લાડકી

ઈશ્ર્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન: સ્ત્રી

ફોકસ -ઝુબૈદા વલિયાણી

એવી કઈ અદ્ભુત ક્ષણ હશે જ્યારે ઈશ્ર્વરને ‘સ્ત્રી’નું સર્જન કરવાનું સૂઝ્યું હશે?

  • આખાયે વિશ્ર્વના સર્જનહાર ‘સ્ત્રી’નું સર્જન કર્યું છે.
  • કારણ કદાચ તેમને જ્ઞાન હશે કે ‘સ્ત્રી’ જ સર્જી શકે છે પ્રેમનું સાચું સગપણ.
  • શક્તિનું સાચું રૂપ છે ‘સ્ત્રી’ અને તેથી જ આપણે વંદન કરતાં કહીએ
    છીએ કે –
  • સ્ત્રી
  • સંસ્કારો,
  • સમન્વય,
  • સહિષ્ણુતા,
  • સદાચાર અને
  • સહનશીલતાનો સરવાળો છે.
  • ‘સ્ત્રી’ના ઘણાંય રૂપ છે, જેમ કે –
  • મા,
  • દીકરી,
  • બહેન,
  • ભાભી, દાદી વિગેરે વિગેરે… પરંતુ
  • સર્વોપરી તેનું શ્રેષ્ઠ રૂપ છે ‘મા’. માના રૂપને શક્તિની ઉપમા આપવામાં આવી છે.
  • પ્રેમ,
  • કરૂણા,
  • અને
  • વાત્સલ્યની મૂર્તિ સમાન છે મા.
  • સ્ત્રીને લક્ષ્મીજીનો અવતાર પણ કહી છે.

સનાતન સત્ય:

  • મકાનને ઘર બનાવી શકે છે સ્ત્રી.
  • જીવનમાં મધુરતાનું સંગીત પાથરી શકે છે સ્ત્રી.
  • ઉત્તમ ગૃહિણી.
  • ઉત્તમ સહચારી, * ઉત્તમ એક ‘સ્ત્રી’… એક આર્યનારી જ બની શકે છે. તેથી
  • સંસારરથને
  • દુ:ખ અને સુખના ભારથી,
  • હિંમત અને હાસ્યથી ઉત્તમ સારથિરૂપ બની ‘સ્ત્રી’ જ ચલાવી શકે છે.
  • તેથી જ ઈશ્ર્વરનું શ્રેષ્ઠ સર્જન છે ‘સ્ત્રી’!

સ્ત્રીનો સાચો શણગાર:
જ્યારે પણ દીકરીનો જન્મ થાય ને તેનાં પાવન પગલાં થાય એટલે લક્ષ્મીનાં વધામણાની ખુશાલી છવાઈ જાય છે. તેના જન્મની સાથે જ તેની ફરજો ને તેના હકોની ગાંઠો બંધાઈ જાય છે.

  • ઘોડિયામાં ઝૂલતાં ઝૂલતાં… માતાની લોરી (હાલરડા)માં પણ જાણે દીકરીને સંસ્કારોના સૂર સંભળાય છે. – ઘોડિયાની બહાર પા-પા પગલી ભરતાં… ક્યાંક અથડાતાં જરા પડી જાય કે માર વાગે ત્યારથી જ સહનશીલતા ને સાંત્વનાના ગુણ શીખવવામાં આવે છે કે, ‘દીકરા…! આજે તો પહેલું ડગલું મૂકતાં અથડામણ આવી છે. બેટા, સંસારના ડગલે ને પગલે તારે આવી અનેક કસોટી અને સુખ-દુ:ખની અથડામણો આવશે. તારે તેને સહન કરી, હિંમતભેર આગળ વધવાનું છે.’
  • જેમ જેમ દીકરી મોટી થાય ને શાળામાં જાય તે દિવસથી જ તેને શીખવવામાં આવે છે,
  • બેટા…! આ પાઠશાળાની સાથે તારે ગૃહસ્થ જીવનની પાઠશાળાના નિયમો પણ શીખવા પડશે. ગૃહશાળામાં ફક્ત ઘર અને રસોઈઘર નહીં પરંતુ જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા સાથે
  • પરખ,
  • પરિચય,
  • પરિવાર અને
  • પ્રેમની પણ ભાષા શીખવી પડશે!
  • રસોઈઘરમાં ડગલું માંડતાં જ ક્ષમા અને મિત્રભાવનાનાં મિષ્ઠાન શીખવવામાં આવે છે.

બોધ:

  • દૂધમાં જેમ સાકર ભળે તેમ પરિવારના દરેક સભ્ય સાથે ભળવાની શિખામણ આપવામાં આવે છે.
  • ગોળના ગળપણથી પણ વધુ મીઠું મઘમઘતું પીયૂ સાથે સગપણ સાચવવાનો મહામૂલો બોધ કહે છે.
  • આમ, દીકરીના સુંદરતાના સાજ-શણગાર… તેના બાળપણથી ‘માતા-પિતા’ના સંસ્કાર જ છે.
  • ‘સ્ત્રીના સોળ શણગાર એટલે તેના સંસ્કાર જ.’

નોંધ:- (દીકરી અને પિતાની અતૂટ ગાંઠ… વિશે આવતા અંકમાં રોશની નાખીશું.)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button