લાડકી

વિચ સ્લીવ્ઝ ડુ યુ પ્રિફર

ફેશન -ખુશ્બુ મુલાણી ઠક્કર

ડ્રેસ કે બ્લાઉઝ સિવડાવવાનું હોય ત્યારે ડ્રેસમાં કે બ્લાઉઝમાં કઈ પેટર્ન કરવી એ પ્રશ્ન તો મહિલાઓને મૂંઝવતો હોય જ છે, પરંતુ સાથે સાથે સ્લીવ્ઝમાં કઈ પેટર્ન કરવી તે પણ એક ફૅશનની આગવી સૂઝ માંગી જ લે છે. ખાસ કરીને એ મહિલાઓને જેમના હાથ ખૂબ જ ભરેલા હોય. તેમને આ પ્રશ્ન ખૂબ જ મૂંઝવતો હોય છે કે, કઈ પેટર્નની સ્લીવ્ઝ પહેરીએ કે તેમના હાથ ખરાબ ન લાગે અને સાથે સાથે ફૅશનેબલ પણ લાગે. ચાલો જાણીએ કે જેમના હાથ ભરેલા છે તેઓએ કઈ ટાઇપની સ્લીવ્ઝની પેટર્ન પ્રિફર કરવી જોઈએ.

થ્રિ ફોર્થ – થ્રિ ફોર્થ સ્લીવ્ઝ એ એક ખૂબ જૂની અને જાણીતી સ્લીવ્ઝની પેટર્ન છે કે જે ક્યારેય પણ આઉટ ઑફ ફૅશન થતી નથી. બ્લાઉઝ અને ડ્રેસ એમ બન્નેમાં આ સ્લીવ્ઝની પેટર્ન કરી શકાય. જો તમે પ્રિન્ટેડ ફેબ્રિકમાંથી થ્રિ ફોર્થ સ્લીવ્ઝ બનાવવાના હો તો ફેબ્રિકની પ્રિન્ટ સિલેક્ટ કરવામાં ખાસ ધ્યાન રાખવું. ફેબ્રિકની પ્રિન્ટ જીણી સિલેક્ટ કરવી જેમ કે જો બુટ્ટીવાળું ફેબ્રિક હોય તો જીણી બુટ્ટી સિલેક્ટ કરવી અને જો ફેબ્રિકમાં જાલ હોય તો બારીક જાલ પસંદ કરવી. જીણી પ્રિન્ટ સિલેક્ટ કરવાથી ડેલિકેટ લુક આવે છે. જો સ્ટ્રાઈપ વાળું ફેબ્રિક હોય તો હોરિઝોન્ટલ સ્ટ્રાઈપમાં સ્લીવ્ઝ ન બનાવવી, તેના કરતાં વર્ટિકલ સ્ટ્રાઈપમાં સ્લીવ્ઝ બનાવવી, જેને લીધે થોડો સ્લીક લુક આવે. તમે બે ફેબ્રિકનો પણ ઉપયોગ કરી શકો. જેમકે, થ્રિ ફોર્થ સ્લીવ્ઝમાં નીચે 4 ઈંચમાં કોઈ બીજું ફેબ્રિક અને પછી બીજું ફેબ્રિક. બે ફેબ્રિક વાપરવાથી લુક થોડો બ્રેક થાય છે.

બેલ સ્લીવ્ઝ – બેલ સ્લીવ્ઝ એટલે જે સ્લીવ્ઝ શોલ્ડર પાસે નેરો હોય અને હેમલાઈનમાં બ્રોડ થાય તેને બેલ સ્લીવ્ઝ કહેવાય. બેલ સ્લીવ્ઝની લેન્થ તમારી પર્સનલ ચોઈસ પ્રમાણે શોર્ટ અથવા લોન્ગ રાખી શકાય. તમારી સાડી અથવા તમારા ડ્રેસની પેટર્નને અનુરૂપ તમે બેલ સ્લીવ્ઝની લેન્થ સિલેક્ટ કરી શકો. બેલ સ્લીવ્ઝ પેહરવા માટે તમારી પાસે બે ઑપ્શન છે એક કે તમે એઉપર્થી જ બેલ સ્લીવ્ઝની પેટર્ન પહેરો અને બીજું એ કે તમે થ્રિ ફોર્થ સ્લીવ્ઝ ટાઈટ રાખી નીચે 4 ઈંચમાં બેલ સ્લીવ્ઝ આપો. જો તમે શોલ્ડર પાસેથી જ બેલ સ્લીવ્ઝ આપવા માંગતા હો તો તેનો પ્લસ પોઇન્ટ એ છે કે તમારા હાથની સાઈઝ દેખાતી નથી અને ફૅન્સી લુક આવે છે અને બીજી ટાઈપ એ છે કે જેમાં એલ્બો સુધી હાથના મેઝરમેન્ટ પ્રમાણે સ્લીવ્ઝ હોય અને પછી નીચે બેલ સ્લીવ્ઝ આપી હોય. આ સ્લીવ્ઝ પહેરવાથી ધ્યાન નીચે આપેલી બેલ પેટર્ન પર જાય છે.

બેલ પેટર્નમાં વેરિએશન પણ આપી શકાય જેમ કે,બેલ સ્લીવ્ઝમાં એ સિમેટ્રિક હેમલાઇન આપી શકાય એટલે કે આગળથી બેલ સ્લીવ્ઝનો કર્વ નાનો અને પાછળથી બેલ સ્લીવ્ઝનો કર્વ થોડો લાંબો. આ સ્લીવ્ઝની પેટર્ન પહેરવા માટે તમે કોઈ ફલોઈ ફેબ્રિકની પસંદગી કરી શકો જેના લીધે બેલ સ્લીવ્ઝનો લુક સારો આવે. કફ્તાન સ્લીવ્ઝ – કફ્તાન સ્લીવ્ઝ એટલે કે જેમાં કોઈ જાતનું ફિટિંગ નથી હોતું. માત્ર આર્મ હોલથી લઈને બોડી પ્રમાણે સાઈડ પર જ સ્ટિચિંગ હોય છે. કફ્તાન પહેરવાથી શોલ્ડર પરથી જે સ્લીવ્ઝનો ભાગ હોય છે તે ડ્રોપ થઈ જાય છે તેથી હાથ દેખાતા નથી.અને શોલ્ડર લાઈન કટ થઈ જાય છે જેથી વધારે બ્રોડ નથી લાગતું. કફ્તાનમાં ઘણાં વેરિએશન આવે છે જેમકે, કોટનનાં કે ફલોઈ ફેબ્રિકનાં કે પછી લેન્થમાં વેરીએશન આવે જેમ કે ,શોર્ટ, ની લેન્થ, કાફ લેન્થ કે પછી ફૂલ લેન્થ. કોટન ફેબ્રિકમાંથી બનાવેલા કફ્તાનમાં જે ફિગર હોય તે જ લાગે અને ફલોઈ ફેબ્રિકમાંથી બનાવેલા કફ્તાન પહેરવાથી થોડા પાતળા હોવાનો આભાસ થાય. ફલોઈ ફેબ્રિકમાં પણ જીણી પ્રિન્ટ પસંદ કરવી જેથી કરી ઓવરઓલ લુક થોડો ટ્રિમ થાય. નેક્લાઈનમાં એમ્બ્રોઇડરી ન કરવી.જે કંઈ એમ્બ્રોઇડરી કે પેટર્ન કે બોર્ડરનો ઉપયોગ કરવો હોય તે ખાસ કરીને નીચેના પોર્શનમાં કરવો જેથી કરી ઉપરનો પોર્શન વધારે હેવી ન લાગે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button