તમારા પડોશી કેવા છે?

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
સરલાબેન, જરા છત્રી આપશો? હું જરા બજારથી શાક લઈ આવું’
નેહાબહેને પડોશણ
સરલાબહેન પાસે છત્રી માંગી ને સરલાબહેને તરત જ છત્રી આપી. છત્રી જોતાંવેંત નેહાબહેનની
આંખો પહોળી થઈ ગઈ. એમને એમની આવી જ ગત વર્ષે ખોવાયેલી છત્રી યાદ આવી. એમણે
ખાતરી કરવા છત્રી ખોલી. પોતે છત્રીના અંદરના દાંડા ઉપર લાલ ટપકાં કરેલાં એ છે કે નહીં
એ જોવા માટે. એ પાકા લાલ રંગનાં ટપકાં હાજરાહજૂર હતાં. સરલાબહેન તરફ નેહાબહેને
ડિટેક્ટિવ નજરે જોયું. ત્યાં એમણે સરલાબહેનના ઘરમાં લટકતી બે-ત્રણ બીજી છત્રીઓ જોઈ અને
આશંકા દ્રઢ થઈ. એમનાથી રહેવાયું નહીં અને લાગલું પૂછી જ નાખ્યું : આ છત્રી
ક્યાંથી લાવ્યાં? ખૂબ સુંદર છે એટલે પૂછું છું. મારે પણ અદ્દલ આવી જ છત્રી લાવવી છે. ’
સરલાબહેન જરા બાઘા બની ગયાં. એમને તો એમ કે નેહા છત્રી આપ્યા બદલ
આભાર માનશે અને આ તો પ્રશ્નોત્તરી શરૂ કરે છે! હજી તત… તત… ફફ… કરવા જાય તે પહેલાં
સરલાબહેનની દીકરી મીના, મમ્મી બફાટ કરે તે પહેલાં મદદે આવી. (કદાચ સારે કે સારે એક હી
થાલી કે ચટ્ટે બટ્ટે થે!)
આ છત્રી…? આ છત્રી તો આન્ટી, અમે હમણાં જ લાવેલાં.’ દીકરી
મીનાએ મમ્મીને ચૂપ રહેવાનો ઇશારો કર્યો.
નેહાબહેને તરત પૂછ્યું, િીજ્ઞિ;ંહમણાં એટલે આ વીકમાં જ. ખરું ને? મને પણ ઍડ્રેસ આપને. હું
ત્યાંથી જ લઈ આવું.િીજ્ઞિ;ં
િીજ્ઞિ;ંઆન્ટી, હમણાં એટલે કે ઉનાળામાં… અમે કચ્છ ફરવા ગયેલાં, ત્યાંથી લીધેલી. જોતાં
જ ગમી ગયેલી.િીજ્ઞિ;ં િીજ્ઞિ;ંઉનાળામાં ત્યાં જરૂર પડેલી. એમ ને?િીજ્ઞિ;ં નેહાએ બીજો પ્રશ્ન છોડ્યો.
િીજ્ઞિ;ંઆન્ટી, ત્યાં તાપ બહુ લાગે. એટલે ઓઢવા લીધી હતી.િીજ્ઞિ;ં અને ત્યાં જ એમની બીજી
દીકરી અંદરથી બહાર આવી બોલી, િીજ્ઞિ;ંમીના દીદી, આ ફૂમતાંવાળી છત્રી કચ્છથી લીધી હતી.
કદાચ આ છત્રી તો મમ્મીને કશેથી મળી હતી. નેહા આન્ટી, એમાં ત્રણ લાલ ટપકાં પણ છે. જરા
ધારીને જુઓને.િીજ્ઞિ;ં
અને એ સાથે જ નેહાએ ટપકાં આગળ કર્યાં અને સરલાબેને સીવેલું મોં ખોલ્યું.
િીજ્ઞિ;ંનેહાબેન, કદાચ આ છત્રી મને જ નધણિયાતી કશેથી મળેલી. મેં તો એ સાઇડ પર મૂકી
રાખેલી. કે કોઈ નિશાની આપીને માંગવા આવે તો આપવી.િીજ્ઞિ;ં અને નેહાબેન તાડૂક્યાં. િીજ્ઞિ;ંકેમ
સરલાબહેન, ગત વર્ષે મેં તમને નહોતું કહ્યું કે હું તો મારાં ઘરની દરેકે દરેક વસ્તુને (સજીવ
તેમજ નિર્જીવ સુદ્ધાંને) ક્યાં લાલ, ક્યાં કાળા ટપકાં કરું છું? એટલે ચોરાયેલ માલ ગમે ત્યારે
ચાલતો ચાલતો ઘરભેગો થયે જ છૂટકો ! ’
હા. તે હું વિચારતી જ હતી કે આજકાલમાં તમારી છત્રી તમને આપી આવું. પણ બળ્યો
ટાઇમ જ ક્યાં મળે છે? હવે સાચવીને બરાબર રાખજો. ’ (પહેલાં તો પડોશથી જ સાચવવાનું ને!)
