લાડકી

ઈમ્પ્રેસિવ જેકેટ

ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર

કોઈપણ વની ઉપર પહેરાતું સ્લિવવાળું અથવા સ્લિવલેસ વ એટલે જેકેટ.જેકેટ પહેરવાથી એક ઈમ્પ્રેસિવ લુક આવે છે. જેકેટ પહેરવાની એક સ્ટાઇલ હોય છે તેમજ જેકેટના ઘણા પ્રકાર છે. જેકેટ એ કોમન ગારમેન્ટ છે એટલે કે,જેકેટ નાના બાળકો, ીઓ, પુરુષો તેમજ વયસ્ક એમ બધાજ પહેરી શકે છે.ચાલો જાણીયે જેકેટના અલગ અલગ પ્રકાર અને ક્યાં ગારમેન્ટ સાથે કઈ રીતે પહેરી શકાય.

ડેનિમ – ડેનિમ જેકેટ યંગ જનરેશનમાં ખૂબ જ પ્રખ્યાત છે. ડેનિમ જેકેટમાં ઘણા પ્રકાર આવે છે. પરંતુ અબવ વેસ્ટ અને વેસ્ટ લેન્થના જેકેટનો વપરાશ યન્ગસ્ટર્સમાં વધારે છે. જો તમારું શરીર ભરેલું હોય તો જેકેટ પહેરવાનું ટાળવું. કારણ કે જેકેટ કોઈ પણ વની ઉપર પહેરવામાં આવે છે જેના લીધે તમારા શોલ્ડર એન્હાન્સ થાય છે અને થોડો વધારે બ્રોડ લુક આવે છે જેથી કરી જો પાતળી યુવતીઓ પહેરે તો તેને જેકેટ વધારે સારું લાગી શકે.ડેનિમ પહેરવા માટે કોઈ ચોક્કસ વની જરૂર નથી પડતી. ડેનિમનું જેકેટ માત્ર જ એક સ્ટાઇલ સ્ટેમેન્ટ છે.તમે ડેનિમના જેકેટને શોર્ટ્સ, કની લેન્થ ડ્રેસ ,ડેનિમ ,સ્કર્ટ આ બધાજ સાથે મિક્સ એન્ડ મેચ કરી શકો.ડેનિમના જેકેટ મોટે ભાગે બ્લુ શેદમ હોય છે .જેથી કરી નીચેના વનો કલર એવો સિલેક્ટ કરવો જે બ્લુ કલર ડેનિમના જેકેટ સાથે સારો લાગી .જેમકે ડાર્ક પિન્ક કોટન પ્રિન્ટેડ શોર્ટ્સ સાથે ઓરેંજ બોડી હગિંગ ટી-શર્ટ અને તેની પર લાઈટ બ્લુ કલરનું અબવ વેસ્ટ લેન્થનું ડેનિમ જેકેટ સારું લાગી શકે. આ લુક સાથે પગમાં વાઈટ સ્પોર્ટ્સ શૂઝ અને હાઈ પોની એક કંપ્લીટ લુક આપી શકે. ડેનિમનું જેકેટ સ્લિવલેસ અથવા સ્લિવવાળું એ તમે તમારા બોડી ટાઈપ પ્રમાણે સિલેક્ટ કરી શકો. એક સિમ્પલ કની લેન્થ ડ્રેસ સાથે ડેનિમ જેકેટ પહેરવાથી એક અલગ લુક આવે છે.

નહેરુ જેકેટ – નહેરુ જેકેટ એટલે જે જેકટની નેક લાઈન બંધ ગળાની હોય અને જેકેટની લેન્થ વેસ્ટ લેન્થ અથવા કની સુધી હોય અને ફ્રન્ટમાં બટન હોય તેને નહેરુ જેકેટ કહેવાય. નહેરુ જેકેટ એક હોદ્દો અને પાવર દર્શાવે છે. નહેરુ જેકેટ ખાસ કરીને રાજકારણીઓની ઓળખ છે. નહેરુ જેકેટ મોટે ભાગે પ્લેન અને સોલિડ કલર્સમાં હોય છે જેને લીધે નહેરુ જેકેટની ઇમ્પ્રેશન ખૂબ સચોટ હોય છે. મોટાભાગે નહેરુ જેકેટ ૪૦ પછીનું એજ ગ્રૂપ પહેરવાનું પસંદ કરે છે. નહેરુ જેકેટ સ્ટાઇલ હવે કેઝ્યુઅલ લુકમાં પણ આવે છે જે વધારે કરીને યંગસ્ટર્સ પહેરે છે. કેઝ્યુઅલ લુક એટલે કે જેકેટનું ફેબ્રિક કોટન પ્રિન્ટવાળું હોય છે અથવા પ્લેન હોય અને તેમાં પ્રિન્ટેડ ફેબ્રિકની પટ્ટી કે પેચ આપીને તેની ડિઝાઇનિંગ થઇ હોય તેને કેઝ્યુઅલ જેકેટ કહેવાય. કોટન પ્રિન્ટેડ લોન્ગ કુર્તા સાથે કોટન પ્રિન્ટેડ પેન્ટ અને તેની સાથે સ્લિવલેસ કોટન પ્રિન્ટેડ અથવા પ્લેન નહેરુ જેકેટ એક યંગ યુવતીને ઈમ્પ્રેસિવ લુક આપી શકે. પ્લેન નહેરુ જેકેટ સાડી સાથે પહેરી શકાય. સાડી સાથે નહેરુ જેકેટ પહેરવા એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે યંગ યુવતીઓ જો ડેનિમ સાથે પ્રિન્ટેડ નહેરુ જેકેટ પહેરે તો એક ડિગ્નિફાઈડ લુક મળી શકે. આ લુક માટે સોફ્ટ કર્લ્સ અથવા સ્ટ્રેટ હેર સારા લાગશે તેની સાથે રાઇટ ફ્રેમના ચશ્માં એક કંપ્લીટ લુક આપી શકે .

પુલ ઓવર/ હુડી – પુલ ઓવર અથવા હુડી એટલે જે ટી-શર્ટમાં સાથે કેપ અટેચ હોય તેને હુડી અથવા પુલ ઓવર કહેવાય. પુલ ઓવર યંગસ્ટરર્સમાં ખૂબ જ પ્રખ્યાત છે. મુંબઈની ગુલાબી ઠંડીમાં પુલ ઓવર પહેરતા યંગસ્ટર્સ સાથે વ્યસ્ક પણ અચકાતા નથી. આને ઈઝી ટુ વેર પણ કહી શકાય. પુલ ઓવરમાં ફ્રન્ટમાં ઝીપ હોય છે તેમજ તેને ઉપરથી ગાળામાં નાંખી પહેરી પણ શકાય. પુલ ઓવર ડેનિમ સાથે ખૂબ જ સ્માર્ટ લુક આપે છે. ગૃહિણીઓ પુલ ઓવરને સલવાર કમીઝ સાથે પહેરતા પણ અચકાતી નથી તેમજ વયસ્ક પણ પુલ ઓવરમાં જોવા મળશે.પુલ ઓવર એટલે કંફર્ટ વિથ સ્ટાઇલ. ઓવર ખાસ કરીને બ્રાઇટ કલર્સમાં વધારે સારા લાગે છે. જો તમને ૧ પુલ ઓવરથી વધારે ન વસાવવા હોય તો તમે બ્લેક પુલ ઓવર લઇ શકો જે બધા જ આઉટફીટ પર આસાનીથી મિક્સ એન્ડ મેચ થઇ શકે.

લેધર જેકેટ – લેધર જેકેટ એ એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. યંગસ્ટર્સ લેધર જેકેટ પહેરવાનું વધારે પસંદ કરે છે. અને યંગસ્ટર્સને વધારે સારા પણ લાગે છે. લેધર જેકેટમાં ખાસ કરીને ટેન કલર એટલે કે ડાર્ક બ્રાઉન કલર વધારે પ્રખ્યાત છે. કોર્પોરેટ કંપનીમાં કામ કરતી યુવતીઓ લેધર જેકેટ કોઈ ખાસ મિટિંગ માટે પહેરી શકે. જયારે યુવકો કોઈ પાર્ટી માટે લેધર જેકેટની પસંદગી કરી શકે. લેધર જેકેટ એ એક વર્સેટાઈલ જેકેટ છે એટલે કે લેધર જેકેટને જે કોઈ લુક પ્રમાણે પહેરવા માંગતા હોવ તે પ્રમાણેનો લુક મળે. જેમકે લેધર જેકેટ જો ડેનિમ સાથે પહેરવામાં આવે તો તે એક કેઝ્યુઅલ લુક કહેવાય.લેધર જેકેટ જો ફોર્મલ બ્લેક પેન્ટ સાથે પહેરવામાં આવે તો એક ફોર્મલ લુક મળે છે અને લેધર જેકેટ જો શિમર બોડી હગિંગ ડ્રેસ સાથે પહેરવામાં આવે તો તેને એક પાર્ટી લુક મળે છે. ડીપેન્ડિંગ તમારે કઈ રીતે લેધર જેકેટ પહેરવું છે અથવા તો એમ કહી શકાય કે એક લેધર જેકેટ સાથે તમારી ફેશન સુઝ અનુરૂપ ૨ થી ૩ લુક ક્રિએટ કરી શકાય.

રિવર્સેબલ – રિવર્સેબલ જેકેટ એટલે બંને સાઇડથી પહેરી શકાય એટલે કે જયારે જેકેટ પહેરો ત્યારે કોઈ બીજી પ્રિન્ટ હોય છે અને જેકેટને જો ઊંધું કરી પહેરવામાં આવે તો કોઈ બીજી પ્રિન્ટ હોય છે. રિવર્સેબલ જેકેટ ખાસ કરીને યુવતીઓમાં વધારે પ્રચલિત છે. એક કિંમતમાં ૨ જેકેટ તે શોપિંગ મેન્ટાલિટી પણ આવી જાય છે. રિવર્સેબલ જેકેટની ખાસિયત એ છે કે, ૧ કિંમતમાં બે વસ્તુ તો મળે જ છે પરંતુ ૧ કિંમતમાં ૨ અલગ અલગ ટાઈપના લુક મળે છે.સાચવવાની પળોજણ થતી નથી અને અલગ અલગ લુક ક્રિએટ કરવાનો યુવતીઓનો આગ્રહ પૂરો થાય છે. રિવર્સેબલ જેકેટ ખાસ કરીને જયપુરી પ્રિન્ટ્સમાં આવે છે. તેથી તે ઈન્ડો વેસ્ટર્ન લુક આપે છે. રિવર્સેબલ જેકેટ ડેનિમ અથવા કોટન પેન્ટ સાથે તો સારા લાગે જ છે પરંતુ પ્લેન કુર્તા- પેન્ટ સેટ કે કુર્તા -ચુડીદાર સાથે પણ સારા લાગી શકે. તમારી હાઈટ મુજબ ચુડીદાર અથવા પેન્ટની પસંદગી કરવી. રિવર્સેબલ જેકેટ સ્લિવલેસ અને સ્લિવવાળું એમ બન્ને આવે છે. તમારી હાઈટ અને શરીર મુજબ જેકેટની પસંદગી કરવી. રિવર્સેબલ જેકેટ ખાસ કરીને પ્લેન ગારમેન્ટ સાથે જ પહેરવું જેથી કરી તેનો લુક વધારે ઊઠીને આવે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…