સ્ત્રીનાં તમામ સ્વરૂપમાં સૌથી સુંદર, સૌથી પવિત્ર રૂપ માતાનું…

ફોકસ -ઝુબૈદા વલિયાણી
– એક માતા સો શિક્ષક બરાબર છે.
– ઘોડે ચડનાર બાપ મરજો, પણ રેંટિયા કાંતનાર મા ન મરજો.
– મા તે મા બીજા વગડાના વા…!
* માતાનો મહિમા ગાતાં કાવ્યો, કહેવતો,
* કથાઓ અને રૂઢિપ્રયોગો દુનિયાભરની ભાષાઓમાં છે.
– ગઝલ ગાયક (મર્હુમ) જગજિતસિંહે ગીતકાર જાવેદ અખ્તર સાબની થોડી રચનાઓ સ્વરબદ્ધ કરીને ગાઈ. એમાં એક ગીત છે. મુઝે યકીં હૈ સચ કહતી થી જોભી અમ્મી કહતીથી. જબ મેરે બચપન કે દિન થે ચાંદ મેં પરિયાં રહતી થી….
– સ્ત્રીનાં તમામ સ્વરૂપોમાં સૌથી સુંદર.
* સૌથી પવિત્ર રૂપ * માતાનું છે.
… અને એટલે જ સ્ત્રી ઉછેર અત્યંત વિકટ કાર્ય છે.
– પુરુષ અને સ્ત્રીના ઉછેરમાં આસમાન જમીનનો ફરક છે.
– સ્ત્રીને શારીરિક અને માનસિક રીતે કુદરતે ઘણા ફેરફાર બક્ષ્યા છે.
– સ્ત્રીનો શારીરિક વિકાસ થવા સાથે એના વ્યક્તિત્વમાં ઘણાં પરિવર્તનો આવે છે.
– છોકરો તો રઝળી રખડીને ફૂટપાથ પર મોટો થઈ શકે છે. છોકરી સડક પર મોટી ન થઈ શકે. એના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ એક ધીરજભરી તપસ્યા માગી લે છે.
* એટલે સ્ત્રીઓની સંસ્થાઓ,
* નારી નિકેતનો,
* મહિલા આશ્રમો જાણ્યે-અજાણ્યે પોતાના ખભા પર બહુ મોટી જવાબદારી લઈને કામ કરે છે તેઓને આ અખબારની ‘લાડકી’ પૂર્તિ દ્વારા આ લેખિકાના પ્રણામ.
******
સુખ કે સબ સાથી જિંદગી! નહોતી ખબર કે માત્ર તું તો છે ગણિત! એક પગલું ખોટું ને ખોટી જ આખો દાખલો! મનસુખલાલ ઝવેરી સાહેબની ઉપરોક્ત પંક્તિઓ એ સમજ આપે છે કે, જીવનમાં આપણે ઘણી વાર સરવાળા-બાદબાકી કે ગુણાકાર-ભાગકાર કરવા પડે. સારા સંબંધો રાખનારાઓ સાથે આપણો સંબંધ અનેકગણો વધારીએ છીએ, જ્યારે સ્વાર્થી સંબંધીઓ સાથેનો સંબંધ ટૂંકાવીએ છીએ. ઘણી વખત તેમની બાદબાકી જ કરીએ છીએ એટલે એવા સ્વાર્થી મિત્રો કે સંબંધીઓ સાથે જીવનમાં, તેમના સ્વાર્થને કારણે ઘર્ષણ નહીં થાય.
* જીવનમાં સારા મિત્રો તો હોવા જ જોઈએ.
* એવા મિત્રને વિશ્ર્વાસુ મિત્રોની યાદમાં ઉમેરતા જઈએ છીએ આવું સામાજિક ગણિત જીવનમાં જરૂરી છે.
* જીવન પણ ગણિતનો એક દાખલો જ છે.
* દાખલો ગણવામાં એનું દરેક પગલું યોગ્ય સ્થાને હોવું જોઈએ. જો એક પગલું પણ ખોટું ભર્યું તો આખો દાખલો જ ખોટો પડે છે.
* જીવનનું પણ એવું જ છે.
* જીવનમાં ઘણા મિત્રો-બહેનપણીઓ
મળે છે.
* કેટલાક સુખી સમયના સાથી હોય છે. તેઓ સારો સમય વિદાય થાય તે સાથે જ વિદાય થઈ જાય છે.
– જ્યારે કેટલાક સુખ-દુ:ખના સમયમાં પણ સાથે જ રહે છે. એવા મિત્રો-બહેનપણીઓ જ સાચા સંગાથી ગણાય.
* કેટલાક મિત્રો પગરખાં જેવા હોય છે. ગમે તેવા સંજોગોમાં તેઓ સાથે જ રહે છે. ગરમીમાં કે વરસાદમાં પગરખાં પગ સાથે રહે છે અને પગનું રક્ષણ કરે છે.
* જ્યારે કેટલાક ચપ્પલ જેવા હોય છે.
* ચપ્પલ સાથે રહે છે પણ પાછળ છાંટા ઉડાડતા રહે છે. સુખ કે સબ સાથી દુ:ખ મેં ના કોઈ…!
બોધ:
– જીવનમાં સૌથી મહત્ત્વનું પગલું તો સાચા અને વિશ્ર્વાસુ મિત્રોને સાથે રાખીને તેમની સાથે લાગણીના સંબંધો વધુ સંગીન કરવાનું છે.
*****
બિખરે મોતી
* ધર્મ એ પિતા છે, ધર્મ એ મા છે.
* પત્નીની પસંદગી હોય, માની પસંદગી હોય નહીં.
* ધર્મ બદલી ન શકાય.
* ભગવાન ભક્તોને ખૂબ માન આપે છે.