લાડકી

સમર વેર રેડી છે?

ઓફિસમાં જતી યુવતીઓ લુઝ સ્ટ્રેટ પેન્ટ સાથે કોઈ પણ લાઈટ કલરના શર્ટ્સ પહેરી શકે અથવા પ્લેન પેન્ટ સાથે સોબર ફ્લોરલ પ્રિન્ટના શર્ટ કે ટોપ્સ પહેરી શકાય.

ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર

સમર વેર એટલે ગરમીમાં પહેરાતાં કપડાં. માત્ર કપડા જ નહિ પણ એકસેસરીઝ પણ સમર વેર માટે અલગ હોય છે. એકસ્ટ્રા શોપિંગ કરવાની જરૂર નથી. પોતાના જ વોર્ડરોબમાંથી સમર વેર માટે કપડાં નક્કી કરી શકાય. સમર વેર એટલે ખાસ કરીને લાઈટ કલરના કપડાં અને પ્રિન્ટ પણ સોબર પહેરવી. જેમકે , ફ્લોરલ પ્રિન્ટ,સેલ્ફ ટુ સેલ્ફ પ્રિન્ટ વગેરે. ચાલો જઈને ગરમીમાં કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ જેને લીધે ગરમીમાં વધારે તકલીફ ના થાય .

કપડાં – ગરમીમાં ખાસ કરીને લુઝ કપડાં પહેરવા જેમકે ,સલવાર પ્લાઝો,સ્કર્ટ, લેગિંગ અથવા ટાઈટ પેન્ટ પહેરવાથી રેશીશ આવી શકે. સલવાર અને પ્લાઝો લુઝ હોવાથી શરીરને ચોંટતા નથી જેથી ગરમી થતી નથી. સલવાર અને પ્લાઝો સાથે ખાસ કરીને લાઈટ કલરના ટોપ્સ કે કુર્તી પહેરવી. બ્રાઇટ કલરમાં ગરમી વધારે થાય છે. ગરમીમાં લાઈટ કલર પહેરવાથી એક સોબર લુક આવે છે અને સારું પણ લાગે છે. ઓફિસમાં જતી યુવતીઓ લુઝ સ્ટ્રેટ પેન્ટ સાથે કોઈ પણ લાઈટ કલરના શર્ટ્સ પહેરી શકે અથવા પ્લેન પેન્ટ સાથે સોબર ફ્લોરલ પ્રિન્ટના શર્ટ કે ટોપ્સ પહેરી શકાય. ઓફિસમાં ફ્લોરલ પ્રિન્ટના શર્ટ ડ્રેસ પહેરી શકાય.કોલેજમાં જતી યુવતીઓ પ્લાઝો સાથે સ્લીવલેસ ટોપ પહેરી શકે. ગરમીમાં ટાઈટ કપડાં પહેરવાથી અકળામણ થાય છે. તેથી કરી લુઝ કપડાં પહેરવા. ગરમીમાં ફ્લોરલ પ્રિન્ટના કની લેન્થ ડ્રેસ ખૂબ સુંદર લાગશે. ઝીણી બુટ્ટી વાળા ડ્રેસ અથવા ફ્લોરલ પ્રિન્ટવાળા જમ્પ સૂટ એક પેર્ફેકટ સમર ડ્રેસ લાગી શકે.જો તમારું શરીર સુડોળ હોય તો તમે શોર્ટ્સ પહેરી શકો .તમારા બોડી ટાઈપ પ્રમાણે લુઝ ટી-શર્ટ કે ટોપ્સ શોર્ટ્સ સાથે પેહરી શકાય. શોર્ટ્સ, જમ્પ સૂટ ,ડ્રેસ વગેરે કોટન ફેબ્રિકમાં સિલેક્ટ કરવું . રેયોન ફેબ્રિકના કપડાં ઉનાળામાં પહેરવા માટે બેસ્ટ ઓપશન છે.રેયોન ફેબ્રિકના પાયજામા પણ પહેરી શકાય. ગૃહિણીઓ સલવાર સાથે કોટન ફેબ્રિકની કુર્તીઓ પહેરી શકે.

એકસેસરીઝ – ઉનાળામાં સન ગ્લાસ ,સ્કાર્ફ, હેટ કે કેપ હાથવગા જ રાખવા.ઉનાળામાં એક નિયમ રાખવો કે,સન ગ્લાસ પહેર્યા વગર બહાર નીકળવું નહિ. ઉનાળામાં જો સન ગ્લાસ ન પહેરીયે તો આંખ ડ્રાય થાય છે અને ઈંફેક્શનનો ભય રહે છે તેથી ખાસ કરીને સન ગ્લાસ પહેરવા જેથી કરી આંખ ડ્રાય ન થાય અને ઇન્ફેક્શન પણ ન થાય. જે યુવતીઓ ટુ વહીલર ચલાવે છે તેઓ તો સ્કાર્ફ પહેરે છે પરંતુ તમે ઉનાળામાં બહાર નીકળો એટલે સ્કાર્ફ તો પહેરવાનો જ. સ્કાર્ફ પહેરવાથી તમારા વાળ અને ત્વચા બન્નેનું રક્ષણ થાય છે. સ્કાર્ફ પહેરવાથી તમારી ત્વચા ટેન અને રુક્ષ નથી લાગતી. આમ તો પ્લેન વાઈટ સ્કાર્ફ અથવા તો કોઈ પણ લાઈટ કલરનો સ્કાર્ફ પહેરી શકાય અને જો તમને સ્કાર્ફમાં અલગ લુક આપવો હોય તો સ્કાર્ફ પહેરવાની જુદી જુદી સ્ટાઇલ અપનાવી શકાય. જેથી કરી તમારો લુક મોનોટોનસ ન લાગે. જો તમે કોઈ પિકનિક પર જતા હોવ તો કેપ કે હેટ સાથે રાખવી. કેપ અને હેટ એક ટ્રેન્ડી અને હટકે લુક તો આપે જ છે સાથે સાથે વાળ અને સ્કિનનું રક્ષણ પણ થાય છે.ે

સ્કિન કેર – ઉનાળામાં સ્કિન કેર એટેલ સનસ્ક્રીન લગાડ્યા વગર બહાર ન જવું. તમે કોઈ લગ્નમાં પણ જાવ તો સૌ પ્રથમ મોઇસ્ચરાઇઝર લગાડવું ત્યાર બાદ સન સ્ક્રીન લગાડીને જ મેક અપ કરવો. થોડા થોડા અંતરે ડી – ટેન ફેશિયલ કરાવવું. ઘરમાં કોલ્ડ કોમ્પ્રેસ પણ આપી શકાય. કોલ્ડ કોમ્પ્રેસ એટલે ફેસ પર બરફ લગાડવો. અથવા તો મુલતાની માટીમાં રોઝ વોટર નાખી પેક લગાડવો. આ બહુ જૂનો નુસખો છે પરંતુ ગરમીમાં બહુ કામનો છે. તમારી સ્કિનને અનુરૂપ તમે અલગ અલગ ફેસ પેક લગાવી શકો. ગરમીમાં હેવી મેક અપ ન કરવો. ખૂબ પાણી પીવું , જ્યુસ અને જ્યુસી ફ્રૂટનું સેવન કરવું . દિવસમાં બે વખત ઠંડા પાણીથી નાહવું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…