લાડકી

સ્ટ્રાઈપ-આડી કે ઊભી?

ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર

સ્ટ્રાઈપ પ્રિન્ટ આડી પહેરવી કે ઊભી એ પ્રશ્ર્ન દરેક મહિલાને થતો જ હોય છે. સ્ટ્રાઈપ પ્રિન્ટ એટલે જેમાં આડી અથવા ઊભી લાઈન હોય. સ્ટ્રાઈપ પ્રિન્ટના કપડાં કેઝ્યુઅલી અથવા ફોર્મલી પહેરી શકાય.સ્ટ્રાઈપ પ્રિન્ટ પહેરવાથી લાંબા,પાતળા,નેરો અને બ્રોડ લાગવાનો આભાસ થાય છે. સ્ટ્રાઈપ પ્રિન્ટ નાનાં બાળકોથી લઈને યન્ગસ્ટર્સ અને પ્રૌઢ એમ બધા જ પહેરી શકે. સ્ટ્રાઈપ પ્રિન્ટ સાથે બીજી પ્રિન્ટ પણ મિક્સ એન્ડ મેચ કરી શકાય, જેમકે ફ્લોરલ પ્રિન્ટ. ફ્લોરલ પ્રિન્ટ જયારે સ્ટ્રાઈપ પ્રિન્ટ સાથે મિક્સ એન્ડ મેચ કરવામાં આવે છે ત્યારે ખૂબ જ સુંદર લાગે છે. સ્ટ્રાઈપ પ્રિન્ટ ખૂબ જ સમજી વિચારીને પહેરવી જોઈએ. ચાલો, જાણીયે સ્ટ્રાઈપ પ્રિન્ટ કઈ રીતે પહેરી શકાય.

કેઝયુઅલી
સ્ટ્રાઈપ પ્રિન્ટ હંમેશાં કોમ્બિનેશનમાં હોય છે એટલે કે ૨કલર,૩કલર અથવા મલ્ટી કલર.કોઈ સ્ટ્રાઈપ પ્રિન્ટ સેલ્ફ ટુ સેલ્ફમાં પણ હોય, જેમકે પિન્ક કલરના ફેબ્રિકમાં લાઈટ અથવા ડાર્ક પિન્ક કલરની સ્ટ્રાઈપ. સ્ટ્રાઈપની વિથ એટલે કે બ્રોડનેસમાં વેરિએશન હોય છે.જેમકે,સ્ટ્રાઈપની બ્રોડનેસ હાફ ઇંચથી ચાલુ થઈને ૨ કે ૩ ઇંચ સુધી હોય છે. સ્ટ્રાઈપમાં ઘણા કલર કોમ્બિનેશન આવે છે પરંતુ બ્લેક એન્ડ વાઈટ,રેડ એન્ડ વાઈટ.બ્લુ એન્ડ વાઈટ એક સોલિડ લુક આપે છે. સ્ટ્રાઈપ પ્રિન્ટનો આખો ડ્રેસ પહેરવાનો ટાળવો.બ્લેક અને વાઈટ બોલ્ડ સ્ટ્રાઈપના શર્ટ સાથે જીન્સ અથવા ડેનિમનું સ્કર્ટ એક સ્માર્ટ લુક આપશે.જો તમારું શરીર સુડોળ હોય તો જ તમે આ લુક અપનાવી શકો.બોલ્ડ સ્ટ્રાઈપવાળા શર્ટ્સ વાઈટ લિનન પેન્ટ સાથે પણ ખૂબ સરસ લાગશે. જો તમારે સ્ટ્રાઈપ હોરિઝોન્ટલ સ્ટ્રાઈપનાં વન પીસ ખૂબ જ કોમન છે. મોટા ભાગે આ વન પીસ હોઝિયરી મટીરિયલમાં હોય છે.જેથી જયારે તમે આ વન પીસ પહેરો ત્યારે તમારા આખા બોડીનો શેપ લઈ લે છે. જો તમારું શરીર સુડોળ હશે તો સારું લાગશે અને જો તમારું શરીર ભરેલું હશે તો ખૂબ ખરાબ લાગશે. જેમનું શરીર ભરેલું હોય અને તેમને જો સ્ટ્રાઈપ નો ડ્રેસ પહેરવો હોય તો તેમણે અલગ ફેબ્રિક સિલેક્ટ કરવું જેમકે,રેયોન,સાટીન અથવા સિલ્ક વાળું આખું વન પીસ પહેરવું હોય તો એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે.તમારી હાઈટ શોર્ટ હોય કે લોન્ગ,તમને વન પીસ કેરી કરતા આવડતું હોવું જોઈએ.હોરિઝોન્ટલ સ્ટ્રાઈપનાં વન પીસ ખૂબ જ કોમન છે. મોટા ભાગે આ વન પીસ હોઝિયરી મટીરિયલમાં હોય છે. જેથી જયારે તમે આ વેન પીસ પહેરો ત્યારે તમારા આખા બોડીનો શેપ લઈ લે છે. જો તમારું શરીર સુડોળ હશે તો સારું લાગશે અને જો તમારું શરીર ભરેલું હશે તો ખૂબ ખરાબ લાગશે. જેમનું શરીર ભરેલું હોય અને તેમને જો સ્ટ્રાઈપનો ડ્રેસ પહેરવો હોય તો તેમણે અલગ ફેબ્રિક સિલેક્ટ કરવું જેમકે,રેયોન,સાટીન અથવા સિલ્ક. જેમનું શરીર ભરેલું છે તેમણે રેયોન, સાટીન અથવા સિલ્ક ફેબ્રિકમાં વર્ટિકલ સ્ટ્રાઈપ પહેરવી. તેને લીધે લાંબા અને પાતળા લાગવાનો આભાસ થાય છે. રેયોન,સાટીન અને સિલ્ક ફેબ્રિક શરીર ને ચોંટતું નથી,શરીરથી અલગ રહે છે ,જેથી શરીરનો શેપ રજિસ્ટર નથી થતો અને વધારે જાડા નથી લગાતું. લાંબી પાતળી યુવતીઓ બ્રોડ સ્ટ્રાઈપવાળા ડ્રેસ પહેરી શકે તો ભરેલા શરીરવાળી યુવતીઓ થીન સ્ટ્રાઈપવાળા ડ્રેસ પહેરી શકે.બ્રોડ સ્ટ્રાઈપ બોલ્ડ લુક આપે છે જયારે થીન સ્ટ્રાઈપ ડેલિકેટ લુક આપે છે.

ફોર્મલી
ફોર્મલી સ્ટ્રાઈપ ફેબ્રિકના ગારમેન્ટ ખૂબ સ્માર્ટ અને એલિગન્ટ લુક આપે છે. ખાસ કરીને થીન સ્ટ્રાઈપ ફોર્મલ શર્ટમાં વપરાય છે અથવા ઓફિસમાં કામ કરતી યુવતીઓ શર્ટ ડ્રેસ પહેરે છે. શર્ટ ડ્રેસ જયારે થીન સ્ટ્રાઈપમાં હોય ત્યારે ફોર્મલ લુક આપે છે. થીન સ્ટ્રાઈપવાળા હોઝિયરીના વન પીસ પણ પહેરી શકાય. જયારે સ્ટ્રાઈપ પ્રિન્ટ થીન હોય ત્યારે ખૂબ જ ડેલિકેટ અને સોબર લુક આપે છે. થીન સ્ટ્રાઈપ મોટા ભાગે ફોર્મલી જ પહેરવામાં આવે છે ભરેલા શરીરવાળી યુવતીઓ થીન સ્ટ્રાઈપવાળા ડ્રેસ પહેરી શકે .તમને ડ્રેસ ન પહેરવા હોય તો એન્કલ લેન્થ લેગિંગ કે પેન્ટ સાથે હિપ લેન્થ સુધીનું શર્ટ કે ટ્યૂનિક પહેરી શકાય. થીન સ્ટ્રાઈપવાળા એન્કલ લેન્થ પેન્ટ પણ પહેરી શકાય,ખાસ ધ્યાન કલર કોમ્બિનેશન સિલેક્ટ કરતી વખતે કરવું. જેમકે,બ્લેક એન્ડ વાઈટ અથવા રોયલ બ્લુ પેન્ટ એક ફોર્મલ લુક આપશે. તો થીન સ્ટ્રાઈપમાં રેડ એન્ડ વાઈટ કલર કોમ્બિનેશન એક કેઝયુઅલ લુક આપશે. જયારે તમે સ્ટ્રાઈપ પેન્ટ પહેરો ત્યારે તેની સાથે પ્લેન શર્ટ પહેરી એક કમ્પલિટ ફોર્મલ લુક આપી શકાય.

ઓવર ઓલ સ્ટ્રાઈપવાળા ડ્રેસ જો પહેરવા હોય તો ચોક્કસ પર્સનાલિટી હોવી જોઈએ. સ્ટ્રાઈપવાળા ડ્રેસ કે કુર્તા સાથે ક્યારેક ફ્લોરલ પ્રિન્ટ મિક્સ એન્ડ મેચ કરવામાં આવે છે. આવા ગારમેન્ટ વાઇબ્રન્ટ નથી લાગતા પરંતુ સોબર લુક આપે છે. સ્ટ્રાઈપ ડ્રેસની પસંદગી તમારા બોડી ટાઈપ અને હાઈટ મુજબ કરવી……

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…