લાડકી

તરુણાવસ્થાએ ‘હા’થી ‘ના’ સુધીની સફર…

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

ઘરમાં એક ટીનએજ સંતાન હોય એટલે ઘરના લોકોને બસ, સવારથી રાત સુધી સતત એને જ ટોકવાનું વણકહ્યું કામ હાથે લાગી જતું હોય છે. એમાંય, મા માટે તો ઊઠતાવેંત સંતાનો સાથે દરેક વાતમાં હા-ના, હા-ના કરતાં દિવસ ક્યારે પૂરો થઈ જાય એનો ખ્યાલ પણ ના રહે.

વાચાની મમ્મી અનિષા પણ આમાંથી બાકાત નહોતી. ટીનએજના રંગે સાંગોપાંગ રંગાયેલી વાચા આજકાલ અનિષાની એકપણ વાત માનતી નહીં. અનિષા એને knowledgeઆપવાના પ્રયાસ કરે પણ વાચાને તે વિરોધનો No’ જ લાગતો. એક રીતે જોઈએ તો know અને No ના ઉચ્ચાર સરખાં, પણ અર્થ ભિન્ન.

એક બાળકને સમજવાનું શીખવે તો બીજું એને રોકે. કહે છે ને કે, આ દુનિયામાં પોતાનું બાળક હોવું એટલે જાણે શરીરની બહાર ધબકતું તમારું ધબકતું બીજું હૃદય ! એને સાચવી રાખવું એ પેરેન્ટ્સની સૌથી મોટી જવાબદારી હોય છે. એટલે ‘આ ના કરવું ’- ‘આમ ના જવું’- ‘અહીં ના આવવું’ , વગેરે જેવાં અનેક નકારભર્યા વાક્ય આપણે સંતાનને સતત કહેતા રહીએ… જાણે નકાર કે નનૈયો જ આ દુનિયામાં એમને સુરક્ષિત રાખવાનો એકમાત્ર રસ્તો હોય !

જો કે, આવું કરવાથી મા-બાપને ટીનએજ સંતાન પાસે અળખામણા થતા વાર નથી લાગતી… જ્યાં એક તરફ સુરક્ષા છે તો બીજી તરફ સુનામી.

બસ, આજ બેધારી તલવાર પર અનિષા ચાલી રહી હતી, જેને એક નહીં, પણ ત્રણ બાળક હતાં. મોટી દીકરી વાચા અને નાના ટ્વિન્સ દીકરા, જેમનું જતન કરવામાં એ દરેક વાક્ય ના કે નકાર સાથે જ બોલતી. જો કે, અનિષાને એવું કરવું ગમતું નહીં, પરંતુ એની પાસે બીજો કોઈ ઉપાય નહોતો. ક્યારેક લાગતું કે પોતે સમય જતાં કેવી રીતે”Yes girl’ માંથી”No mom’બની ગઈ!
યુવાનીમાં પોતાની પોઝિટીવિટી માટે ગર્વ લેતી. દરેક વાતમાં ‘યસ.. યસ..યસ’ બોલતી રહેતી. નવું શીખવામાં- નાવીન્ય અપનાવવામાં- જીવનમાં બધે જ હકાર એનો પર્યાય હતો. નસીબવંતી પણ એવી કે એને પોતાના જીવનસાથીના રૂપમાં યસ ‘પાર્ટનર’ મળેલો યુવાન આકાશ પણ આવો જ સકારાત્મક . અનિષા કહે એ દરેક વાતમાં આકાશ અત્યંત સપોર્ટિવ ને અને સ્પોર્ટિંગ . એમનું જીવન અવનવાં સાહસ-મોજ-મજા અને નાવીન્યથી ભરેલું રહેતું. સ્કાય ડાઈવિંગ હોય કે રોક ક્લાયમ્બિંગ… અનિષા તો જાણે ક્યાંય અટ્કયા વગર મસ્તમૌલા માફક જીવ્યા કરતી, પણ પછી પેરેન્ટ્સ બન્યા અને એમાંય એક ટીનએજ સંતાનના.

એમાં તો એ બન્નેની હાલત એવી થઈ ગઈ કે, No became their new Yes’ના પાડવી એ એમની જિંદગીઓનો જાણે નવો પર્યાય બની ગયો.

આકાશને ઘરમાં એકદમ ખુશમિજાજ ફન ડેડ બનીને રહેવું હતું માટે બાળકોને રોકવા-ટોકવાની સઘળી જવાબદારી અનિષાના શીરે આવી પડેલી. જો કે અનિષા બહુ જ ઝડપથી એનાથી ટેવાય ગયેલી, કારણ કે બાળકોને અતિશય ચાહતી અનિષા માટે તો જીવનનું મુખ્ય ધ્યેય જ બાળકો હતાં એટલે એ તો એમની નાની નાની વાતમાં પણ ટોક-ટોક કરવામાં કંઈજ બાકી રાખતી નહીં. જો કે, એની ટીનેજર મોટી દીકરી વાચાને તો હવે અનિષા દ્વારા થતી સતત ટકોર માન્ય નહોતી. એના મનમાં માનો નકાર નોર્મલ નહીં, પણ એબનોર્મલ લાગવા માંડ્યો છે.

