લાડકી

સ્ટ્રેચ ઈટ મોર

ફેશન -ખુશ્બુ મૃણાલી ઠક્કર

સ્ટ્રેચેબલ ફેબ્રિક એટલે જે ફેબ્રિક સ્ટ્રેચ થઇ શકે એટલે કે, ખેંચાઈ શકે તેને સ્ટ્રેચેબલ ફેબ્રિક કહેવાય. સ્ટ્રેચેબલ ફેબ્રિક એ એવું ફેબ્રિક હોય છે, જે ખેંચાય શકે અને પછીથી તેના મૂળ સ્વરૂપમાં પાછું આવી શકે છે, તે પણ કોઈ નુકસાન વિના .આ સ્ટ્રેચિંગ મોટા ભાગે સ્પેન્ડેક્સ (Spandex) જેવા ઇલાસ્ટિક ફાઇબર્સના ઉપયોગના કારણે હોય છે, જેને લાઇક્રા (Lycra) અથવા ઇલાસ્ટેન (Elastane) તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા બીજા કોઈ ફેબ્રિક સાથે મિશ્રણ કરવામાં આવે છે. સ્ટ્રેચેબલ ફેબ્રિકનો ઉપયોગ ખાસ કરીને સ્પોર્ટ્સવેર, લેગિંગ્સ, સ્વિમવેર અને અન્ય ગાર્મેન્ટમાં થાય છે જ્યાં અનુકૂળતા, ફ્લેક્સસિબિલિટી અને ફિટની જરૂર હોય. સ્ટ્રેચેબલ ફેબ્રિકનો ઉપયોગ વેસ્ટર્ન વેરમાં ઘણો થાય છે જેમકે, લેગિંગ્સ, જેગિંગ્સ, ટી- શર્ટ્સ, સ્કર્ટ્સ, વન પીસ ડ્રેસ વગેરે.હવે તો બ્લાઉઝ પણ સ્ટ્રેચેબલ ફેબ્રિકમાં બને છે. નાઈટ વેર, લાઉન્જ વેર અને કોર્પોરેટ વેર પણ સ્ટ્રેચેબલ ફેબ્રિકમાં બને છે.

સ્ટ્રેચેબલ ફેબ્રિક પહેરવાથી ફેબ્રિક આખું શરીરને ચોંટી જાય છે. પહેલા માત્ર સ્વિમવેર, સ્પોર્ટ્સ વેર અને લેગિંગ્સમાં જ સ્ટ્રેચેબલ ફેબ્રિકનો ઉપયોગ થતો હતો. હવે સ્ટ્રેચેબલ ફેબ્રિક એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે. અમુક વેડિંગ વેર અને પાર્ટી વેરમાં તો સ્ટ્રેચેબલ શિમર ફેબ્રિક વગર ગારમેન્ટ બનતા જ નથી.ચાલો જાણીયે સ્ટ્રેચેબલ ફેબ્રિક કઈ કઈ રીતે પહેરી શકાય અને જાણીયે તેના ફાયદા અને ગેરફાયદા.

