લાડકી

બોલો, આજે પાર્ટીમાં શુ પહેરશો?

ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર

આજે કે આવતી કાલે કે પછી ક્યારેય પાર્ટીમાં જવાનું આવે એટલે સૌથી પહેલો વિચાર આવે કે,શું પહેરશું? નવા ટ્રેન્ડ પ્રમાણે કે હજી ૨ મહિના પહેલાં જે ડ્રેસ લીધો હતો તે કે પછી ડ્રેસ કોડ વાઇસ. મેક અપ,હેર,એકસેસરીસ અને ફુટ વેરમાં શું પહેરશું…..?

જો તમે શાંતિથી વિચાર કરો તો જૂના ડ્રેસને પણ એ રીતે સ્ટાઈલિંગ કરી શકાય કે ડ્રેસ નવો જ લાગે.અને કદાચ જો અચાનક પાર્ટીમાં જવાનું આવે તો શું પહેરવું..?

-તો ચાલો જાણીયે પાર્ટીમાં શું અને કઈ રીતે પેહરી શકાય.

સૌથી પહેલાં તો તમે કઈ જગ્યાએ પાર્ટી કરવા જાવ છો તે મહત્ત્વનું છે.જો તમે કોઈ ક્લબમાં જવાના હોવ તો પ્રોપર પાર્ટી વેર પહેરવું પડે, જેમકે કોઈ બ્લેક ડ્રેસ…બ્લેક ડ્રેસ હંમેશાં સારો જ લાગે. તમારી બોડી ટાઈપ પ્રમાણે તમે બ્લેક ડ્રેસની લેન્થ પસંદ કરી શકો.જો તમારું શરીર ભરેલું હોય તો બહુ શોર્ટ ડ્રેસ ન પહેરવો, વધારે જાડા લાગશે.જો કે બ્લેક ડ્રેસ તમારી એક્ચ્યુઅલ બોડી લાઈન ટ્રિમ કરી નાખે છે એટલે તમને થોડા પાતળા હોવાનો અથવા તો વધારે જાડા ન લાગવાનો આભાસ થાય છે. જો તમે પાતળા હોવ તો બ્લેક ડ્રેસમાં ઘણી વેરાઈટી આવે છે.મોટે ભાગે પાર્ટીમાં બ્લેક,રેડ,ગોલ્ડન, ડાર્ક બ્રાઉન,ઓલિવ ગ્રીન અથવા રોયલ બ્લ્યુ જેવા સોલિડ કલરની પસંદગી કરે છે.સોલિડ કલર્સ તમને એક કોન્ફિડન્સ આપે છે અને ક્રાઉડમાં તમે સ્ટેન્ડ આઉટ પણ થાવ છો.સોલિડ કલર્સ સાથે એકસેસરી પણ આસાનીથી મિક્સ એન્ડ મેચ કરી શકાય.જો તમને વન પીસ ડ્રેસ ન પહેરવો હોય તો તમે સ્કર્ટ એન્ડ ટોપ પણ પહેરી શકો. તમને જે ડ્રેસમાં કમ્ફર્ટેબલ લાગે તે ડ્રેસ તમે પહેરી શકો.જો તમારું શરીર સુડોળ હોય તો તમે વન શોલ્ડર ડ્રેસ પહેરી એક અલગ લુક આપી શકો.કની લેન્થ સ્કર્ટ સાથે બોડી હગિંગ કલોઝ નેકનું ટી શર્ટ પણ સારું લાગે.કોઈ લુઝ શોર્ટ અથવા લોન્ગ ડ્રેસ પહેરવો અને તે ડ્રેસને પરફેક્ટ લુક આપવા સ્ટ્રેચેબલ બેલ્ટ પહેરી શકાય.પાર્ટીમાં જેટલો તમે ફિટિંગ વાળો ડ્રેસ પહેરો તેટલા જ તમે વ્યવસ્થિત લાગશો પછી ગમે તે કલર કેમ ના હોય. વેલ ફિટેડ ડ્રેસ સાથે સ્ટ્રેટ હેર અથવા હેરમાં સોફ્ટ કર્લ્સ લુક સારો લાગશે
જો કલોઝ નેક હોય તો કાનમાં માત્ર ટોપ્સ સારા લાગશે અને જો ઓપન નેક હોય તો તમારા ફેસને અનુરૂપ લોન્ગ કે શોર્ટ ઇઅર રિંગ પહેરી શકાય. જો તમે ઓફ શોલ્ડર બ્લેક ડ્રેસ પહેરવાના હોવ તો ગાળામાં ૪ ઇંચ કે ૬ ઇંચ પહોળો નેકલેસ પહેરી એક યુનિક લુક આપી શકો. જો તમે મીડ એજમાં હો તો લોન્ગ ગાઉન પહેરી એક એલિગન્ટ લુક આપી શકો.ફ્લોર લેન્થ ગાઉન પહેરવાનું ટાળવું , ડાન્સ કરવામાં નડશે… . જો તમને શોર્ટ ડ્રેસમાં કમ્ફર્ટેબલ ન લાગતું હોય તો બ્લેક પ્લાઝો અથવા બ્લેક બોડી હગિંગ લેધર પેન્ટ પહેરી શકો. બ્લેક પ્લાઝો સાથે કોઈ પણ કલરનું શિમર ટોપ પેહરી શકાય અથવા કોઈ ફલોઈન્ગ ફેબ્રિકમાં ફ્રિલ કે લેયર્સવાળું ટોપ સારું લાગી શકે. શિમર ટોપ પહેરવું કે ફેન્સી ટોપ પહેરવું એ તમે તમારી બોડી ટાઈપ પ્રમાણે નક્કી કરી શકો.લેધર પેન્ટ સાથે સિલ્ક કે શોફોન ફેબ્રિકનું શર્ટ એક અલગ જ લુક આપશે.

જો તમારું શરીર ખૂબ ભરેલું હોય તો લેધર પેન્ટ ન પહેરવા,તમારા બોડીનો આખો હૂબહૂ શેપ દેખાશે જે ખૂબ ખરાબ લાગશે. જો તમે લેધર પેન્ટ પહેરવાના હોવ તો તેની સાથે નિટ લુક વધારે સારો લાગશે એટલે કે હાઈ પોની સાથે કાનમાં ડાયમન્ડ સ્ટડ. ન્યૂડ અથવા કોન્ટ્રાસ્ટ લિપ્સ્ટીક એક કમ્પ્લીટ લુક આપી શકે.

હા, જો તમે હાઉઝ પાર્ટી કરવાના હોવ તો ઓપશનસ ઘણા છે.હાઉઝ પાર્ટી કે વીલા પાર્ટીનો એડવાન્ટેજ એક જ છે કે તમે તમારા પોતાના મિત્ર વર્તુળ સાથે છો.જ્યાં પાર્ટી કરતા સાથે હોવાનો આનંદ વધારે છે.જ્યાં દેખાદેખી નથી.તમે બધા સાથે ડિસાઈડ કરી શકો કે શું પહેરવું છે. પ્રોપર પાર્ટી વેરની બદલે કલર થીમ પણ રાખી શકાય, જેમકે રેઈનબો થીમ જેમાં બધા જ કલરફુલ ડ્રેસ પહેરી શકો.બ્લેક એન્ડ વાઈટ કે જે એક કલાસિક થીમ છે જે ક્યારે પણ આઉટ ઓફ ફેશન થતી નથી અને લાગતી પણ નથી.અને સૌથી મોટી વાત મેલ અને ફિમેલ બન્ને પર બ્લેક એન્ડ વાઈટ થીમ સારી લાગે છે. કલર થીમ સિવાય તમે ડ્રેસ થીમ પણ રાખી શકો જેમકે,કોર્ડ સેટ થીમ જેમાં બધીજ લેડીસ એક સરખી પેટર્ન વાળા કોર્ડ સેટ પહેરી શકે. કોર્ડ સેટ એટલે લોન્ગ ફ્રન્ટ ઓપન શર્ટ સાથે સ્ટ્રેટ પેન્ટ. આમાં પ્લેન અને પ્રિન્ટેડ ઓપશન આવે છે. અથવા તો પજામા પાર્ટી પણ કરી શકાય.જેમાં કલરફુલ પજામા સાથે કોઈ પણ પ્લેન કલરનું ટી-શર્ટ સારું લાગી શકે. અથવા ટ્વિનિંગ પણ કરી શકાય. ટ્વિનિંગ એટલે બે જણ સરખા કપડાં પહેરવાના.કપલ ટ્વિનિંગ પણ કરાય. એકસેસરી થીમ પણ રાખી શકાય,જેમકે કેપ,હેટ, પોમ પોમ, અલગ અલગ શેપના ગોગલ્સ ,કેરેક્ટર માસ્ક વગેરે.

એક વાતનું ધ્યાન રાખો : પાર્ટી ક્લ્બમાં હોય કે પ્રાઇવેટ તમને જે ડ્રેસમાં કમ્ફર્ટેબલ લાગતું હોય તે જ પહેરવું. કોઈનું જોઈ દેખા દેખી કરવી નહિ .પાર્ટીમાં જવાનું હોય એટલે પ્રોપર તૈયાર પણ થવાનું .જો સરસ ડ્રેસ પહેર્યો હોય અને તમે સરખા તૈયાર ન થયા હોવ તો આખા લુકની મજા મારી જશે.પાર્ટીમાં જવા માટે ટોપ ટુ બોટમ લુક પર્ફેકટ જ હોવો જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