લાડકી

લો, આ વખતે અજમાવો.. હેરમ પેન્ટ્સ

ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર

જિની પેન્ટ,એલીફન્ટ પેન્ટ,અલ્લાદીન પેન્ટ,પેરેશુટ પેન્ટ કે બ્લૂમર્સ ક્યાં પેન્ટની વાત કરો છો?
આ બધા જ પેન્ટની સ્ટાઇલ બેગી હોય છે એટલે કે લુઝ હોય છે અને જે એન્કલ પાસેથી ટાઈટ હોય અથવા તો જે પેન્ટમાં એન્કલ પાસે ઇલાસ્ટીક હોય તેને હેરમ પેન્ટ્સ કહે છે. એને ધોતી પેન્ટ પણ કહે છે.

આમ તો હેરમ પેન્ટ્સ એટલે ટ્રેડિશનલ ધોતીમાં થોડો મોડર્ન ટચ .હેરમ પેન્ટ્સ મોટા ભાગે લાઈટ ફેબ્રિકમાં બનાવવાંમાં આવે છે , જેમકે કોટન,સિલ્ક,કોટન હોઝિયરી અથવા રેયોન.આ ફેબ્રિકમાં હેરમ પેન્ટ્સનો લુક સૌથી સરસ આવે છે.હેરમ પેન્ટ્સ ફોિંલગ ફેબ્રિકમાં જ સારા લાગે અને ફોિંલગ ફેબ્રિકમાં જ હેરમ પેન્ટની સ્ટાઇલ નીખરીને આવે.

જેમ કહ્યું તેમ હેરમ પેન્ટ્સના ઘણા જુદા જુદા નામ છે અને ટેકનિકલી થોડો ઘણો ફેરફાર સ્ટાઈલમાં પણ જોવા મળે છે, જેમકે.

જીની પેન્ટ હોઝિયરી અને કોટન ફેબ્રિકમાં હોય છે અને જોવામાં માપસર લાગે છે. કમર પર ઈલાસ્ટિક અથવા પ્રોપર માપની કમર હોય છે. પહેરવામાં પેન્ટ જેવું જ લાગે છે માત્ર એન્કલ પાસે ૨ ઇંચ કે ૪ ઇંચનું ઈલાસ્ટિક હોય છે, જેથી ઇલાસ્ટિક પાસે જે ફેબ્રિકની ચુન થઇ હોય તે થોડું ઉપસીને દેખાય છે. જીની પેન્ટ કેઝ્યુઅલી તો સારા લાગે જ છે. એને ફોર્મલી પણ પહેરી શકાય.સોફ્ટ લિનનમાં જીની પેન્ટ એક ફોર્મલ લુક આપી શકે. ફોર્મલ લુક માટે જીની પેન્ટ સાથે શર્ટ પહેરી શકાય અને પગમાં હિલ્સ અને હાઈ પોની ટેઈલ એક પરફેક્ટ ફોર્મલ લુક આપી શકે.આ લુક લાંબી પાતળી યુવતીઓ પર વધારે સારો લાગશે.કેઝ્યુઅલ લુક માટે જીની પેન્ટ જો હોઝિયરી અથવા આ પ્રિન્ટેડ ફેબ્રિકમાં હશે તો વધારે સારા લાગશે. કેઝ્યુઅલ લુક માટે કોઈ પણ લેન્થનું ટી-શર્ટ તમારા બોડી ટાઈપ પ્રમાણે પહેરી શકાય.

અલ્લાદીન પેન્ટ્સ જોવામાં સ્કર્ટ જેવા લાગે છે.જો અલ્લાદીન પેન્ટ્સની લેન્થ ૪૦ હોય તો અલ્લાદીન પેન્ટનો ફોર્ક ૩૬ ઇંચ પર હોય છે એટકે કે ઓરિજિનલ લેન્થ કરતાં ૪ ઇંચ કે ૬ ઇંચ ઉપર..આને લીધે દૂરથી સ્કર્ટ જેવું લાગે છે.અને એન્કલ પાસે ઇલાસ્ટિક હોય છે .અલ્લાદીન પેન્ટ્સ પહેરવાથી ખુબ જ સ્માર્ટ લુક આવે છે. આ પેન્ટનો ઘેરો ખુબ હોય છે, જેથી તમે સીધા ઊભા હો ત્યારે ઘેરાને લીધે ફેબ્રિકનો ફોલ ખુબ સરસ લાગે છે.અલ્લાદીન પેન્ટ્સ ખાસ કરીને કોટન પ્લેન અથવા પ્રિન્ટેડ ફેબ્રિકમાં બનાવવામાં આવે છે.કોટન પ્રિન્ટેડ ફેબ્રિકમાં બોલ્ડ પ્રિન્ટનો ઉપયોગ થાય છે, કારણકે અલ્લાદીન પેન્ટનો ઘેરો વધારે હોય છે જેથી કરી આખી પ્રિન્ટ દેખાય છે.અલ્લાદીન પેન્ટ્સ યન્ગ યુવતી પર ખુબ સરસ લાગે છે. અલ્લાદીન પેન્ટ્સ યુવતી તેમજ યુવક પણ પહેરી શકે છે.યુવતીઓ મોટા ભાગે કોટન પ્રિન્ટેડ અલ્લાદીન પેન્ટ પહેરવાનું પ્રિફર કરે છે.તેની સાથે ક્રોપ ટોપ અથવા ટેન્ક ટોપ પહેરી શકાય. આ લુક સાથે સોફ્ટ કર્લ્સ વાળા ઓપન હેર અથવા મેસિ બન સારા લાગશે. પગમાં કોલ્હાપુરી અથવા કોઈ પણ ફ્લેટ્સ ચપ્પલ પહેરી શકાય. આ લુક એક દમ કેરફ્રી છતાં સ્માર્ટ લુક આપે છે. અલ્લાદીન પેન્ટ્સ માત્ર યુવતીઓ પર જ નહિ પરંતુ યુવક પર પણ એટલા જ સારા લાગે છે.યુવક ખાસ કરીને પ્લેન,શેડેડ અથવા મિક્સ એન્ડ મેચ વાળા અલ્લાદીન પેન્ટ પહેરવાનું પસંદ કરે છે. અલ્લાદીન પેન્ટ સાથે કોઈ પણ લેન્થનું પ્લેન અથવા પ્રિન્ટેડ ટી-શર્ટ પહેરી શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker