લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.comપર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
काडी નવલકથા
कातडी ક્ાચબો
कांता ચામડી
कासव દીવાસળી
काद्ंबरी પત્ની

ઓળખાણ પડી?
કારકિર્દીની પ્રથમ જ ટેસ્ટમાં ડબલ સેન્ચુરી અને સેન્ચુરી ફટકારનાર વેસ્ટ ઈન્ડિયન ક્રિકેટરની ઓળખાણ પડી? પ્રથમ ટેસ્ટમાં જ આવી અસાધારણ સિદ્ધિ મેળવનારો એ એકમાત્ર ક્રિકેટર છે.
અ) બ્રાયન લારા બ) ક્લાઈવ લોઈડ ક) લોરેન્સ રોવ ડ) ફ્રેન્ક વોરેલ

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ પુરુષના ભાભીની સગી નણંદના પતિ એ પુરુષને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) બનેવી બ) સાળો ક) ભત્રીજો ડ) માસા

જાણવા જેવું
સઈનો દીકરો જીવે ત્યાં સુધી સીવે. જૂના જમાનામાં દીકરાઓ બાપદાદાનો ધંધો અપનાવી જીવે ત્યાં સુધી તેને વળગી રહેતા. દરજીનો દીકરો દરજીકામ, લુહારનો દીકરો લુહારીકામ, સોનીનો દીકરો સોનીનું કામકાજ સંભાળી લે એવી પરંપરા હતી. આજના જમાનામાં વ્યવસાયોની વિવિધતાનું ફલક એટલું વિસ્તૃત થયું છે કે દરજીનો, લુહારનો કે સોનીનો દીકરો બીજા કોઈ વ્યવસાયને અપનાવી તેમાં સફળતા મેળવી શકે છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં પાણીમાં સરકતી હોડી સંતાઈને બેઠી છે એ શોધી કાઢો જોઉં.
શાળાના પરિસરમાં તમાકુની બનાવટ પર પ્રતિબંધ છે.

નોંધી રાખો
દરેક ભાષામાં લખાણની શરૂઆત નહોતી થઇ તે પહેલાંથી જ પ્રજાનો અનુભવ અને ડહાપણ કહેવતો દ્વારા બહાર પડ્યા છે અને ભાષાને સમૃદ્ધ બનાવતા રહ્યા છે.

માઈન્ડ ગેમ
વિશ્ર્વનું સૌથી વધુ લંબાઈ ધરાવતું રેલવે પ્લેટફોર્મ કયું છે એનું નામ જણાવો. સત્તાવાર માહિતી અનુસાર એની લંબાઈ ૧૫૦૫.૫ મીટર છે.
અ) કોલામ જંક્શન ૨) ખડગપુર જંકશન ૩) હુબલી જંક્શન ૪) પીલીભીત જંકશન

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
पेठ બજાર
पेक्षा બદલે, કરતા
पेटण સળગવું
पेरण વાવવું
पैज શરત

ગુજરાત મોરી મોરી રે
ફુવા

ઓળખાણ પડી?
પી વી સિંધુ

માઈન્ડ ગેમ
આર. પ્રજ્ઞાનંદ

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
રવ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાસ મોમાયા (૪) શ્રદ્ધા આશર (૫) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૬) ખુશરૂ કાપડિયા (૭) ભારતી બુચ (૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) લજિતા ખોના (૧૧) પુષ્પા પટેલ (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) નિખિલ બંગાળી (૧૪) અમીશી બંગાળી (૧૫) મીનળ કાપડિયા (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) તાહેર ઔરંગાબાદવાલા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) સુરેખા દેસાઈ (૨૧) શીરીન ઔરંગાબાદવાલા (૨૨) અબદુલ્લા એફ મુનીમ (૨૩) કલ્પના આશર (૨૪) નંદકિશોર સંજાણવાળા (૨૫) સુનીતા પટવા (૨૬) રજનીકાંત પટવા (૨૭) ભાવના કર્વે (૨૮) નીતા દલાલ (૨૯) મહેશ દોશી (૩૦) વિણા સંપટ (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) ઈનાક્ષી દલાલ (૩૩) રમેશ દલાલ (૩૪) જયોત્સના ગાંધી (૩૫) હિના દલાલ (૩૬) દિલીપ પરીખ (૩૭) નિતીન બજરિયા (૩૮) પ્રવીણ વોરા (૩૯) શિલ્પા શ્રોફ (૪૦) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૧)નયના ગિરીશ મિસ્ત્રી (૪૨) અરવિંદ કામદાર (૪૩) રસિક જુઠાણી ટોરંટો કેનેડા (૪૪) અંજુ ટોલિયા (૪૫) જયવણ્ત પદમશી ચિખલ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…