લાડકી

મોન્સૂન વેર રેડી છે?

મોન્સૂન ચાલુ થતા પહેલા જ મહિલાઓ મોન્સૂન વેરની તૈયારી કરી લે છે. ખાસ કરીને જે વર્કિંગ મહિલા છે કે સ્ટુડન્ટ છે કે જેમને રેગ્યુલર બહાર જવાનું હોય છે. ગરમીમાં કોટન કપડાં પહેરીયે તો મોન્સૂનમાં સિન્થેટિક કપડાં જોઈએ. એમ જોઈએ તો આખો વોર્ડરોબ જ ટોપ ટુ બોટમ બદલાઈ જાય. ચાલો , જાણીયે મોન્સૂનમાં પણ કઈ રીતે અપ ટુ ડેટ રહી શકાય.

ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર

સ્ટુડન્ટ- સ્ટુ
સ્ટુડન્ટ પાસે ઘણા ઓપશન હોય છે. મોન્સૂનમાં એ સ્ટ્રેચેબલ ફેબ્રિકનું કેપ્રી પહેરી શકે. ડેનિમની શોર્ટ્સ અથવા ની લેન્થ સ્કર્ટ પહેરી શકાય. યુવતીઓ મોન્સૂનમાં બીજા બધાનું અનુકરણ કરીને વિનશીટર પહેરે છે. જે હિપ લેન્થનું હોય છે.

મોન્સૂનમાં વિનશીટર પહેરવાથી તમારું અપ્પર બોડી તો કવર થાય છે, પરન્તુ લોઅર બોડી આખું ભીનું થાય છે.

મોન્સૂનમાં વિનશીટર પર પાણી પડવાથી બધું જ પાણી વિનશીટર જ્યાં પૂરું થાય
ત્યાંથી નીચે પડે છે તેથી નીચેનું આખું
બોડી ભીનું થાય. આ બધાથી બચવા માટે ફૂલ લેન્થ અથવા થ્રિ ફોર્થ લેન્થનો રેનકોટ પહેરવો.

પગમાં કમ્ફર્ટેબલ ફ્લોટ્સ અથવાબ્રાઇટ કલર્સના રેની શૂઝ પહેરવા. મોન્સૂનમાં કલીદાર ડ્રેસ પહેરવા ટાળવા. તેની બદલે થ્રિ-ફોર્થ લેગિંગ્સ અને હિપ કવર થાય તેટલી કુર્તી પહેરવી.

કોટન કુર્તી અવોઇડ કરવી અને તેની બદલે સિન્થેટિક કુર્તી પહેરવી. ખાસ ધ્યાન રાખવું કે સિન્થેટિક કુર્તી ટ્રાંસપેરન્ટ ન હોવી જોઈએ. જો તમે ફુલ લેન્થ રેનકોટ પહેરવાના હોવ તો જ ફેન્સી ટોપ્સ પહેરવા.

વન પીસ ડ્રેસ પહેરતા વખતે પણ ખૂબ જ ધ્યાન રાખવું, જેમકે કોટનના અને બહુ ફલેરી ડ્રેસ ન પહેરવા. તમારી બધીજ એક્સેસરીઝ વોટર પ્રૂફ હોવી જોઈએ જેમકે તમારી બેગ અને વોચ. અને સૌથી જરૂરી તમારો મેક અપ વોટર પ્રૂફ હોવો જોઈએ
ખાસ કરીને તમારું આય
લાઈનર.

બેગમાં એક નેપકીન અથવા એક એક્સ્ટ્રા ટોપ જરૂરથી રાખવું જેથી જો ભિના થઈ જવાય તો ચેન્જ કરી શકાય. સાથે એક પ્લાસ્ટિક બેગ પણ રાખવી જેથી ભીના કપડાં તે બેગમાં
મૂકી શકાય જેથી કરી તમારી બેગ ભીની ન થાય. રેનકોટ કે છત્રીનું કવર હંમેશાં સાથે રાખવું.

વર્કિંગ વુમન
વર્કિંગ વુમન માટે એવાં કપડાં જોઈએ કે વરસાદમાં ભીના થયા પછી પણ જલ્દીથી સુકાઈ જાય.મોન્સૂન માટે બેસ્ટ ઓપશન છે સિન્થટિક વેર. સિન્થટિક કપડાં જયારે ભીના થાય ત્યારે એ કપડાં પાણી ચૂસી નથી લેતું, પરંતુ પાણી સિન્થેટિક કપડાંમાંથી ટપકી
જાય છે.

વર્કિંગ વુમન માટે બેસ્ટ ઓપશન છે સ્ટ્રેટ પેન્ટ અને લોન્ગ કુર્તો,થ્રિ ફોર્થ પેન્ટ અને હિપ કવર થાય તેટલું ટોપ. પગમાં રબરના શૂઝ અથવા સેન્ડલ.

મોન્સૂનમાં ચપ્પલ પહેરવા ટાળવા,જો તમારું ધ્યાન નહિ હોય તો તમારા ડ્રેસમાં કીચડના છાંટા પડશે. સૌ પ્રથમ ધ્યાન
રાખવા જેવી બાબત એટલે, લાઈટ
કલરના કપડાં ન પહેરવા અને ખાસ
કરીને ડાર્ક કલરના કપડાં પહેરવા જેથી
કરી જો તમે ભીના થયા હોવ તો ખરાબ ન લાગે.

મોન્સૂનમાં લેગિંગ્સ, સલવાર અથવા પ્લાઝો પહેરવાનું ટાળવુ, જો તમે લેગિંગ્સ પહેરશો તો લેગિંગ્સ ભીનું થયા પછી શરીરને ચોંટી જશે અને આખો દિવસ ભીના લેગિંગ્સમાં કાઢવો અઘરો થઈ જશે.
સલવાર અને પ્લાઝો ભીના થયા પછી શરીરને ચોંટી જશે અને આખા પગનો શેપનો દેખાશે. તેથી મોન્સૂનમાં ખાસ કરીને સિન્થેટિક ફેબ્રિકના સ્ટ્રેટ પેન્ટ પહેરવા.

સિન્થેટિક ફેબ્રિક ભીના થયા પછી શરીરને ચોટતા નથી અને સિન્થેટિક ફેબ્રિકમાંથી પાણી જલ્દીથી નીકળી જાય છે અને સુકાય પણ જલ્દી જાય છે. જો તમે સાડી પહેરીને ઓફિસ જતા હોવ તો ખાસ કરીને સિન્થેટિક સાડી જ પહેરવી.

હવે પ્રશ્ર્ન આવે છે કે છ્ત્રી લેવી કે રેનકોટ. છત્રી શોર્ટ ડિસ્ટન્સ માટે સારી પડે. શોર્ટ ડિસ્ટન્સ માટે છત્રી માત્ર માથું ઢાંકે છે. તેથી જો તમે લોન્ગ ડિસ્ટન્સ ટ્રાવેલ કરતા હોવ તો રેનકોટ વધારે સારો પડશે. રેનકોટ પહેરવાથી તમારું આખું શરીર ઢાંકાયેલું રહેશે અને બિલકુલ ભીના નહિ થવાય..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button