ડૅટીગ એપ્સ દ્વારા હોટેલનું કૌૈભાંડ
સ્પેશિયલ – નિધિ ભટ્ટ
આજકાલ છેતરિંપડીના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં ડેિંટગ એપ્સ પણ મોટો ભાગ ભજવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવી ઘણી ડેિંટગ એપ્સ સામે આવી છે. સામાન્ય રીતે લોકો એકલતાથી છુટકારો મેળવવા માટે ડેિંટગ એપ્સનો સહારો લે છે, જેમાં યુવાનોની સાથે આધેડ વયના લોકોની સંખ્યા વધુ છે. આવી એપ્સ પર શરૂઆતમાં ચેિંટગ કરી મીઠી- મીઠી વાતો કરી મિિંટગ ગોઠવવામાં આવે છે. પછી ખાઓ, પીઓ અને ફસાવો… આ પ્રકારના કૌભાંડો વધી રહ્યા છે. મોંઘી હોટેલમાં મળવા બોલાવે છે. મેનુમાંથી મોંઘા પીણાંનો ઓર્ડર આપવો. તે પીધા પછી, કોઈ કારણ આપો અને પછી ત્યાંથી ચાલ્યા જાઓ અને પીડિતના માથે હજારો, લાખોનું બિલ થોપી જવાનું. આ રીતે આ કૌભાંડ ચલાવવામાં આવે છે. પછી તેનો સંપર્ક પણ સાધી શકાતો નથી. પરંતુ ત્યાં સુધીમાં ૪૦ થી ૫૦ હજારનો ચૂનો લાગી જાય છે અને તેમની પાસે પૈસા ચૂકવવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.
- સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે દિલ્હી આવતો એક યુવક ડેિંટગ એપ પર એક યુવતીને મળે છે. બાદમાં તેઓ વોટ્સએપ પર ચેટ કરવાનું શરૂ કરે છે. ટૂંક સમયમાં બંને મળવાનું નક્કી કરે છે. યુવતી તેને ચોક્કસ વિસ્તારમાં મળવાનો આગ્રહ રાખે છે કારણ કે, ત્યાં ઘણા સારા કાફે અને પબ છે. બંને મળે છે અને અમુક ખૂબ જ મોંઘી ખાણી-પીણીનો ઓર્ડર આપે છે, જે મેનુ કાર્ડમાં નથી. થોડીવારમાં તે અચાનક કંઈક ખોટું બોલી ત્યાંથી નીકળી જાય છે. ટૂંક સમયમાં યુવકના હાથમાં ૧ લાખ ૨૦ હજારનું બિલ આવે છે.
- આ ઘટના મુંબઈમાં બની હતી. પીડિત યુવકને એક ડેિંટગ એપ પર યુવતી મળી હતી. તે યુવકને ચોક્કસ પબમાં આમંત્રિત કરે છે પછી કોઈ કારણસર નીકળી જાય છે. પબ માલિક તેને લગભગ ૪૫,૦૦૦ રૂપિયાનું બિલ આપે છે! આ બિલનો ફોટો પીડિતાએ શેર કર્યો છે. તેણે આ બાબતે પોલીસને પણ બોલાવી હતી; પરંતુ માત્ર રૂ. ૪,૦૦૦ હજાર ઓછા કરી યુવકે ૪૦,૦૦૦નું બિલ ચૂકવવુ પડ્યુ હતું.
- એક યુવક ડેિંટગ એપ પર એક યુવતીને મળે છે. બંનેએ મળવાનું નક્કી કર્યું. બંને એક કાફેમાં મળ્યા હતા. ત્યાં કેટલાક યુગલો ફટાકડા ફોડી રહ્યા હતા. તેમની પાસે એક ખાસ દાડમ હતું. યુવતીએ તે દાડમ માટે આગ્રહ કર્યો. પછી બિલ માંગ્યું. ફટાકડાનું બિલ આવ્યું ૪૫,૦૦૦ રૂ. યુવતી બહાનું કરીને નીકળી ગઈ.
દિલ્હીમાં બનેલા કેસમાં પોલીસે કાફેના માલિક અક્ષય પાહવા અને ડેટ અફસાન પરવીનની ધરપકડ કરી હતી.
આ રેકેટમાં કાફેના માલિકો, મેનેજર, વેઈટર અને ઘણી મહિલાઓનો સમાવેશ થાય છે. તે બધા પાસે બિલની રકમનો નિશ્ર્ચિત હિસ્સો છે. જે યુવતી યુવકને ફસાવે છે તેને કુલ રકમના ૧૫ % મળે છે. ૪૫ % હોટલ મેનેજર અને વેઇટરો લે છે અને ૪૦ % હોટલના માલિક રાખે છે. એક મહિલા દરરોજ ઓછામાં ઓછા બે લોકોને ચૂનો લગાવે છે.
ઘણા લોકો કલંકિત થવાના ડરથી છેતરાયા પછી પોલીસને જાણ કરતા નથી; પરંતુ ડર્યા વગર પોલીસમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. દિલ્હીની ઘટનામાં કેફે માલિક અને યુવતીની ધરપકડ કરવામાં આવી. યુવક પોતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો તેથી તે ગભરાયો નહિ. ડેિંટગ એપ પર કોઈને મળતી વખતે સાવચેત રહો. માત્ર પુરૂષો જ નહીં, મહિલાઓ પણ જાળમાં ફસાઈ છે.