મોર્નિંગ વોક માટેનું આઉટફિટ પણ પર્ફેક્ટ હોવું જોઇએ
વ્યાયામ કરવાનો દિવસમાં સમય ભલે ન મળતો હોય, પરંતુ રોજ સવારે મોર્નિંગ વોક માટે સમય કાઢી લો તોપણ દિવસ તાજગીભર્યો રહી શકે છે અને સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થતા હોય છે. મોર્નિંગ વોકને કારણે આપણા ચહેરા પર તાજગી લાવનારા, આપણને ખુશ રાખનારા હોર્મોન્સ એન્ડોર્ફિન અને ડોપામાઇનમાં વૃદ્ધિ થાય છે.

ફોકસ -રશ્મિ શુકલ
આજકાલની દોડધામવાળી જિંદગીમાં આરામ કરવાનો સમય મળતો નથી ત્યારે વ્યાયામ કરવા માટે સમય કાઢવો જ મુશ્કેલ થઇ જતો હોય છે. આપણી દિનચર્યા જ એવી થઇ ગઇ છે કે સ્વાસ્થ્ય અંગે બેદરકારી ન કરવાની ઇચ્છા થતાં આ ભૂલ થઇ જ જતી હોય છે. બપોર અને રાતના જમવાના ઠેકાણા રહેતા નથી. નોકરી-ધંધાની વ્યસ્તતાને કારણે ઘણી વખત જમવાનો પણ સમય રહેતો નથી અને હાલતાચાલતા કંઇક નાસ્તો કરી લેતા હોઇએ છે. આ જ વસ્તુ આપણને પાછળથી ભારે પડે છે. વ્યાયામ કરવાનો દિવસમાં સમય ભલે ન મળતો હોય, પરંતુ રોજ સવારે મોર્નિંગ વોક માટે સમય કાઢી લો તો પણ દિવસ તાજગીભર્યો રહી શકે છે અને સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થતા હોય છે. મોર્નિંગ વોકને કારણે આપણા ચહેરા પર તાજગી લાવનારા, આપણને ખુશ રાખનારા હોર્મોન્સ એન્ડોર્ફિન અને ડોપામાઇનમાં વૃદ્ધિ થાય છે. સૂર્ય પ્રકાશમાંથી મળતું વિટામિન ડી પણ આપણા શરીર માટે ઘણું જરૂરી હોય છે તેને કારણે ઘણા રોગોથી આપણને મુક્તિ મળે છે. મોર્નિંગ વોક જેટલું જરૂરી છે એ રીતે મોર્નિંગ વોક માટે યોગ્ય આઉટફિટ પહેરવું પણ જરૂરી હોય છે.
મોસમ પ્રમાણે યોગ્ય આઉટફિટની પસંદગી કરો સવારે વોક પર જતી વખતે સુતરાઉ વોના બદલે પોલિસ્ટર, લાઇક્રા, સિન્થેટિક બ્લેન્ડ, એક્ટી વિયર જેવા ટેક્ચરના આઉટટફિટ પહેરવા જોઇએ, કારણ કે તે પસીનાને તરત શોષી લે છે. પ્યોર કોટનમાં પસીનો બહુ મોડેથી સુકાય છે. ઠંડીમાં ગરમ વો પહેરીને વોક પર જવું, પણ એટલાં ગરમ વો પણ નહીં પહેરવા કે પસીનો થયા બાદ તમને વધુ ગરમી લાગવા લાગે. પાતળા વો પર જેકેટ પહેરવું જેથી તમને સુવિધા રહે. વરસાદના સમયે ભેજને કારણે પસીનો વધુ થતો હોય છે ત્યારે એવાં વો પહેરવા જે પસીનો તરત શોષી લેતા હોય.
હાઇડ્રેટ રહો
મોર્નિંગ વોક પર જતી વખતે ખાલી પેટે ન જવું. ગરમ પાણીમાં લીંબુ અને મધ નાખીને પીવું. જો આવું ન થઇ શકે તો સાદું પાણી પીને જવું જોઇએ. પોતાની સાથે પાણીની બોટલ હંમેશાં રાખવી. ગરમીના દિવસોમાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું. થોડી થોડી વારમાં પાણી પીતા રહેવું જોઇએ જેથી શરીરમાં ઊર્જાનો સંચાર
થતો રહે.
સ્પોર્ટસ બ્રા પહેરો
સ્તનનો આકાર કેવો પણ હોય, પરંતુ દરેક ગતિવિધિ કરતી વખતે સ્તનોને અમુક આધારની જરૂર હોય છે. ચાલતી વખતે પણ તેને આધારની જરૂર હોય છે. મોર્નિંગ વોક માટે સારી ક્વોલિટીની સ્પોર્ટસ બ્રાની પસંદગી કરવી જોઇએ જેમાં બિલ્ટ ઇન સપોર્ટ હોય અથવા સપોર્ટિવ બ્રા હોય. આ પ્રકારની બ્રા સ્તનને યોગ્ય સ્થાને રાખે છે. તેના હલનચલનને નિયંત્રણમાં રાખે છે. સ્પોર્ટસ બ્રા વ્યાયામ કરતી વખતે પણ બહુ ઉપયોગી થઇ પડે છે. સ્તનના હલનચલનને ઘટાડી દે છે. સ્પોર્ટસ બ્રા વગર વ્યાયામ અથવા વોક કરવાથી સ્ટ્રેચ માર્કસ આપવાનું જોખમ હોય છે. લૈગિંગ પણ પસીનો શોષનારી હોવી જોઇએ. તેને જેકેટ, સ્વેટર અથવા લાંબી બાયના ટી-શર્ટ સાથે પહેરી શકાય છે. યોગા પેન્ટ, સ્ટ્રેચ પેન્ટ, સ્પોર્ટ લેંગિંગ પણ એક આરામદાયક વિકલ્પ છે.
ફૂટવેર
જે લોકો સ્લીપર અને હિલ્સવાળા ચપ્પલ પહેરીને મોર્નિંગ વોક કરવા નીકળે છે તેઓએ યાદ રાખવું જોઇએ કે તેનાથી ફાયદો ઓછો અને નુકસાન વધુ થતું હોય છે. તેનાથી પગમાં દુખાવો અને થાકવાડો પણ વધુ થતો હોય છે. પગની માંસપેશીઓ પર પણ વધુ ભાર પડતો હોય છે. તેથી યોગ્ય ફૂટવેરની પસંદગી કરવી જરૂરી હોય છે. એવું નથી કે તમે બ્રાન્ડેડ ફૂટવેર જ પહેરો, સારી કંપનીઓના સસ્તા ફૂટવેર જે સ્પોર્ટસ એક્ટિવિટી માટે બનાવવામાં આવે છે તેને પણ પહેરી શકો છો. બૂટ સાથે મોજા પણ એવા હોવા જોઇએ જે જલદીથી પસીનો શોષી લે જેથી પગમાં ગરમી ન લાગે.
જરૂરી ટિપ્સ
લેયરિંગ વો પહેરો જેથી બદલતા તાપમાન
સાથે તાલમેલ બનાવી શકો. ઉદાહરણ તરીકે ઠંડીમાં ટી-શર્ટ ઉપર જેકેટ પહેરો જેથી જ્યારે વોક દરમિયાન ગરમી લાગવા લાગે તો જેકેટ કાઢીને પણ વોક કરી શકો છો. તડકો લાગતો હોય તો સનસ્ક્રીન ગોગલ્સનો પણ ઉપયોગ કરી શકો છો. ગરમીમાં તડકાથી બચવા ટોપ અથવા ફ્રન્ટ કવરવાળી ટોપી પણ પહેરી શકો છો. કપડા શરીરને બરાબર ફીટ આવે એવા હોવા જોઇએ જેથી શરીરનું હલનચલન બરાબર થઇ શકે. વરસાદના સમયે પણ સનસ્ક્રીન લગાવો. વ્યાયામ માટે હલકી બેગપેક, ક્રોસ બોડી અથવા બેલી બેગ રાખો. ટ્રાફિકવાળી જગ્યાઓના બદલે પાર્ક, હરિયાળીવાળી જગ્યાઓની પસંદગી કરવામાં આવે જેથી તમને શાંતિ મળે. એક જ રસ્તે વોક કરવાને બદલે અલગ અલગ રસ્તાઓ પર ચાલવા જવું. રોજ કેટલા કિલોમીટર ચાલ્યા તેની નોંધ રાખો જેથી તમને પણ ચાલવામાં મોટિવેશન મળશે.