લાડકી

શોએબ અખ્તર કરતાં માત્ર પાંચ કિલોમિટર દૂર છે

વિશેષ -મનન શાહ

લખનઊ એક્સપ્રેસ’ હવે રાવલપિંડી એક્સપ્રેસ’ની લગોલગ આવી રહ્યો છે
પાટનગર દિલ્હીનો ફાસ્ટ બોલર મયંક યાદવ દિલ્હી કેપિટલ્સની ટીમ વતી નહીં, પણ લખનઊ સુપર જાયન્ટ્સ વતી આઇપીએલમાં ધમાલ મચાવી રહ્યો છે. તેની લખનઊ એક્સપ્રેસ’ એટલી પૂરપાટ દોડી રહી છે કે તેની અને પાકિસ્તાનના રાવલપિંડી એક્સપ્રેસ’ વચ્ચે બહુ મોટું અંતર નથી એવું કહીએ તો ખોટું નથી.

૨૧ વર્ષના મયંકે મંગળવારે બેન્ગલૂરુમાં રોયલ ચેલેન્જર્સ બેન્ગલૂરુ સામેની મેચમાં એક બોલ કલાકે ૧૫૬.૭ કિલોમીટરની ઝડપે ફેંક્યો હતો. આઇપીએલની વર્તમાન સીઝનનો આ ફાસ્ટેસ્ટ બોલ છે. તે હવે ભારતના જ ફાસ્ટેસ્ટ બોલર મનાતા ઉમરાન મલિક (૧૫૭.૦)ની ખૂબ નજીકમાં છે, પણ સમય જતાં વિશ્ર્વના ફાસ્ટેસ્ટ બોલર્સની નજીક પણ પહોંચી જશે તો નવાઈ નહીં લાગે.

શોએબ અખ્તર (રાવલપિંડી એક્સપ્રેસ) કલાકે ૧૬૧.૩ કિલોમીટરની ઝડપે બોલ ફેંકવા બદલ વિશ્ર્વનો ફાસ્ટેસ્ટ બોલર છે. તેના પછી બીજા નંબરે ઑસ્ટ્રેલિયાનો શોન ટેઇટ (૧૬૧.૧ કિલોમીટર) તથા બ્રેટ લી (૧૬૧.૧ કિલોમીટર) છે અને ત્રીજા સ્થાને ઑસ્ટ્રેલિયાના જ જેફ થોમસન (૧૬૦.૬ કિલોમીટર) છે.

આઇપીએલના અને મયંકના ઘણા ફેન્સનું માનવું છે કે જો તે આ જ રીતે ઝડપી બોલિંગ કરતો રહેશે તો થોડા સમયમાં જ શોએબ અખ્તરનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખશે.

જોકે મયંકની બોલિંગની ઝડપને અત્યારથી જ શોએબની સ્પીડ સાથે સરખાવીને સોશિયલ મીડિયામાં જોક્સ અને મીમ્સ પણ વાઇરલ થયા છે. મયંકના એક ચાહકે એક્સ પર લખ્યું છે, મયંકની બોલિંગ જોઈને શોએબ અખ્તર કાંપી રહ્યો હશે.

આઇપીએલના ફાસ્ટેસ્ટ બોલર્સમાં શોન ટેઇટ (૧૫૭.૭) પહેલા નંબરે છે. લોકી ફર્ગ્યુસન (૧૫૭.૩) બીજા નંબરે અને ઉમરાન મલિક (૧૫૭.૦) ત્રીજા નંબરે છે. મયંક યાદવ (૧૫૬.૭) ચોથા ક્રમે અને ઍન્રિક નોર્કિયા (૧૫૬.૨) પાંચમા ક્રમે છે.

સોશિયલ મીડિયામાં મયંકની ભરપૂર પ્રશંસા થઈ રહી છે:

(૧) સૂર્યકુમાર: તેઝ ઔર તૂફાનીવોટ અ સ્પીડ. (૨) ડેલ સ્ટેન: ધેટ્સ અ સિરિયસ બોલ (૩) હર્ષા ભોગલે: તમે જે પણ કરી રહ્યા હો એ અટકાવીને મયંક યાદવની બોલિંગ જુઓ. લખનઊની ટીમને અભિનંદનતમે રત્ન શોધી કાઢ્યો છે.

એક્સ પર એક ક્રિકેટપ્રેમીએ પણ બહુ સરસ લખ્યું છે, દરેક વ્યક્તિ મયંક યાદવનો ફેન બની રહ્યો છે. કલ્પના કરોજૂનના ટી-૨૦ વર્લ્ડ કપમાં બુમરાહ અને મયંક સામસામા છેડેથી બોલિંગ કરશે તો બેટર્સની શું હાલત થશે!’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure