ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com ‘પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
लिपिक ગાયબ
लीलया બાળક
लुप्त કારકૂન
लेकरु દંડવત
लोटांगण આસાનીથી
ઓળખાણ પડી?
ભારતીય પેરા શૂટિંગમાં ગોલ્ડન ગર્લ તરીકે ઓળખાતી નિશાનબાજની ઓળખાણ પડી? ૨૦૨૧ના ટોકિયો પેરાલિમ્પિક્સમાં તેણે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલની બેવડી સિદ્ધિ મેળવી હતી.
અ) અવનિ લેખરા બ) કાજલ સૈની ક) આશી ચોક્સી ડ) માનિની કૌશિક
ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ પુરૂષની માતાના બાપના દીકરા એ પુરૂષને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) ભત્રીજો બ) ભાણેજ ક) કાકા ડ) મામા
જાણવા જેવું
માતા એટલે જન્મદાત્રી એ પ્રથમ ઓળખાણ. મા, માવડી, જનની, જનેતા, જનયિત્રી વગેરે એના પર્યાય છે. જાણવા જેવી વાત એ છે કે માનો એક અર્થ વનસ્પતિની એક જાત પણ થાય છે જે જટામાસી કહેવાય છે. તે છેટેથી એવી બિહામણી લાગે છે કે જાણે વિકરાળ મહાકાળી માતા પહાડ ઉપર જંગલમાં એકલાં વાસ કરી રહ્યાં હોય. તેના આવા દેખાવને લીધે તેને માતા કહે છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં વ્હાલસોયું સંતાન લપાઈને બેઠું છે એ શોધી કાઢો જોઉં.
તમે કાયમ ના પાડતા હો છો, પણ કદી કરીને જુઓ તો જ અનુભવ થશે.
નોંધી રાખો
સમજી રાખવા જેવી વાત છે કે જેમ પૂર્ણ કૃપાયુક્ત જનની પોતાનાં સંતાનોનાં સુખને ઉન્નતિ ચાહે છે, તેમ પરમેશ્વર પણ સર્વ જીવોની ઉન્નતિ ચાહે છે, માટે તે માતા કહેવાય છે.
માઈન્ડ ગેમ
ક્યા ભારતીય ક્રિકેટરે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કનેક્શન ધરાવતી વ્યક્તિ સાથે જીવન સંસાર માંડ્યો છે એ આપેલા વિકલ્પમાંથી ઓળખી કાઢો.
અ) રોહિત શર્મા ૨) મોહમ્મદ સિરાજ ૩) કે એલ રાહુલ ૪) રિષભ પંત
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
थकबाकी લેણી રકમ
थकवा થાકોડો
थडे શબ
थट्टा મશ્કરી
थक्क સ્તબ્ધ
ગુજરાત મોરી મોરી રે
પિતા
ઓળખાણ પડી?
સંતોકબેન જાડેજા
માઈન્ડ ગેમ
જસપ્રીત બુમરા
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સાદ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) નીતા દેસાઈ (૪) શ્રદ્ધા આશર (૫) ભારતી બુચ (૬) ડો. પ્રકાશ કટકિયા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) લજિતા ખોના (૯) પુષ્પા પટેલ (૧૦) અમીષી બંગાળી (૧૧) નિખિલ બંગાળી (૧૨) મહેન્દ્ર લોઢાવિયા (૧૩) ખુશરૂ કાપડિયા (૧૪) પ્રવીણ વોરા (૧૫) વિભા મહેશ્ર્વરી (૧૬) તાહેર ઔરંગાબાદવાલા (૧૭) શીરીન ઔરંગાબાદવાલા (૧૮) મીનળ કાપડિયા (૧૯) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૦) જ્યોતિ ખાંડવાલા (૨૧) મુલરાજ કપૂર (૨૨) નંદકિશોર સંજાણવાળા (૨૩) હર્ષા મહેતા (૨૪) રમેશ દલાલ (૨૫) હિના દલાલ (૨૬) ઈનાક્ષી દલાલ (૨૭) જ્યોત્સના ગાંધી (૨૮) મનીષા શેઠ (૨૯) ફાલ્ગુની શેઠ (૩૦) મહેશ દોશી (૩૧) સુરેખા દેસાઈ (૩૨) સુનીતા પટવા (૩૩) કલ્પના આશર (૩૪) અબ્દુલ્લાહ એફ મુનીમ (૩૫) વિણા સંપટ (૩૬) દેવેન્દ્ર સંપટ (૩૭) અંજુ ટોલિયા (૩૮) દિલીપ પરીખ (૩૯) મહેશ સંઘવી(૪૦) નિતિન બજરિયા (૪૧) જગદીશ ઠક્કર (૪૨) પુષ્પા ખોના(૪૩) દીના વિકમશિ (૪૪) નિતિન જે બજારિયા(૪૫) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૬) ભાવના કર્વે (૪૭) અરવિંદ કામદાર