લાડકી

મુખ્બિરે ઈસ્લામ: પહેલા પોતાને ઓળખો જીવન ખુદ બ ખુદ સમજાઇ જશે

-અનવર વલિયાણી

જીવનનાં રહસ્યને સમજવું હોય તો સૌપ્રથમ સ્વયં પોતાને ઓળખવું જરૂરી છે. જેણે સ્વયં પોતાની જાતને ઓળખી શકયો તેણે જ જીવનના રહસ્યને પિછાણી શકવા તેણે જ જીવનના રહસ્યને પીછાણી શકવા કામિયાબ-સફળ થઇ શકયો એ સનાતન સત્યને કદી નકારશો નહીં.

છેલ્લાં સાત દાયકા કરતાં પણ વધુ સમયથી પ્રગટ થતી મુખ્બિરે ઇસ્લામની આ કોલમ માત્ર મુસ્લિમ વાચકો સુધી જ સીમિત મર્યાદિત નથી રહી પણ તેની લોકપ્રિયતા ભાઇબંધ કોમના વાચક બિરાદરોમાં પણ એટલી જ રહેવા પામી છે તે કોલમના સંપાદકના ઉત્સાહમાં વધારો કરે છે.

આ પણ વાંચો: મુખ્બિરે ઈસ્લામ: અલ્લાહનો સંદેશ સુરહ ફાતિહાની સાત આયતોમાં

એક વાચક મિત્રે સંક્ષિપ્તમાં પ્રશ્ન પૂછયો છે કે,

  • જીવન શું છે?
  • આ સવાલનો જરા વિસ્તારપૂર્વક જવાબ એ છે કે, કેટલાકો માને છે કે જીવન એટલે આનંદ-પ્રમોદ, મોજમજા કરવા માટેનું આ ધરતી પર ઇન્સાનનું આગમન!
  • ત્યારે કેટલાકના મતે જીવન એક સતત સંઘર્ષ કરવાનું નામ છે તો કેટલાંક સમજદારોના મતે જીવન એક રહસ્ય! એક ભેદ સમાન છે.

ગુજરાતી ભાષાના એક કવિ-નાટ્યકારના મત મુજબ આ દુનિયા એક રંગભૂમિ છે અને તેના તખ્તા ઉપર માનવમાત્ર નાટક ભજવતો રહી જીવનને સમાપ્ત કરે છે.

ઇન્સાને જીવનને જો ખરેખર સમજવો હોય તો તે આપનારા જગતના કર્તાને સૌપ્રથમ જાણવો પડશે. જયાં સુધી અલ્લાહપાકનું અસ્તિત્વ નહીં સમજાય ત્યાં સુધી દરેક વિચારકો,
બુદ્ધિમાનો, વૈજ્ઞાનિકો જીવન શું છે તેનો તાગ મેળવવા ગોથા જ ખાતા રહેશે. માનવીને તેના જીવનનું રહસ્ય ત્યારે જ સમજાશે, જયારે સૌપ્રથમ તે પોતાની જાતને ઓળખવાનું શરૂ કરશે.
હઝરત અલી અલૈયહિસ્સલ્લામનું કથન છે કે જે વ્યક્તિએ પોતાની જાતને ઓળખી લીધી તેણે તેના રબને પિછાણી લીધો.

જોકે, આજના ઇન્સાનનું એથી વિરુદ્ધ દિશામાં જ વિચારવાનું હોય છે તે પોતાની જાતને ઓળખવાને બદલે બીજાઓને ઓળખવા જ મથતો હોય છે. પરિણામે જાત ભૂલાય જાય છે અને એ સાથે તેનો ખાલિક પાલનહાર ઇશ્વર-અલ્લાહ પણ વિસરાય જાય છે. આના પરિણામસ્વરૂપ માનવી ફાસિક બની જઇ દુનિયા તરફ દોડે છે. આ કાએનાત (બ્રહ્માંડ)નું સંચાલન કરનારી કોઇ શક્તિ અવશ્ય અસ્તિત્વ ધરાવે છે. જે કોઇ આકાર-પ્રકાર, શરીર નથી ધરાવતી, પરંતુ પોતાની પૂર્ણશક્તિ દ્વારા સમગ્ર બ્રહ્માંડને બખૂબી ચલાવી રહ્યું છે, તેનું સંચાલન કરી રહ્યું છે.

આ પણ વાંચો: મુખ્બિરે ઈસ્લામ: જબાન સંભાલકે: દિલને તંદુરસ્ત રાખવા, જીભને અંકુશમાં રાખો

વિજ્ઞાને આજે ડીએનએની તપાસ ઉપરથી એવું તારણ કાઢયું છે કે જીવન પેદા કરવા માટે માન્યમાં ન આવે એવી જરૂરી ગોઠવણીઓમાં કોઇક પ્રકારની ઇન્ટેલિજન્સ (બુદ્ધિ) સંડોવાયેલી છે. આ પરમબુદ્ધિ કોની છે? માત્ર ખાલિકે કાએનાત (સૃષ્ટિના સર્જનહાર)ની. કુરાને મજીદમાંની અનેક આયતોમાં આ અભૂતપૂર્વ ઇન્ટેલિજન્સનો ઉલ્લેખ છે. ઇન્સાન માત્ર કુરાને મજીદનું જ પઠન કરતો રહી તેમાંની જુદી જુદી આયતોનું અવલોકન કરતો રહે તો તેને તેનું જીવન શું છે તે સમજાય જશે, પરંતુ માનવી એવું કરતો નથી અને પૂર્ણ અભ્યાસ વગર જીવન અંગે અલ્લાહનો આ બંદો કંઇ સમજે, કરે કે જાણે છે, તેના પર જાતે જ સચ્ચાઇની મહોર મારે છે. દરેકને એમ જ લાગે છે કે પોતે જે સમજે છે-કરે છે તે જ ખરું છે અને જે કહે છે તે જ સત્ય છે. અને જે સમજે છે તે બરાબર છે, ખરું છે.

આ દુનિયામાં એવું ઘણું બધું છે જે પ્રખર વિચારકો, બુદ્ધિમાનો, તત્ત્વજ્ઞાનીઓ, વિજ્ઞાનીઓને પણ નથી સમજાતું. અકલને આધારે લીધેલા નિર્ણયો ઘણીવાર સાચા નથી ય હોતા. ખરું શું છે, તેને જાણવા ત્વારીખ ગવાહ મન અને બુદ્ધિ સિવાય કશુંક વિશેષ પણ જોઇએ અને આ વિશેષ એટલે અલ્લાહતઆલાનું સતત સ્મરણ! અને એથી જ હઝરત અલી અલૈયહિસ્સલ્લા-મે ભારપૂર્વક ફરમાવ્યું છે. કે,

આ પણ વાંચો: મુખ્બિરે ઈસ્લામ : શ્રદ્ધા ડગી જાય તો ઈન્સાન મઝહબ વિનાનો થઈ જાય: નાજુક કદમ – મંઝીલ દૂર, કોલાહલમાં મધૂરા સૂર

  • જેણે પોતાની જાતને ઓળખી લીધી તેણે તેના રબ (પાલનહાર ઇશ્વર)ને પણ ઓળખી લીધો…!

ત્વારીખ ગવાહ
આ એ સમયની વાત છે જયારે ઇસ્લામી રાજ્યોમાં ભારે કટોકટીનો દૌર ચાલી રહ્યો હતો.

તેવા નાજુક દૌરમાં હઝરત અલી સાહેબને ઇસ્લામી ખીલાફત-સત્તાની જવાબદારી સુપ્રદ કરવામાં આવી. આપ અલી (અ.સ.)ને હિતેચ્છુઓ તરફથી એવું સલાહ સૂચન કરવામાં આવ્યું હતું કે જયાં સુધી તેઓ પોતાના દુશ્મનો સામે મજબૂત બની ન જાય ત્યાં સુધી કોઇની બરતરફી કરવી સલાહ ભરેલી નથી. પણ ઇસ્લામના એ સત્યપ્રેમી ખલીફાએ ઇન્સાફ ખાતર એવું કોઇ સમાધાન કે સમજૂતી કરવાનો ઇન્કાર કર્યો અને ન્યાય ખાતર હિંમતપૂર્વક સંજોગોનો સામનો કરવા માટે આપ તૈયાર થયા.

  • આપ ગરીબો-કચડાયેલાઓના બેલી હતા.
  • આપના આ પગલાંથી નિરાધારોનું લોહી ચૂસનારા આપના શત્રુ બની ગયા…

… પણ આપે સત્યનો માર્ગ છોડયો નહીં, આપે આપના અમલ દ્વારા સાબિત કરી આપ્યું કે આપ અલ્લાહથી ડરનારા ખલીફા હતા, ઇમામે આલાં હતા.

મહાન મુસ્લિમ ઇતિહાસકાર ઇબ્નુલ અતહીર લખે છે કે આપ અમિરૂલમુઅમિનીનની ખિલાફતના સમય દરમિયાન હારૂન ઇબ્ને હમઝાએ આપ કર્રમલ્લાહવજહુની રૂબરૂ મુલાકાત લીધી. એ વખતે મધ્ય શિયાળાની સાંજ હતી. હારૂને જોયું કે આપ ઉનના (ગરમ) વસ્ત્રોના અભાવે થરથર કાંપી રહ્યાં હતાં. હારૂન આ જોઇ શકયા નહીં અને તેમના મોઢેથી શબ્દો સરી પડયા:

‘ઓ વફાદારોના સીપેહસાલાર! તમને પણ બયતુલ માલમાંથી તમારા માટે અને તમારા બાળકો માટે ગરમ કપડાં હિસ્સામાં મળ્યા છે તે છતાંય તમે કેમ આ બધું ભોગવી રહ્યા છો!’

આપ અમિરૂલ મોઅમિનીને ઉત્તર આપ્યો કે, ‘અલ્લાહની કસમ! હું બયતુલ માલમાંથી મળેલી કોઇ પણ વસ્તુઓ મારા કે મારા કુટુંબીજનો માટે ઉપયોગ કરવા માંગતો નથી. સાચું માનજો કે મારા શરીર ઉપર જે વસ્ત્રો છે તે એ જ વસ્ત્રો છે કે જે હું મદિનાથી મારી સાથે લાવ્યો હતો…!’

શું ઇતિહાસ આવા ઉચ્ચ કર્તવ્યશિલ સત્તાધારીની જોડ પૂરી પાડી શકે છે? હરગીઝ નહીં.

  • શું ઇતિહાસ આવા ઉચ્ચ કર્તવ્યશિલ સત્તાધારીની જોડ પૂરી પાડી શકે છે? હરગીઝ નહીં.
  • આપની રાજ્યસત્તાનો એ અટલ સિદ્ધાંત હતો કે ખલીફાએ રાજયની અદના વ્યક્તિ જેવું જીવન ધોરણ રાખવું જોઇએ.
  • આપ અંતકરણપૂર્વક એવું માનતા હતા કે ખલીફાની મહાનતા અને તેનો દબદબો મોંઘા અને સુંદર વસ્ત્રો પરિધાન કરવામાં નથી હોતો, પણ ખલીફાની ખરી મહત્તા તેની પ્રજાની તકલીફો અને મુસીબતો દૂર કરવામાં સમાયેલી છે.

સાપ્તાહિક સંદેશ
હઝરત શેખ સા’દીનું સૂચન છે કે

  • તમારા સંતાનોને સંસ્કારી બનાવવા હોય તો તેને
    નાનપણથી જ
  • સારી સંગત
  • સારું વાંચન
  • સારો ઉછેર હોય તો તે સંતાન પુખ્ત થઇને
  • તેજસ્વી
  • સદાચારી,
  • ગુણવાન,
  • સંસ્કારી બને છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button