ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
पेठ વાવવું
पेक्षा સળગવું
पेटणे બદલે, કરતા
पेरणे શરત
पैज બજાર
ઓળખાણ પડી?
ભારતીય ખેલકૂદ જગતમાં સન્માનીય સ્થાન ધરાવતી બેડમિન્ટન ખેલાડીની ઓળખાણ પડી? ઓલિમ્પિક્સમાં બે મેડલ મેળવનાર પ્રથમ ભારતીય મહિલાની સિદ્ધિ એના નામે છે.
અ) સાયના નેહવાલ બ) રિતુપર્ણા દાસ ક) પી વી સિંધુ ડ) જ્વાલા ગુટ્ટા
ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ પુરુષના સસરાના દીકરાનો દીકરો એ પુરુષને શું કહીને બોલાવે એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) માસા બ) ફુવા ક) મામા ડ) ભાણેજ
જાણવા જેવું
ધાતુ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. પ્રોફેસર મેક્સ મુલરે ઘણી જ ઝીણવટથી આ વિષયનું અધ્યયન કરીને બતાવ્યું છે કે, સંસ્કૃત શબ્દોનો સાર કાઢતાં માત્ર એકસો ને એકવીસ ધાતુ રહે છે, એટલે સંસ્કૃત ભાષાનો મૂળ શબ્દ કોશ એકસો ને એકવીસ ધાતુનો હોવો જોઈએ. આ એકસો ને એકવીસ ધાતુઓમાં આપણી ઇચ્છા, ભાવના, વિચાર, સર્વનો સમાવેશ થયેલો હોવો જોઈએ.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં અવાજ શબ્દનો પર્યાય લપાઈને બેઠો છે એ શોધી કાઢો જોઉં.
સમગ્ર માનવજાતને ગૌરવ થાય એવી ઘટના બની.
નોંધી રાખો
શીખવાડી જાય છે ઘણું જિંદગીમાં સંબંધો. આપણે તો શતરંજના મહોરા છીએ અને બાજી તો ઈશ્વરના હાથમાં છે. ક્યારેક વિજય તો ક્યારેક પરાજય બસ ચાલ્યા કરવાની જિંદગીની રમત.
માઈન્ડ ગેમ
આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઈનલ સુધી પહોંચેલા ૧૮ વર્ષના પ્રતિભાશાળી ભારતીય ચેસ ખેલાડીનું નામ જણાવો.
અ) ગુકેશ ડી ૨) અર્જુન એરીગેસી ૩) રોનક સાધવાની ૪) આર. પ્રજ્ઞાનંદ
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
लिपिक કારકૂન
लीलया આસાનીથી
लुप्त ગાયબ
लेकरु બાળક
लोटांगण દંડવત
ગુજરાત મોરી મોરી રે
મામા
ઓળખાણ પડી?
અવનિ લેખરા
માઈન્ડ ગેમ
કે એલ રાહુલ
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
દીકરી
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાસ મોમાયા (૪) શ્રદ્ધા આશર (૫) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૬) ખુશરૂ કાપડિયા (૭) ભારતી બુચ (૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) લજિતા ખોના (૧૧) પુષ્પા પટેલ (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) નિખિલ બંગાળી (૧૪) અમીશી બંગાળી (૧૫) મીનળ કાપડિયા (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) તાહેર ઔરંગાબાદવાલા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) સુરેખા દેસાઈ (૨૧) શીરીન ઔરંગાબાદવાલા (૨૨) અબદુલ્લા એફ મુનીમ (૨૩) કલ્પના આશર (૨૪) નંદકિશોર સંજાણવાળા (૨૫) સુનીતા પટવા (૨૬) રજનીકાંત પટવા (૨૭) ભાવના કર્વે (૨૮) નીતા દેસાઈ (૨૯) મહેશ દોશી (૩૦) હષા મહ્રતા (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) ઈનાક્ષી દલાલ (૩૩) રમેશ દલાલ (૩૪) જયોત્સના ગાંધી (૩૫) હિના દલાલ (૩૬) દિલીપ પરીખ (૩૭)જ્યોતી ખાંડવાલા (૩૮) પ્રવીણ વોરા (૩૯) અંજુ ટોલિયા (૪૦)દિલીપ પારીખ (૪૧) જયવંત પદમશી વિખલ (૪૨) રશિક જુઠાણી ટોરોન્ટો (૪૩) મહેશ સંઘવી (૪૪) ભારતી પ્રકાશ કટકિયા