અમારાં ઍપાર્ટમેન્ટમાં તો છત્રી તો શું, વાટકી, બરણી, દૂધની કોથળી, છાપાંઓ,
ભગવાનને ચડાવવાનાં ફૂલો, સત્યનારાયણનો પ્રસાદ, જમણવારમાં વધતાં મીઠાઈ તેમજ
ફરસાણનાં તપેલાં સુદ્ધાં ક્યારે છૂમંતર થઈ જાય, એ કહેવાય નહીં. સત્યનારાયણનો તપેલી
ભરેલો શીરો મનિયો બધા ફ્લેટમાં વેચવા જાય. પણ સૌથી પહેલાં સિત્તેર ટકા શીરો એના
ઘરમાં જ ઠલવાતો હોય! એ દિવસે તો એના ઘરના બધાં શીરો તેમજ ફળફળાદિ ખાઈને પેટની
ભક્તિ કરે છે. બીજે દિવસે પાછી ફરિયાદ આવે કે, ૩૯;ભાભી, જરા પ્રસાદ વધારે મોકલાવતાં હોય
તો મજા પડે! બાકી આ ડોક્ટરની ગોળી જેટલો, અડધી ચમચી શીરામાં તો મોઢું પણ ભીંજાતું
નથી!૩૯;
ચા, ખાંડ, ઘી, લોટ, છાશ, દહીં, બટાકા, કાંદા, લસણ માગવા આવનારાં મહેરબાનો ખાંડ
સાથે વાટકી પણ આપણી જ લેતાં જાય! અને જ્યારે પાછી આપવા આવે ત્યારે, ૩૯;આવી જ છું,
તો એક તપેલી લોટ પણ લેતી જ જાઉં. તમારા ભાઈ રાતે સોદો લઈને આવે એટલે તપેલી ને
લોટ બંને આપી જઈશ.૩૯;
સરલાબહેને તો જે દિવસે બટાકાવડાં કે ભજિયાંનો પ્રોગ્રામ કરવાનાં હોય, ત્યારે
નેહાબહેનમાં પેટમાં મોટી ફાળ પડે કે હમણાં બારણે ટકોરા પડશે! અને ટકોરા પડે જ…
’ આજે જ તમને મારા હાથનાં ખૂબ ભાવતાં બટાકાવડાં ખવડાવવાં છે. એક કામ કરો ને. ગેસ ચાલુ
રાખીને જ આવી છું. જલદી આઠ – દસ બટાકા ને એક તપેલી ચણાનો લોટ આપી દો, એટલે
પત્યું. બજારમાંથી આખું બજાર વીણી લાવી. પણ બટાકા ને બેસન જ ભૂલી ગઈ. બોલો! ભાઈને
હારુ હમણાં ગરમ ગરમ લઈને આવું છું.િીજ્ઞિ;ં એમ કહીને લઈ ગયાં. સરલાબેનની રાહ જોતા
બટાકાવડાંના ચટ્ટુ એવા ભાઈ (પતિદેવ) દસ આંટા બહાર ઓસરી સુધી મારી આવ્યા.
પડોશમાંથી બટાકાવડાંની સુગંધ સુદ્ધાં ફેફસાંમાં ભરીને આવ્યા. આખરે થાકી હારીને રોટલા ભેગા
થયા.
રોટલાનો છેલ્લો ટુકડો કમને ચવાતો હતો, ત્યાં તો સરલાબહેનના પતિદેવ, બહાર
નીકળેલ ઉદર ઉપર હાથ ફેરવતાં ફેરવતાં ઘરમાં દાખલ થયા અને મોટેથી ઓડકાર ખાતાં
ખાતાં બોલ્યા, િીજ્ઞિ;ંતે જગદીશભાઈ, આટલું વહેલું ખાઈ લીધું? હમણાં તમારી ભાભી બટાકાવડાં
લઈને આવવાની જ હતી… ચાલો, હવે બીજી વાર હું ધ્યાન રાખીને ખાતાં પહેલાં જ મોકલી
આપીશ.િીજ્ઞિ;ં ફરી ઓડકાર ખાતાં ખાતાં િીજ્ઞિ;ંઆ બટાકાવડાં ના… ના… કરતાં એટલા બધા ખવાઈ
ગયાં ને કે હારાં રાતે મથાવહે! તેં ભાભી, તમે કાલે બનાવેલો અજમાવાળો મુખવાસ સરલા બહુ
વખાણતી હતી. તે આલો, એટલે ફાકો મારી દઉં!િીજ્ઞિ;ં
હજી નેહાબહેન શો-કેસમાંથી બોટલ કાઢીને આપવા જાય, તે પહેલાં જ સરલાબેનના ચતુર
પતિદેવ શોકેસ ખોલીને બોટલ કાઢી, ફાકો મારતાં મારતાં બોલ્યા, િીજ્ઞિ;ંમને સરલાએ કહ્યું હતું.
શોકેસમાં હામે જ મુખવાસ મૂક્યો છે. નેહાબેનને પાછા હેરાન ન કરતા. જાતે જ ફાકો મારી
આવો, અને મારી હાટુ હો લેતા આવો.િીજ્ઞિ;ં નેહાબેનનાં નેહ ભરેલાં નેણાં રડે કે હસે? કે પછી રૌદ્ર
રૂપ ધારણ કરે? (બટાકા મારા, બેસનનો લોટ મારો અને મુખવાસ હો મારો…! હે પ્રભુ! આવા
પડોશીથી ઉગાર.) ત્યાં જ પડોશમાં સરલાબેને મોટેથી રેડિયો મૂક્યો અને એમાં શરૂ થયું,
િીજ્ઞિ;ંદુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા, જીવન હૈ અગર જહર તો પીના હી પડેગા.િીજ્ઞિ;ં
મુખવાસ ખાતાં ખાતાં ભાઈ રવાના થયા અને પાછળ ઓડકાર સંભળાતા રહ્યા. નેહાબહેનનું મોં
જોઈ જગદીશભાઈ સમજી ગયા અને બોલ્યા,
’ જાયે તો જાયે કહાં, સમજેગા કૌન યહાં… ’