખોના મેક અપ માટે આપણે મસ્કરા, આઇશેડો અને આઇલાઇનરનો ઉપયોગ કરીએ છીએ. એને સાફ કરવા માટે આંખો અને એની આસપાસ રૂ વડે મેક અપ રિમૂવર લગાવવું, જેથી મસ્કરા સારી રીતે સાફ થઈ શકે. એના માટે બેબી ઑઇલના ટીપાં રૂ પર નાખીને મેક અપ હટાવી શકાય છે.

ચહેરાનો મેક અપ: ચહેરાનો મેક અપ હટાવવા માટે હલકા હાથેથી ચહેરાને ધોવો એનાથી મેક અપ નીકળી જશે અને ચહેરાના છીદ્રો ખૂલી જશે.

લિપસ્ટિક: લિપસ્ટિક હટાવવા માટે પેટ્રોલિયમ જૅલીનો ઉપયોગ કરવો. જો પેટ્રોલિયમ જૅલીને કારણે હોઠ ડ્રાય થઈ જાય તો લિપ બામ લગાવવો. એનાથી હોઠ મુલાયમ બને છે.

ચહેરા પર સ્ટીમ લેવી:જો તમે વોટરપ્રૂફ મેક અપ કરતા હોવ તો મેક અપ હટાવવા માટે ચહેરા પર બાફ લેવી એ પણ એક ક્લીંઝર જ છે, જે સ્કીનની અંદર જઈને સફાઈ કરે છે. બાફ લીધા બાદ ચહેરાને કોટન પેડથી લૂંછી લેવો. એનાથી પણ છીદ્રો ખૂલી જાય છે.

મોશ્ર્ચરાઇઝર: ચહેરો ધોયા બાદ મોશ્ર્ચરાઇઝર લગાવવું જોઈએ. એનાથી સ્કીનની ડ્રાયનેસ ઓછી થાય છે. મેક અપ ઉતાર્યાં બાદ આંખો પર ઠંડું પાણી છાંટવું. એનાથી ઘણો આરામ મળે છે.

નીલોફર શર્મા

Back to top button