માઇ ફેવરિટ ઘાઘરા
ફેશન – ખુશ્બુ મૃણાલી ઠક્કર
ઘાઘરો એટલે ચણિયા ચોળીમાં પહેરાતો ચણિયો. ઘાઘરામાં ઘણા ઓપશન આવે છે જેમકે , એ- લાઈન , કળી વાળો , ચુન વાળો , ફિશ કટ વગેરે.દરેક ઘાગરાનો લુક અલગ છે અને તેને પહેરવાની સ્ટાઇલ અલગ છે. હવે પહેલાની જેમ ઘાઘરા સાથે માત્ર બ્લાઉઝ જ નથી પહેરાતું. ઘાઘરા સાથે ઘણા મિક્સ એન્ડ મેચ કરવામાં આવે છે. તમારી હાઈટ અને બોડી ટાઈપ પ્રમાણે તમે ઘાઘરાની સ્ટાઇલ પસંદ કરી શકો. ઘાઘરો પહેરતી વખતે ખાસ એ ધ્યાન રાખવું કે ઘાઘરો કેઝયુઅલી પહેરવો છે કે કેઝ્યુઅલી,તે પ્રમાણે ટોપની પસંદગી કરવી. ઘાઘરા બનાવવા માટે કોટન, સિલ્ક, સિન્થેટિક જેવા ફેબ્રિકનો ઉપયોગ થાય છે. પ્રસંગને અનુરૂપ ઘાઘરાના ફેબ્રિકનું સિલેક્શન કરી શકાય.
એ-લાઈન -.એ-લાઈન ઘાઘરાને સ્કર્ટ પણ કહેવાય છે.એ-લાઈન એટલે હેમલાઇન પાસેથી ઘાઘરો બ્રોડ હોય છે અને કમર પાસે માપનો હોય છે તેને એ- લાઈન ઘાઘરો કહેવાય.જેમાં બહુ ફ્લેર નથી હોતો.તમારા બોડી મેઝરમેન્ટના હિસાબે જ હોય છે.એ લાઈન ઘાઘરા સાથે મિક્સ એન્ડ મેચ કરવા માટે ઘણા ઓપશન છે જેમકે, જો તમારું શરીર સુડોળ હોય તો તમે શોર્ટ ચોલી પહેરી શકો. અથવા તો પેપ્લમ ટોપ પણ પહેરી શકાય. સ્પેગેટી સ્ટ્રેપવાળું અનઇવન હેમલાઇનવાળું ટોપ પહેરી શકાય. એ- લાઈનવાળા ઘાગરામાં બહુ જાડા નથી લગાતું તેથી જેમનું શરીર ભરેલું હોય તેઓ આ એ- લાઈન ઘાઘરા સ્ટાઇલ ટ્રાય કરી શકે.
કળી વાળો ઘાઘરો – કળી એટલે ઘાઘરાને સ્પેસિફિક રીતે કાપીને જોઈન્ટ કરવામાં આવે છે તેને કળીવાળો ઘાઘરો કહેવાય. જો ૨ મીટરમાંથી ઘાઘરો બનાવવો હોય તો ન થાય પરંતુ જો ૨ મીટરમાંથી કળી કાપીને ઘાઘરો બનાવવો હોય તો બની શકે. તમારે ઘાઘરો ક્યાં પહેરવો છે તેના પરથી કેટલી કળી બનાવવી તે ડિસાઈડ કરી શકાય.ઘાઘરામાં જેટલી કળી વધારે તેટલો જ ઘાઘરો સુંદર અને ગ્રેસફુલ લાગે છે. કળીવાળા ઘાઘરા સાથે ઓલમોસ્ટ બધી જ જાતની સ્ટાઇલ મિક્સ એન્ડ મેચ કરી શકાય.જો તમારું શરીર સુડોળ હોય તો કળીવાળા ઘાઘરા સાથે શોર્ટ ચોલી અથવા બેકલેસ બ્લાઉસ કે પછી હોલ્ટર ટોપ પહેરી શકાય.જો તમારું શરીર ભરેલું હોય તો કળીવાળા ઘાઘરા સાથે હિપ લેન્થ ચોલી કે પછી લોન્ગ કુર્તી પણ પહેરી શકાય. બ્લાઉઝની સ્લીવ્ઝ તમારા બોડી ટાઈપ અને ઓવર ઓલ લુક પ્રમાણે ડિસાઈડ કરી શકાય. કળીવાળા ઘાઘરામાં કોઈ પણ રનિંગ પ્રિન્ટ લઇ શકાય. ઘાઘરાની હેમલાઈનમાં બુટ્ટા પણ મૂકી શકાય. પ્યોર બનારસી ફેબ્રિકમાંથી કળીવાળો ઘાઘરો ખૂબ જ એલિગન્ટ લુક આપશે.
ચુનવાળો ઘાઘરો- ચુનવાળો ઘાઘરો એટલે, ઘાઘરામાં કમરને હિસાબે નેફો હોય છે. ૪ કે ૫ મીટરના ફેબ્રિકને ઝીણી ઝીણી ચુન લઇ નેફામાં સીવી નાખવામાં આવે છે. જો કોટન ફેબ્રિક હોય તો નેફા પાસેથી થોડું જાડું થઇ જાય છે. જેમ જેમ ઘાગરો પહેરાતો જાય તેમ તે ચુન સેટલ થઇ જાય છે અને રેગ્યુલર લુક આપે છે. ચુન વાળા ઘાઘરા ફલોઈ મટિરીઅલમાં વધારે સારા લાગે છે. ફલોઈ મટેરીઅલ પાતળું હોવાથી નેફામાં બરાબર બેસી જાય છે. ચુનવાળા ઘાઘરા ખાસ કરીને પાતળી યુવતીઓ પર વધારે સારા લાગે છે. આ ઘાઘરા એન્કલ લેન્થ રાખી તેની પર સ્લીવલેસ ટી-શર્ટ પહેરી શકાય,ગળામાં સ્કાર્ફ અને હાથમાં મલ્ટી કલર બેન્ગલ્સ પહેરી શકાય. ચુનવાળા ઘાઘરા ઘેરવાળા અને ઓછા ઘેરવાળા એમ બન્ને રીતે મળે છે. ઓછા ઘેરવાળા ઘાઘરા યન્ગ યુવતીઓમાં ખાસ પ્રખ્યાત છે. આ ઘાઘરા સાથે પગમાં કોલ્હાપુરી ચપ્પલ્સ અથવા મોજડી પહેરી શકાય.
આ બધાજ સ્ટાઇલના ઘાઘરા સાથે અલગ અલગ ફેબ્રિકમાંથી બનાવેલા જેકટ પણ સુંદર લાગશે . જેકેટની લેન્થની પસંદગી તમારા બોડી ટાઈપ પ્રમાણે કરવી. કઈક અલગ લુક ટ્રાય કરવો હોય તો કેપ ટોપ પણ પહેરી શકાય. ઘાઘરા સાથે દુપટ્ટાની સ્ટાઇલ કઈ રીતે પહેરવી તે તમારી પર્સનલ ચોઈસ છે. તેમજ જો તમને દુપટ્ટા અલગ અલગ રીતે ડ્રેપ કરતા આવડતા હોય તો એક જ ઘાઘરાને વેરાઈટી ઓફ દુપટ્ટા સાથે અલગ અલગ લુક આપી શકાય .