લાડકી

મારી ક્ષમાપનામાં Speed Breaker: CHEATING

-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

પર્યુષણ વ્યાખ્યાનમાળા

સંસારમાં ઘણા લોકો કહેતા હોય છે, તેણે મને દગો આપ્યો, તેણે મારી સાથે માયા-કપટ કર્યા, તેણે મારી સાથે cheating કરી, તેણે મારી સાથે મીઠી મીઠી વાત કરી, મને છેતરી લીધો.
ભગવાન કહે છે, તેણે તને છેતર્યાં નથી, તેpastમિાંં જે action કરી હતી, એનું જ reaction આવ્યું છે.
જેણે કોઈને છેતર્યાં ન હોય, તેને આ જગતમાં કોઈ છેતરી જ ન શકે.
ગુસ્સો કર્યા પછી વ્યક્તિને proud feel ન થાય, કદાચ પસ્તાવો થાય પણ cheating કર્યા પછી તો વ્યક્તિનેproud ની feelings આવતી હોય છે.
મોટા ભાગની વ્યક્તિની અંદરમાં જે ડંખ હોય, જે કાંટાની જેમ ખૂંચતો હોય, જે અંદરથી negative ભાવ લાવતો હોય, જે મનને અશાંત કરતો હોય, જે ઊંઘને disturb કરતો હોય, એ હોય cheatingનો ભાવ, એ હોય છેતરાયાનો ભાવ!
પરમાત્માનો વારસ ક્યારેય કોઈની સાથે માયા-કપટ ન કરે. એ પોતાનું નુકસાન સહન કરી લે, પણ સામેવાળાને નુકસાન કરવાનો વિચાર ક્યારેય ન કરે.
યાદ રાખજો, સ્વાર્થ cheatingનો શ્ર્વાસ હોય છે. સ્વાર્થ વિના ક્યારેય કોઈ, કોઈનેcheat ન કરે.
cheating એ જ વધારે કરે, જે પોતાને વધારે બુદ્ધિવાળા માનતા હોય, સરળ વ્યક્તિને ક્યારેય કોઈની સાથે cheating કરવાનો વિચાર ન આવે.
સત્યથી વધારે બતાડવું, એને show કહેવાય અને show પણ એક પ્રકારની -cheating કહેવાય.
સામેવાળી વ્યક્તિ પ્રત્યે અંદરમાં જરાપણ લાગણી નથી, છતાં બહારથી મીઠી મીઠી વાત કરી, લાગણીનોshow કરવો, એ પણ cheating કહેવાય.
કદાચ પગ નીચે કીડી ચગદાઈ જાય, તો મનમાં હાયકારો થઈ જાય કે, મારાથી એક જીવ મરી ગયો, મને એનું પાપ લાગ્યું પણ ક્યારેય artificial smile કોઈને આપો, ત્યારે એવું લાગે કે, તમે પાપ કરો છો?
ભગવાને કહ્યું છે; જેટલું હિંસાનું પાપ, એટલું જ માયાનું પાપ! cheating એટલે માયા, cheating એટલે છળ-કપટ!
ભગવાને ૧૮ પ્રકારના પાપસ્થાનક બતાવ્યા છે: હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, આદી એ અઢારે પાપસ્થાનકમાં એકસરખું પાપ લાગે છે.
જ્યારેartificial smile આપતા હો, ત્યારે feel થાય કે, હું ‘માયા’ નામનું પાપ કરું છું, જે એક જીવની હિંસા જેટલું જ છે! ના, નથી થતું.
પહેલાંના શ્રાવકોની નિષ્ઠા હતી, જેવા અંદર એવા જ બહાર! તેઓ ક્યારેય artificial showકરવાવાળા ન હતાં, તેઓ transparent હતાં. Transparencyને પરમાત્માએ એક સાધના કહી છે, એક પ્રકારની તપસ્યા કહી છે કેમ કે, પારદર્શક બનવામાં ઘણી બધી પીડા સહન કરવી પડે.
પરમાત્માનો સાચો વારસદાર જેવો અંદર હોય, એવો જ બહાર હોય.
જેમ સિંહણનું દૂધ ભરવા માટે સોનાનું પાત્ર જોઈએ, તેમ વીરના વારસદાર બનવા માટે હૃદયનું શુદ્ધ પાત્ર જોઈએ.
આ કાળમાં સર્વ શ્રેષ્ઠ ધર્મ શું છે?
Pure heart અને સૌથી શ્રેષ્ઠ ધર્મ છે.
તમે કહેશો, ગુરુદેવ! આ કાળમાંpure heart અનેtransparent રહીએ તો ડગલે અને પગલે લોકો cheat કરી જાય.
યાદ રાખજો, જેટલાં પણ આત્માઓ cheat થાય છે, તે થોડા સમય માટેcheat થાય છે પણ લાંબા સમય માટે તો success જ થાય છે. કેમ કે,pure heart વાળાના પુણ્ય દિવસે દિવસે વધતાં હોય છે અને cheat કરવાવાળાના પુણ્ય દિવસે દિવસે ઘટતાં હોય છે.
જેનામાં cheatingનો nature ન હોય, તે સદાય પ્રગતિ કરતા હોય.
સંબંધનો શ્ર્વાસ વિશ્ર્વાસ હોય છે.
Cheatingના કારણે જ્યારે એ વિશ્ર્વાસ તૂટે છે, ત્યારે એટલું દુ:ખ થાય, એવી વેદના થાય, જેના કારણે ગુસ્સો આવે, ગુસ્સો દ્વેષ લાવે અને દ્વેષ જનમ જનમનું વેર બની જાય.
માટે જ. જનમ જનમના વેરની ક્ષમાપના અને આ જનમની cheatingની ક્ષમાપના કરી લેવી, એ જ આ ભવને સુધારવાનો અને સાર્થક કરવાનો ઉપાય છે.
‘મેં તમારી સાથે cheating કરી છે’, આ શબ્દો કહેવા માટે પણ હિંમત જોઈએ અને સરળતા રાખવાની કિંમત ચૂકવવાની તૈયારી હોવી જોઈએ.
જે આ પ્રકારે કબૂલ કરે છે, તેના કર્મો હળવા થઈ જાય છે અને જે પોતાની cheating કબૂલ નથી કરતાં, તેના કર્મો ભારે થઈ જાય છે.
માત્ર cheating કરવાનું છોડવાનું નથી, અંદરમાં જેટલાં cheatingના સંસ્કારો પડેલાં હોય, તે સંસ્કારોને પણ શૂન્ય કરી દેવાના છે.
સંસાર છૂટે કે ન છૂટે, પણ જેની cheating છૂટી જાય, તે સંસાર સાગરને પાર કરી, કિનારે પહોંચી જાય છે.
જેનો લોભ અને સ્વાર્થ ઘટે, એની cheating ઘટે.
લોભ હોય પોતાના statusનો, નામનો, પોતાની પ્રતિષ્ઠાનો!
જેનામાં cheatingની વૃત્તિ હોય, તે ક્યારેય વીતરાગી ન બને.
તમને કદાચ કોઈ છેતરી જાય તો ભલે છેતરી જાય, કોઈ દગો કરી જાય તો ભલે કરી જાય, તમારે એક જ વાક્ય યાદ રાખવાનું: મારે સરળ બનવું છે, મારે પારદર્શક બનવું છે.
જે સરળ બને છે, તે સિદ્ધ થાય છે.
પારદર્શક બનવું એટલેpure heart ના બનવું. Pure heart એ પરમાત્મા બનવાનું step છે.
આ જગતમાં બધાં માનતા હોય કે, અમે એક બીજાના છીએ, પણ બધાં પોતપોતાના સ્વાર્થના હોય છે. સ્વાર્થીને સ્વાર્થ પૂરો કરવા, કોઈને cheat કરતાં ક્ષણની પણ વાર ન લાગે.
પરમાત્માનો વારસ ક્યારેય સ્વાર્થી ન હોય. સ્વાર્થી ન હોય એટલે તેને કોઈને cheat કરવાનો વિચાર પણ ન આવે. એ તો સરળ, પારદર્શક અનેpure heart વાળો હોય.
cheating બચવા આપો જયહરભજ્ઞળળફક્ષમ:
सोहि उज्जुय भूयस्स… પરમાત્માએ કહ્યું છે, જે સરળ હોય તે સિદ્ધ થાય.
માટે જ, આ ભવમાં self નેcommand આપો,
‘મારે cheating કરવી નથી, મારે સરળ બનવું છે.
મારે કોઈને છેતરવા નથી, મારે કોઈની ભોળપનો લાભ લેવો નથી.’

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker