ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
थकबाकी શબ
थकवा લેણી રકમ
थडे મશ્કરી
थट्टा સ્તબ્ધ
थक्क થાકોડો
ઓળખાણ પડી?
ગૅંગસ્ટર તરીકે પોરબંદરની આસપાસના વિસ્તારમાં આતંક ફેલાવનારા ‘ગોડમધર’ની ઓળખાણ પડી? ૧૯૯૦ના દાયકામાં તેમણે વિધાન સભ્યની જવાબદારી અદા કરી હતી.
અ) ફૂલન દેવી બ) સંતોકબેન જાડેજા ક) અર્ચના શર્મા ડ) સમીરા જુમાણી
ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ પુરુષના એકમાત્ર સગા ભત્રીજાના દાદા એ પુરુષને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) કાકા બ) માસા ક) ફુવા ડ) પિતા
જાણવા જેવું
પાથરણું કે બેસણું તરીકે પણ ઓળખાતી સાદડી એટલે દર્ભ અને બીજી છાલ વગેરેની બનાવેલી ચટાઈ, તાડ કે નાળિયેરીનાં પાન, વાંસની ચીપો અને ઘાસ વગેરેને વણી કે ગૂંથીને બનાવેલું બિછાનું. અનેક ઠેકાણે નાળિયેરી અને મહારના છાલાંની સાદડી બને છે. બરુનાં સાંઠા દોરીમાં ગોઠવીને પીંજતી વખતે રૂ નીચે પાથરવાના કામમાં આવતું પીંજારાનું એક સાધન પણ સાદડી કહેવાય છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં અવાજ, ધ્વનિ, બૂમનો પર્યાયવાચી શબ્દ લપાઈને બેઠો છે એ શોધી કાઢો જોઉં.
ગરમી ઓછી થવાથી પાણીનાં ટીપાં રૂપે વાતાવરણની વરાળ એકઠી થઈને પડે એ વરસાદ કહેવાય છે.
નોંધી રાખો
રેતીના ઘર બાંધવા સહેલા નથી, બહુ મહેનત માગી લે એવું કામ છે. જોકે, એ ધ્વસ્ત પળવારમાં કરી શકાય છે. સર્જન અઘરું અને પરિશ્રમ માગે છે, વિસર્જન સહેલું છે અને શ્રમની બદલે શરમ માગે છે.
માઈન્ડ ગેમ
કયા ભારતીય ખેલાડીએ કેપ્ટન તરીકે પહેલી જ આંતરરાષ્ટ્રીય મેચમાં વિજય મેળવવા ઉપરાંત મેન ઑફ ધ મેચનો એવૉર્ડ પણ મેળવ્યો છે એ જણાવો.
અ) રાહુલ દ્રવિડ ૨) કપિલ દેવ
૩) અજીત આગરકર ૪) જસપ્રીત બુમરા
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
सण તહેવાર
उस શેરડી
खडू લખવાનો ચોક
औस ઉજ્જડ
मृग હરણ
ગુજરાત મોરી મોરી રે
મામી
ઓળખાણ પડી?
સુરેખા યાદવ
માઈન્ડ ગેમ
એન્જેલો મેથ્યુઝ
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મણ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાસ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બુચ (૭) હર્ષા મહેતા (૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) અમીશી બંગાળી (૧૧) નિખિલ બંગાળી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) લજિતા ખોના (૧૪) પુષ્પા પટેલ (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) કલ્પના આશર (૨૧) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૨) તાહેર ઔરંગાબાદવાલા (૨૩) શીરીન ઔરંગાબાદવાલા (૨૪) અબદુલ્લા એફ. મુનીમ (૨૫) રજનીકાંત પટવા (૨૬) સુનીતા પટવા (૨૭) સુરેખા દેસાઈ (૨૮) ખુશરૂ કાપડિયા (૨૯) મહેશ દોશી (૩૦) વિણા સંપટ (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) પુષ્પા ખોના (૩૩) ભાવના કર્વે (૩૪) અંજુ ટોલિયા (૩૫) દિલીપ પરીખ (૩૬) મીનળ કાપડિયા (૩૭) પ્રવીણ વોરા (૩૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) રમેશ દલાલ (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) હિના દલાલ (૪૩) જગદીશ ઠક્કર (૪૪) દીના વિક્રમશી (૪૫) અરવિંદ કામદાર (૪૬) નિતિન જે. બજરિયા (૪૭) જયવંત પદમશી ચિખલ