નેટના ડ્રેસ, સાડી કે ગાઉન?
ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર
લગ્નગાળામાં સબ ફંક્શનમાં હેવી ડ્રેસ પહેરવા પણ છે અને વધારે હેવી ડ્રેસમાં ખર્ચો પણ નથી કરવો. એવા મલ્ટી પર્પઝ ડ્રેસ વસાવવા છે કે, લગ્ન કે પછી કોઈ બીજા ફંક્શનમાં પણ પહેરી શકાય. વેડિંગ અથવા સબ વેડિંગ કલેક્શન જ્યારે પેસ્ટલ શેડમાં આવે છે ત્યારે એક સોબર અને એલિગન્ટ લુક આપે છે. પેસ્ટલ શેડમાં હંમેશાં એક રીચનેસ હોય છે. નેટ ફેબ્રિકમાં પેસ્ટલ શેડ ખુબ જ ડેલિકસી આપે છે. ડેડ રોઝ પિન્ક, લાઈટ લેવેન્ડર, સી ગ્રીન, લાઈટ ગોલ્ડ, બેજ, પર્લ વાઈટ, ડસ્કી પિન્ક વગેરે કલર સાથે હેન્ડ વર્ક કરવામાં આવે છે. હેન્ડ વર્ક હંમેશાં સેલ્ફ ટુ સેલ્ફ એટલે કે સેમ કલર ફેબ્રિક પર એ જ કલરનું વર્ક અથવા તો, કોઈ પણ કલરના ફેબ્રિક પર કોન્ટ્રાસ્ટ કલરનું વર્ક.
હેન્ડ વર્ક એટલે ટાઈની સિક્વન્સ, કટ દાણા, પોત, ડાયમન્ડ, સ્ટોન્સ, મોતી, રેશમ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા મટિરિયલ નો ડિઝાઇન વાઇસ મિક્સ એન્ડ મેચ કરવામાં આવે છે. નેટ ફેબ્રિકમાંથી બનાવેલા હેન્ડ વર્કવાળા ડ્રેસ ખાસ કરીને યન્ગ ગર્લ્ઝ માટે હોય છે. અથવા તો એમ કહી શકાય કે, જેમનું શરીર સુડોળ હોય તે જ આ ડ્રેસ પહેરી શકે.
ડ્રેસ – નેટના હેન્ડ વર્કના ડ્રેસ પેસ્ટલ શેડમાં હોય છે બ્રાઇટ શેડમાં પણ હોય છે પરંતુ કલર કોમ્બિનેશન સીઝનલ હોય છે. આવા ડ્રેસની લંબાઈ મેક્સિમમ ૪૮ ઇંચની હોય છે.એકદમ સિમ્પલ નેકલાઇન જેમકે યુ અથવા સ્વીટહાર્ટ શેપ. નેકલાઇન સાથે કુર્તા પટ્ટી હોય છે.
નેટના ડ્રેસની સ્લીવ્ઝ વેરિએશન વાળી હોય છે. જેમકે બેલ સ્લીવ્ઝ કે ફલેરી સ્લીવ્ઝ. અથવા તો થ્રિ ફોર્થ સ્લીવ્સ.નેટના ડ્રેસ હંમેશાં ફિટિંગમાં હોય છે. નેટ ખુબ જ સોફ્ટ ફેબ્રિક છે. નેટ સાથે શિમર લાઇનિંગ અથવા સાટીન અથવા સેન્ડ્યુન ફેબ્રિકનો લાઇનિંગ તરીકે ઉપયોગ થાય છે. જયારે આ ડ્રેસ પહેરીએ એટલે આખા શરીરનો શેપ બરાબર દેખાય. તેથી જ આ ડ્રેસ પાતળી યુવતીઓ પર વધારે સારા લાગશે. જો તમને હેવી લુક જોઈતો હોય તો નેટના હેન્ડ વર્કના ડ્રેસ સાથે બોટમમાં સિક્વન્સ વાળા ફેબ્રિકનું પ્લાઝો અથવા પેન્ટ સારું લાગી શકે.
નેટના ડ્રેસમાં જો તમને રેગ્યુલર હેમલાઇન ન જોઈતી હોય તો તમે ઇવેન્ટને અનુરૂપ એસિમેટ્રિક હેમલાઇન કરાવી શકો. આવા ડ્રેસ સાથે હિલ્સ અનિવાર્ય છે તો જ ગ્રેસફુલ લુક આવશે. જો તમને ક્રાઉડમાં સ્ટેન્ડ આઉટ થવું હોય તો, ટોપ સાથે તમે કોન્ટ્રાસ્ટ કલરનું બોટમ પણ પ
હેરી શકો.
ડ્રેસ લાઈટ અથવા હેવી વર્ક વાળો લેવો છે તે તમે તમારા પ્રસંગને અનુરૂપ નક્કી કરી શકો. તમે ફ્રન્ટ સાડી હેવી વર્ક અને બેકમાં લાઈટ વર્ક વાળો ડ્રેસ પણ પહેરી શકો. સાડી – નેટની સાડી ખુબ જ ડેલિકેટ અને અટ્રેક્ટિવ લુક આપે છે.
જો તમારે નેટની સાડી પહેરવી હોય તો તમારું શરીર સુડોળ હોવું જ જોઈએ. નેટની સાડી ટ્રાન્સપેરન્ટ હોવાથી તમારે સાટીન અથવા શિમર ફેબ્રિકનો જ પેટીકોટ પહેરવો પડે. જેથી કરી નેટના ફેબ્રિકને એક સ્ટ્રોંગ બેઝ મળે અને નેટની સાડી પર થયેલું હેન્ડ વર્ક ઉઠીને આવે.નેટની સાડી સાથે મેચિંગ બ્લાઉઝ પેહરવાથી એક સોબર લુક મળે છે અને નેટની સાડી સાથે કોન્ટ્રાસ્ટ કલરનું બ્લાઉઝ પહેરવાથી એક અટ્રેકટીવ લુક આવે છે. નેટની સાડી સાથે શિમર ફેબ્રિકનું બ્લાઉઝ પણ પહેરી શકાય. નેટની સાડીને અલગ લુક આપવા માટે સેમ કલરનો પેટીકોટ ન પહેરતા, કોન્ટ્રાસ્ટ કલરનો પેટીકોટ પહેરી શકાય અને તેજ કોન્ટ્રાસ્ટ કલરનું
બ્લાઉઝ પહેરી એક અલગ અને બેલેન્સ લુક ક્રિએટ કરી શકાય.
ગાઉન – નેટ ફેબ્રિકમાંથી ઘણી વેરાઈટીના ગાઉન બનાવવામાં આવે છે જેમકે, બોડી હગિંગ, ફલેરી, લેયર વાળા, યોક સાથે વગેરે. જેમનું શરીર સુડોળ છે તેઓ બધી જ સ્ટાઇલના નેટના ગાઉન પહેરી શકે. જેમનું શરીર ભરેલું છે તેઓ નેટના ફલેરી ગાઉન પહેરી શકે. નેટના ગાઉનની સ્લીવ્ઝ મોટે ભાગે ટ્રાંસપેરન્ટ જ હોય છે તેથી જો તમારા હાથ જો ભરાવદાર હશે તો ખુબ જ ખરાબ લાગશે.
નેટના ગાઉનમાં ઘણી બધી વેરાઈટી આવતી હોવાથી ક્લર ઓપશન પણ ઘણા સારા મળે છે. જો તમારી પ્લસ સાઈઝ હોય તો તમે ડાર્ક શેડના ગાઉન પહેરી શકો.