લેગિંગ્સ/જેગિંગ્સ – લેગિંગ્સ અને જેગિંગ્સ સ્ટ્રેચેબલ ગાર્મેન્ટ્સમાં ખૂબ જ પ્રચલિત છે.લેગિંગ્સ મોટા ભાગે ઇન્ડિયન વેરની જેમ પહેરવામાં આવે છે.એટલે કે આ લાઈન કુર્તા, સ્ટ્રેટ કુર્તા કે પછી કળીદાર કુર્તાની નીચે પહેરવાંમાં આવે છે. લેગિંગ્સમાં પણ ઘણી વેરાઈટી આવે છે.એન્કલ લેન્થ લેગિંગ્સ અને ફૂલ લેન્થ લેગિંગ્સ.ઘણાં લેગિંગ્સમાં નીચે સ્ટ્રેચેબલ નેટ પણ નાખવાંમાં આવે છે. આ લેગિંગ્સ પહેરમાં ખૂબ જ અનુકૂળ હોય છે. માત્ર એટલું ધ્યાન રાખવું કે જો તમારું શરીર ભરેલું હોય તો કળીદાર કુર્તા સાથે લેગિંગ્સ પહેરવા જેથી કરી તમારા પગ ઘણા ઢંકાઈ જાય.સ્ટ્રેટ કુર્તામાં સાઈડમાં સ્લીટ હોય છે એટલે પગ આખા દેખાય જે ખૂબ જ ખરાબ લાગે.ફૂલ લેન્થ જેને ચૂડી લેગિંગ્સ પણ કહેવાય, આ લેગિંગ્સ પહેર્યા પછી ચુડીદાર જેવી ઇફેક્ટ આવે છે અને બીજા છે એન્કલ લેન્થ જે લેગિંગ્સની લેન્થ એન્કલ સુધી જ હોય. કઈ ટાઈપના લેગિંગ્સ પહેરવા તે તમારી પર્સનલ ચોઈસ પર આધાર રાખે છે. જેગિંગ્સમાં થોડી ઘણી ડેનિમ ઇફેક્ટ આવે. આ વેસ્ટર્ન વેર તરીકે પણ પહેરી શકાય. એમાં પણ લો વેસ્ટ અને હાઈ વેસ્ટ એમ વેરાઈટી આવે છે. તમારા બોડી ટાઈપ પ્રમાણે તમે જેગિંગ્સની પસંદગી કરી શકો.જો તમારું શરીર સુડોળ હોય તો તમે કોઈ પણ પ્રકારના જેગિંગ્સ પહેરી શકો. અને જો તમારું શરીર ભરેલું હોય તો તમે હાઈ વેસ્ટ જેગિંગ પહેરશો તો વધારે સારું લાગશે. હાઈ વેસ્ટ જેગિંગ પહેરવાથી પેટનો ભાગ દબાઈ જાય છે અને પાતળા હોવાનો આભાસ થાય છે.

ટી શર્ટ – ટી શર્ટ મોટા ભાગે સ્ટ્રેચેબલ જ હોય છે. કેઝ્યુઅલ ટી શર્ટ હોય કે પાર્ટી વેર ટી શર્ટ હોય. સ્ટ્રેચેબલ ટી શર્ટ તમને એક સ્લીક અને કમ્પલિટ લુક આપે છે. જો તમારું સુડોળ શરીર હોય તો સ્ટ્રેચેબલ ટી શર્ટ ખૂબ જ અટ્રેક્ટિવ લાગે છે.જો તમારું શરીર ભરેલું હોય તો સ્ટ્રેચેબલ ટી શર્ટ પહેરવા ટાળવા, સ્ટ્રેચેબલ ટી શર્ટથી તમારા શરીરની ચરબી હૂબહૂ હાઈલાઈટ થશે. જે ખૂબ જ ખરાબ લાગશે. જેમનું શરીર ભરેલું હોય તો તેમને પહેલા ટેન્ગ ટોપ પહેરી લેવું જેને હિસાબે શરીર થોડું દબાઈ જાય અને તેની પર કોઈ લુઝ ટોપ પહેરી એક કમ્પ્લીટ લુક આપી શકાય.

ડ્રેસ-ડ્રેસમાં ઘણી વેરાઈટી આવે છે. ઓવર ઓલ સ્ટ્રેચેબલ ડ્રેસ કે પછી હાલ્ફ સ્ટ્રેચેબલ. ઓવર ઓલ સ્ટ્રેચેબલ ડ્રેસ એટલે આખો ડ્રેસ સ્ટ્રેચેબલ હોય એટલે કે આખો ડ્રેસ પહેર્યા પછી બોડીનો શેપ લઈ લે છે. આવા ડ્રેસ યન્ગ યુવતીઓ કે જેમનું શરીર સુડોળ
હોય તેમની પર ખૂબ જ સુંદર અને અટ્રેક્ટિવ લાગે છે. દ્રેની લેન્થમાં પણ વેરીએશન હોય છે જેમકે, શોર્ટની લેન્થ, થ્રી ફોર્થ કે પછી પછી. તમારી હાઈટ મુજબ તમે ડ્રેસની લેન્થ સિલેક્ટ કરી
શકો. હાલ્ફ સ્ટ્રેચેબલ એટલે આખો ડ્રેસ એક જ મટિરિયલમાંથી બનાવવામાં આવે છે, પરંતુ આ ડ્રેસમાં યોક હોય છે. બેસ્ટ લાઈન સુધી કે પછી કમર સુધી. અને યોક પછી ફ્લેર આપવામાં આવે છે.જેથી ભરેલા શરીરવાળી યુવતીઓ આવા ડ્રેસ પહેરે તો ખરાબ નથી લાગતું.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો