લાડકી

બોલો, બ્લેક ઓર વાઈટ?

ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર

વાઈટ એન્ડ બ્લેક એક ક્લાસિક- સદાબહાર કલર છે ,જે ક્યારે પણ આઉટ ઓફ ફેશન થતા નથી.બ્લેક એન્ડ વાઈટ કોઈ પણ કલર સાથે મિક્સ એન્ડ મેચ કરી શકાય.
બ્લેક એન્ડ વાઈટ એટલે પોઝિટિવ અને નેગેટિવ અથવા લાઈટ અને ડાર્ક.બ્લેક એન્ડ વાઈટ કલર કોમ્બિનેશન સાથે પહેરવા માટે એક આગવી ફેશન સૂઝ હોવી જોઈએ તેમજ એક ચોક્કસ પર્સનાલિટી પણ હોવી જોઈએ. બ્લેક એન્ડ વાઈટ કલર કોમ્બિનેશન માટે એક ફેશન સ્ટેટમેન્ટ વપરાય છે, જેને, ‘મોનોક્રોમ આઉટફિટ’ કહે છે એટલે કે આખો આઉટફિટ એક જ કલરમાં હોય એટલે કે આખો આઉટફિટ વાઇટ કલરમાં અથવા આખો આઉટફિટ બ્લેક કલરમાં…
ચાલો, જાણીએ બ્લેક એન્ડ વાઈટ કલરને કઈ જુદી જુદી રીતે પહેરી શકાય.

પ્રિન્ટ
બ્લેક એન્ડ વાઇટમાં ઘણી જુદી જુદી પ્રિન્ટ આવે છે એમ પણ કહી શકાય કે એવી એક પણ પ્રિન્ટ નહીં હોય કે જેમાં બ્લેક એન્ડ વાઈટ કલર ન વપરાયા હોય.બ્લેક એન્ડ વાઇટમાં મોટા ભાગે ચેક્સ,સ્ટ્રાઈપ અને ફ્લોરલ પ્રિન્ટનો ઉપયોગ થાય છે. બ્લેક એન્ડ વાઇટમાં થિન અને બોલ્ડ સ્ટાઇપ તો કોમન છે જ અને તમારી પર્સનાલિટીને અનુરૂપ તમે સ્ટ્રાઈપની પસંદગી કરી શકો.ચેક્સ પ્રિન્ટમાં વેસ્ટર્ન ટોપ,શર્ટ ડ્રેસ અથવા બ્લેઝર ડ્રેસ પહેરી શકાય.બ્લેક એન્ડ વાઈટ ચેક્સ પ્રિન્ટ સિલેક્ટ કરતી વખતે ધ્યાન રાખવું કે,ચેક્સ સાઈઝ બહુ મોટી ના હોય.ચેક્સની સાઈઝ મીડિયમ સિલેક્ટ કરવી.વાઈટ એન્ડ બ્લેક કલર કોમ્બિનેશનમાં ફ્લોરલ પ્રિન્ટ ખૂબ કોમન છે એટલે કે બહુ આસાનીથી માર્કેટમાં મળી જાય છે.

ફ્લોરલ પ્રિન્ટનું સિલેક્શન તમારા બોડી ટાઈપ પ્રમાણે કરવું, જેમકે જો તમારું શરીર સુડોળ હોય તો તમે ફલોરલ પ્રિન્ટમાં બોલ્ડ પ્રિન્ટ સિલેક્ટ કરી શકો ને જો તમારું શરીર ભરેલું હોય તો ખાસ કરીને ફ્લોરલ પ્રિન્ટમાં ઝીણી બુટ્ટીવાળી ડિઝાઇન અથવા ઝીણી જાલ પ્રિન્ટ પસંદ કરવી. ફ્લોરલ પ્રિન્ટના વેસ્ટર્ન ડ્રેસમાં જો તમે ફ્રિલ એડ કરશો તો ડ્રેસને એક ડેલિકેટ લુક મળશે.બ્લેક એન્ડ વાઈટમાં પોલ્કા ડોટ ખૂબ સુંદર લાગે છે.પોલ્કા ડોટમાં વેસ્ટર્ન ટોપ અથવા કની લેન્થ ડ્રેસ વધારે જોવા મળે છે.પોલ્કા ડોટ્સ ડ્રેસ કોલેજ ગોઈંગ યુવતીઓ પર વધારે સારા લાગે છે.

ઓન્લી વાઈટ
ઓન્લી વાઈટ એટલે આખો ડ્રેસ વાઈટ અથવા ટોપ અને બોટમ વાઈટ.વાઈટ એટલે પોઝિટિવિટી,શાંતિ,પ્યોરિટી અને ઇનોસન્સ.ઓન્લી વાઈટ એ એક ક્લાસ ચોઈસ છે. બહુ ઓછા ઓન્લી વાઈટ ડ્રેસનું મહત્ત્વ સમજી શકે છે અને તેને કેરી કરી શકે છે.ઓન્લી વાઈટ પહેરવાથી તમારી બોડી ફ્રેમ જે હોય તે જ લાગે છે.મોટા ભાગે ઓન્લી વાઈટ ડ્રેસને બધા સમર વેર તરીકે ગણાવે છે, પરંતુ કોઈ સારા ફંક્શનમાં વાઈટ ડ્રેસ તમારી આગવી ઓળખ ઊભી કરે છે.વાઈટ ડ્રેસ ખૂબ જ સોબર લુક આપે છે.

વાઈટ ડ્રેસના ફેબ્રિકની પસંદગી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું.વાઈટ ડ્રેસ ખાસ કરીને કોટન, લિનન અથવા અવરગંડી ફેબ્રિકમાં વધારે ઇમ્પ્રેસિવ લાગશે.વાઈટ ડ્રેસમાં એસિમેટ્રિક હેમ લાઈનવાળા ડ્રેસ ખૂબ સ્માર્ટ લુક આપે છે.વાઈટ ડ્રેસ સાથે એક્સેસરીસની એટલી જરૂર નથી પડતી પરંતુ કોઈ સ્ટેટમેન્ટ જ્વેલરી પહેરવી હશે તો તે સારી પણ લાગશે.ઓન્લી વાઈટ સાથે સિલ્વર,ઓક્સિડાઈસ જ્વેલરી તો સારી લાગે જ છે પરંતુ કોઈ કોન્ટ્રાસ્ટ જ્વેલરી પણ સારી લાગશે. મેકઅપમાં પણ ન્યૂડ શેડનો ઉપયોગ કરવો અથવા કોન્ટ્રાસ્ટ શેડનો ઉપયોગ કરવો.તમારા સ્કિન ટોનને અનુરૂપ તમે વાઈટ ડ્રેસ સાથે મેકઅપના શેડની પસંદગી કરી શકો.

ઓન્લી બ્લેક
આમ તો બ્લેક કલરને નેગેટિવ માનવામાં આવે છે, પણ બીજી સાઈડ એ છે કે બ્લેક એ એક પાવરફુલ કલર છે.બ્લેક એન્ડ બ્લેક એ એક સ્ટેટમેન્ટ લુક છે,એક સોલિડ લુક છે અથવા એમ પણ કહી શકાય કે બ્લેક એન્ડ બ્લેક એ એક ઈમ્પ્રેસિવ લુક છે.કોઈ ફંક્શનમાં જવાનું હોય અને તમને કઈ સુઝતું ન હોય તો બ્લેક એન્ડ બ્લેક પહેરી એક અલગ જ લુક ક્રિએટ કરી શકાય.બ્લેક એન્ડ બ્લેકને કેરી કરવા માટે એક ચોક્કસ પર્સનાલિટી જરૂર હોવી જોઈએ .

જો બ્લેક ડ્રેસને અપ ટુ ડેટ પહેરવામાં આવે તો ખૂબ જ એલિગન્ટ લાગે છે.બ્લેક કલર તમારા બોડી ટાઇપને ટ્રિમ કરે છે.બ્લેક ડ્રેસ સાથે ન્યૂડ શેડમાં જ મેકઅપ કરવો અથવા કોન્ટ્રાસ્ટ કલરમાં,ડિપેન્ડિંગ કે તમારી સ્કિન ટાઈપ શું છે.બ્લેક કલર સાથે નો એક્સેસરી લુક તો સારો લાગે જ છે ,પરંતુ જો એક્સેસરી પહેરવી હોય તો મિનિમલ જ રાખવી.બ્લેક સાથે સિલ્વર,રોઝ ગોલ્ડ અને ઓક્સોડાઇસ એક્સેસરીઝ પહેરી શકાય.

પોપ અપ કલર
પોપ અપ કલર એટલે એક અલગ જ કલર, જે આખા આઉટફિટને એન્હાન્સ કરે.બ્લેક એન્ડ વાઈટ કલર સાથે આમ તો બધા જ કલર સાથે મિક્સ એન્ડ મેચ કરી શકાય,પરંતુ આઉટફિટને એક અલગ અથવા આઉટફિટને નિખારવા માટે અથવા તો આખા આઉટફિટને બ્રેક કરવા માટે એક સ્પેસિફિક કલરનો ઉપયોગ થાય છે તેને ‘પોપ અપ કલર’ કહે છે..બ્લેક એન્ડ વાઈટ સાથે ખાસ કરીને શોકિંગ પિન્ક,સની યેલ્લો,પેરોટ ગ્રીન,બ્રાઇટ ઓરેન્જ,રોયલ બ્લ્યુ જેવા કલરનો ઉપયોગ થાય છે ,જેને લીધે આખો આઉટફિટ નીખરીને આવે છે.મોટા ભાગે બ્લેક એન્ડ વાઈટ પ્રિન્ટ સાથે પોપ કલરની એક્સેસરીઝ પહેરવામાં આવે છે, જેમકે ક્લચ,બેલ્ટ અથવા શૂઝ. જો તમારું શરીર સુડોળ હોય અને તમારો સ્કિન ટોન પણ ઉજળો હોય તો તમે પોપ અપ કલરમાં લિપસ્ટિક કરીને એક આગવો લુક આપી શકો.વાઈટ એન્ડ બ્લેક કલર કોમ્બિનેશન સાથે મેકઅપમાં જો પોપ અપ લુક આપવો હોય તો તમને ફેશનની આગવી સૂઝ હોવી જરૂરી છે. કોઈ ફોટા જોઈને આંધળું અનુકરણ કરવું નહિ.

-તો આવી ‘રંગીન’ છે ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ની દુનિયા!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…