ફન વર્લ્ડ | મુંબઈ સમાચાર
લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
वात રોગચાળો
साथ કેડી
ताट ડાળી
पांदी દિવેટ

फांदी થાળી

ઓળખાણ પડી?
તાજેતરમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધની ટેસ્ટમાં મળેલા વિજયમાં મહત્ત્વનું યોગદાન આપનારી મહિલા ઓલ – રાઉન્ડરની ઓળખાણ પડી? ટી ૨૦માં તેણે ૧૦૦ વિકેટ ઝડપી છે.
અ) રેણુકા સિંહ
બ) રિચા ઘોષ

ક) દીપ્તિ શર્મા ડ) સ્નેહ રાણા

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ સ્ત્રીની સગી જેઠાણી ની દીકરી એ સ્ત્રીને શું સંબોધન કરી બોલાવે એ દિમાગ દોડાવી જણાવો જોઉં.

અ) ભાભી બ) ફોઈ ક) કાકી ડ) માસી

જાણવા જેવું

માછલીઓની આંખોને પાંપણ હોતી નથી. એટલે તેને પાંપણ પટપટાવવાની માથાકૂટ હોતી નથી. તેની આંખો મોટી હોય છે પણ બે ફૂટથી વધારે દૂરની વસ્તુ એ જોઇ શકતી નથી. માછલીઓ પાણીમાં રહેલા ઓક્સિજનનું શ્ર્વસન કરી જીવે છે. વહેલ અને ડોલ્ફિનના શરીર માછલીના આકારના હોય છે પણ એ માછલી તરીકે નથી ઓળખાતા.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં ઘટાદાર જંગલ સંતાઈને બેઠું છે એ શોધી કાઢો જોઉં.

મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં.

નોંધી રાખો

ભૂલ થાય તો ગભરાવું નહીં, કારણ કે ભૂલ એનાથી જ થાય જે કશુંક કરવાની કોશિશ કરતા હોય છે. બાકી કંઈ નહીં કરવાવાળા અન્યોની ભૂલો જ શોધતા હોય છે.

માઈન્ડ ગેમ
ભારતમાં વિવિધ નદી છે એમાંથી કઈ નદી સૌથી વધુ રાજ્યમાંથી પસાર થવાનો વિશિષ્ટ વિક્રમ ધરાવે છે એ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
૧) કાવેરી ૨) નર્મદા

૩) ગોદાવરી ૪) હુગલી

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
काडी દીવાસળી
कातडी ચામડી
कांता પત્ની
कासव કાચબો

काद्ंबरी નવલકથા

ગુજરાત મોરી મોરી રે

બનેવી

ઓળખાણ પડી?

લોરેન્સ રોવ

માઈન્ડ ગેમ

હુબલી જંકશન

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો

નાવ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) સુભાસ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) લજિતા ખોના (૭) ભારતી બુચ (૮) ખુશરૂ કાપડિયા (૯) પુષ્પા પટેલ (૧૦) નિખિલ બંગાળી (૧૧) અમીશી બંગાળી (૧૨) ડો. પ્રકાશ કટકિયા (૧૩) ભારતી પ્રકાશ કટકિયા (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) મીનળ કાપડિયા (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) રમેશ દલાલ (૧૯) હિના દલાલ (૨૦) ઈનાક્ષી દલાલ (૨૧) મનીષા શેઠ (૨૨) ફાલ્ગુની શેઠ (૨૩) મહેશ દોશી (૨૪) ભાવના કર્વે (૨૫) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૭) દેવેન્દ્ર સંપટ (૨૮) અંજુ ટોલિયા (૨૯) દિલીપ પરીખ (૩૦) જ્યોત્સના ગાંધી (૩૧) કલ્પના આશર (૩૨) અરવિંદ કામદાર (૩૩) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૪) સુરેખા દેસાઈ (૩૫) નયના ગિરીશ મિસ્ત્રી (૩૬) સુનીતા પટવા (૩૭) રજનીકાંત પટવા (૩૮) જયવંત પદમશી ચિખલ (૩૯) તાહેર ઔરંગાબાદવાલા (૪૦) શીરીન ઔરંગાબાદવાલા (૪૧) અબદુલ્લા એફ. મુની (૪૨) પુષ્પા ખોના (૪૩) નિતીન જે. બજરિયા (૪૪) નયના ગિરીશ મિસ્ત્રી

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button