ફેશન: લેટ્સ ગો ફ્રીલી, બાર્બીડૉલ જેવો લૂક આપે છે
ફ્રિલ એટલે ગારમેન્ટમાં વપરાતું એક એલિમેન્ટ જેને લીધે ગાર્મેન્ટમાં અને ઓવરઓલ લુકમાં એક આગવો લુક આવે છે . ફ્રિલ એટલે ૧ ઇંચ થી લઈને ૪ ઇંચ સુધીનો બ્રોડ પટો લેવાનો અને ઉપરથી તેને ફોલ્ડ કરી નજીક નજીક સિલાઈ લેવી અથવા હાફ દાબ કે એક દાબની પ્લીટ લઈને સિલાઈ લેવી.
તમારા ડ્રેસના પેટર્નને અનુરૂપ ફ્રિલ ૧ ઇંચથી લઈને જેટલા ઇંચની જોઈએ તેટલી રાખી શકાય. ફ્રિલ આપવાથી ડ્રેસમાં એક એક્સ્ટ્રા એલિમન્ટ એડ થાય છે. એક ડેલિકસી આવે છે.ફ્રિલનો ઉપયોગ ઘણી રીતે અલગ અલગ ગાર્મેન્ટમાં કરવામાં આવે છે. તમારી ઉંમર અને બોડી ટાઈપ પ્રમાણે ફ્રિલવાળા ગારમેન્ટ સિલેકટ કરી શકો.
ફ્રિલ વધુ પડતી મહિલા અને બાળકોનાં વસ્ત્રામાં જોવા મળે છે.ચાલો જાણીયે ફ્રિલના અલગ અલગ પ્રકાર અને કયા પ્રકારની ફ્રિલ કયા વસ્ત્રંમાં આવી શકે.
ફ્લેટ ફ્રિલ- ફ્લેટ ફ્રિલ એટલે જે કમરના બેલ્ટ સાથે ફ્લેટ રીતે સીવવામાં આવે એટલે કે , કપડાને હાલ્ફ ઇંચ અંદર લઇ તેની પર સિલાઈ કરવામાં આવે .ફ્લેટ ફ્રિલની સાઈઝ હાફ ઇંચથી લઈને મેક્ઝિમમ ૪ ઇંચ થી ૬ ઇંચ સુધી હોય છે.આ ફ્રિલ ખાસ કરીને સ્કૂલ ડ્રેસમાં જોવામાં આવે છે .મોટા ભાગે સ્કૂલ સ્કર્ટ્સમાં બોક્સ પ્લીટ હોય છે .
Also Read – લાફ્ટર આફ્ટર ઃ જનરલ દવાખાનું ‘જનરલ’ શબ્દને આપણે મન ફાવે તે શબ્દની આગળ મૂકી દઈએ
બોક્સ પ્લીટ એ ફેલ્ટ ફ્રીલનો જ એક પ્રકાર છે. ફ્લેટ ફ્રીલથી ડ્રેસમાં એક સ્ટાઇલિંગ આવે છે અને ફ્રિલ ફ્લેટ હોવાથી એક બેલેન્સ્ડ લુક જળવાઈ રહે છે. ફેલ્ટ ફ્રિલ ફોર્મલ ટોપ્સમાં વાપરવામાં આવે છે જેમકે , સ્લીવ લેસ ટોપ હોય તો આર્મ હોલના રાઉન્ડિંગમાં ફ્લેટ ફ્રિલનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો બટન પટ્ટીની બાજુમાં અથવા તો કોલરની નીચે ફ્લેટ ફ્રીલનો ઉપયોગ કરવામાં આવે છે.
ગેથર્ડ ફ્રિલ – ગેથર્ડ ફ્રિલ એટલે કે, જે ફ્રીલમાં કપડામા સિલાઈ લેતી વખતે કપડાને માત્રે સિલિયા મશીનમાં સ્લાઈડ કરવામાં આવે છે .જેથી ફેબ્રિક ગેથર થયેલું લાગે છે. ગેથર્ડ ફ્રિલ મોટે ભાગે નાનાં બાળકોના ગાર્મેન્ટમાં જોવામાં આવે છે .ગેથર્ડ ફ્રીલથી થોડો ભરેલો લુક આવે છે .અને જે કાપડમાં ગેથર્સ લીધા હોય તે કાપડ થોડું બેઝ ગાર્મેન્ટથી અળગું રહે છે. જેથી થોડો ફ્લુફાય લુક આવે છે .
તેથી ખાસ કરીને નાનાં બાળકોના ગાર્મેન્ટમાં ગથર્ડ ફ્રીલનો ઉપયોગ થાય છે જેથી કરી તેઓ વધારે ક્યૂટ લાગે. હાલમાં જે ફેન્સી કુર્તીઓ મળે છે તેમાં મોટા ભાગે ગેથર્ડ પ્લીટ્સ હોય છે. ગેથર્ડ પ્લીટ્સથી થોડો ઘેરો વધી જાય છે અને પેટર્ન જેવું લાગે છે.વેસ્ટર્ન ડ્રેસ અને ટોપ્સમાં પણ ગેથર્ડ પ્લીટ્સનો ઉપયોગ થાય છે . ગેથર્ડ પ્લીટ્સ મોટે ભાગે યોકની નીચે આવે છે તેથી જો તમારા પેટનો ભાગ વધારે હશે તો ખરાબ લાગશે .
જયારે ગેથર્ડ પ્લીટ્સ કોઈ પણ ગાર્મેન્ટમાં હોય ત્યારે તે ગારમેન્ટ લુઝ ફિટમાં હોય છે તેથી જો તમારું શરીર ભરેલું હશે તો તમે વધારે બ્રોડ લાગશો. લાંબી પાતળી યુવતીઓ પર ગેથર્ડ પ્લીટ્સ ખૂબ જ સુંદર લાગે છે. ગેથર્ડ પ્લીટ્સના હિસાબે પાતળી યુવતીઓનું શરીર ભરેલું લાગે છે . ગેથર્ડ પ્લીટ્સ ઓછા ઘેરાવાળા સ્કર્ટ્સમાં પણ જોવામાં આવે છે.
લેયર્ડ ફ્રિલ – લેયર્ડ ફ્રિલ એટલે કે જે ફ્રિલ લેયરમાં હોય.લેયર્ડ ફ્રિલ મોટે ભાગે ફ્લોઈ ફેબ્રિકમાંથી બનાવવામાં આવે છે .લેયર્ડ ફ્રિલ બીજા ફેબ્રિકમાંથી પણ બને છે જેમકે , રેયોન કે પછી હોઝિયરી. લેયર્ડ ફ્રીલમાં વેસ્ટર્ન ટોપ્સ ખૂબ જ સ્ટાઈલિશ લુક આપે છે.
લેયર્ડ ફ્રિલ તમને એક ફુલર લુક આપે છે જે પાતળી અને યન્ગ યુવતીઓ પર વધારે સારા લાગે છે. લેયર્ડ ફ્રીલમાં સ્કર્ટ્સ પણ ખૂબ જ સુંદર લાગે છે. આ સ્કર્ટ્સ નેટ, રેયોન, ચીફોન, હોઝિયરી વગેરે જેવા ફેબ્રિકમાં આવે છે.
લેયર્ડ સ્કર્ટ્સ જેટલા લેન્થમાં શોર્ટ તેટલા જ વધારે અટ્રેક્ટિવ લાગે છે. નાનાં બાળકો અને યન્ગ યુવતીઓમાં લેયર્ડ સ્કર્ટ્સ ખૂબ જ પ્રચલિત છે. લોન્ગ સ્કર્ટ્સમાં પણ લેયર્ડ પ્લીટ્સ હોય છે. આ સ્કર્ટ્સ મહિલાઓમાં વધારે પ્રચલિત છે. લેયર્ડ સ્કર્ટ્સ પહેરવાથી એક ફેમિનન લુક આવે છે અને ઉંમર કરતાં થોડા નાના લાગવાનો આભાસ થાય છે. પાર્ટી વેર માટે લેયર્ડ ફ્રિલવાળા ડ્રેસ એક કંપ્લીટ ગર્લિ લુક આપશે.
લેયર્ડવાળા ડ્રેસ મોટા ભાગે યોકવાળા હોય છે એટલે કે કમર પછી લેયરવાળી ફ્રિલ આવે છે. આવા ડ્રેસ પહેરવાથી ભરેલો લુક આવશે. જો તમે કોન્ફિડન્ટલી કેરી શકવાનો હોવ તો લેયર્ડ ફ્રિલ ડ્રેસ કે ટોપ્સ તમને એક આગવો લુક આપી શકે.
તમારી હાઈટ અને બોડી ટાઈપ મુજબ તમે કોઈ પણ જાતના ફ્રિલવાળા ડ્રેસ કે ટોપ્સની પસંદગી કરી શકો. ફેશનનું આંધળું અનુકરણ કરવું નહિ.