એવામાં સ્કૂલના આર્ટ એક્ઝિબિશન દરમિયાન વાચાએ અનિષાને ‘મોન્સ્ટર મમ્મા’ (શેતાન મમ્મી! ) તરીકે ચીતરેલી એ જોઈને અનિષા તો અંદરથી ખળભળી ઊઠી. મનોમન બસ, એક જ વિચાર ઘુમરાતો રહ્યો કે, ‘પહેલા હું કેટલી પોઝિટીવ હતી અને આજે મારા જ બાળકો મને મોનસ્ટર સમજવા લાગ્યા છે!’

આ વાતે અત્યંત દુ:ખી અનિષાને વાચાની જ સ્કુલના મનોવિજ્ઞાનના શિક્ષક દ્વારા એક નવતર ઉપાય સુઝાડવામાં આવ્યો : વાચા જો અમુક દિવસો સુધી તમારું બધું જ કહ્યું માને તો વચ્ચે એક દિવસ એનેyes day આપવો. એ દિવસે એક પણ વાતમાં આકાશ- અનિષાએ વાચાને રોકવી-ટોકવી નહીં કે કોઈ વાતે ના પાડવી નહીં. ટીનએજમાં પ્રવેશેલી વાચા બડી ચાલાક હતી. એણે ‘યસ-ડે’ નો બરોબર ફાયદો ઉઠાવ્યો. માતા-પિતાને હેરાન પરેશાન કરવામાં કંઈજ બાકી રાખ્યું નહીં. એ દિવસ માટે એણે એવા એવા અવનવા નૂસખા ઘડ્યાં કે જેમાં અનિષા ના પાડ્યા વગર રહે જ નહીં અને સાથોસાથ વાચાએ એવી શરત પણ મૂકી કે જો અનિષા કોઈપણ વાતમાં ‘ના’ બોલે તો પોતે એકલી સોલો ટ્રીપ પર જશે , જે માટે અનિષા ક્યારેય રાજી થાય એમ નહોતી.

આવે વખતે અનિષાને ખ્યાલ આવ્યો કે, વિચાર્યા વગર દરેક વાત-ઘટના વખતે હકારમાં મૂંડી હલાવવી એ આદત પણ એક રીતે અત્યંત ભયજનક હતી, કારણકે તમારી પાસે એક દિવસ માટે દરેક વાતમાં હા પડાવી ટીનએજ સંતાન જબરો ફાયદો ઉઠાવી જાય એવું બને.

જો કે, જેમજેમ વાચાને આવા યસ-ડે મળતાં ગયા તેમ તેમ એની અંદર પણ બદલાવ આવવાનો શરૂ થઈ ગયો. દસ દિવસ મા-બાપનું કહ્યું માનતી વાચા અને એક દિવસ ધરાર ધાયુઁ કરતી વાચા હવે ધીમેધીમે અનિષા શા માટે રોકટોક કરતી એ સમજવા માંડી.

બીજી તરફ, અનીષાને પણ સમજાય ગયું કે દરેક વાતમાં તરુણોને રોકટોક કરીએ એ જ રીતે ઘણી બધી બાબતમાં હા પાડવાની પણ જો શરૂઆત કરી શકીએ તો તરુણથી તરછોડાઈ જવાની શક્યતાને જરૂર દૂર કરી શકાય. જીવનમાં હા અને ના બન્નેનું એકસરખું મહત્ત્વ છે. જેમ ના પાડવાથી જિંદગી નથી ચાલતી તો માત્ર હા પાડવાથી પણ જીવનનું ગાડું ખોરંભાય જાય છે. આખી જિંદગી ક્યારે હા પાડવી અને ક્યારે ના એનું સંતુલન કરતો માણસ જો સહેજપણ આઘોપાછો થાય તો સીધી પછડાટ ખાતા વાર નથી લાગતી.

તરુણ સંતાન સાથે સુમેળભર્યા સંબંધ જો રાખવા હોય, એનાં જીવનમાં જો પોઝિટીવિટી વિકસાવવી હોય, એનો સારો ગ્રોથ-ઉછેર થવા દેવો હોય તો અમુક સમયે એને ‘ના’ ને બદલે ‘હા’પાડવી અતિ આવશ્યક છે.

યાદ રાખો કે, સંતાનને પણ તરુણજીવનમાં ગુમાવેલી તક બાકીની જિંદગી દરમિયાન જવલ્લે જ હાથમાં પરત આવતી હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા