લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
પુરુષના આધિપત્યવાળી ભારતીય રેલવેના પ્રથમ મહિલા એંજિન ડ્રાઈવરની ઓળખાણ પડી? બાવીસ વર્ષે જવાબદારી સંભાળ્યા પછી અનેક મહિલાને તક મળી.
અ) સુરેખા યાદવ બ) ભારતી શુક્લા ક) લક્ષ્મી જાધવ ડ) અવની ચતુર્વેદી

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
सण લખવાનો ચોક
उस હરણ
खडू ઉજ્જડ
औस તહેવાર
मृग શેરડી

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ સ્ત્રીના સસરાના જમાઈની દીકરી સ્ત્રીને શું કહીને બોલાવે એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) મામી બ) કાકી ક) ફોઈ ડ) માસી

જાણવા જેવું
જ્ઞાનદીપક – સ્ત્રી કેળવણી અને સમાજસુધારણા ઉદ્દેશ ધરાવતું ઓગણીસમી સદીનું સૌરાષ્ટ્રનું ગુજરાતી માસિકપત્ર હતું. મણિશંકર કીકાણીની સુધારાલક્ષી અને કેળવણી પ્રસારની પ્રવૃત્તિમાંથી પ્રેરણા લઈ, રૂપશંકર ઓઝા – ‘સંચિતે’ જૂનાગઢમાં સુમતિ પ્રકાશ સભાની સ્થાપના કરી અને એના ઉપક્રમે ૧૮૮૩માં ‘જ્ઞાનદીપક’ માસિકનો પ્રારંભ કર્યો ત્યારે સામયિકમાં બાર પાનાંનું વાંચન અપાતું હતું.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં અગાઉ વપરાતું વજનનું એક માપ લપાઈને બેઠું છે એ શોધી કાઢો જોઉં.
સુરતનું જમણ અને કાશીનું મરણ કહેવત તમે સાંભળી જ હશે.

નોંધી રાખો
ટેલિફોન એક એવી અનન્ય શોધ માનવે કરી છે જેના પરિણામે દુનિયાના અડધા માણસો બાકીના અડધા માણસોને મળવાનું ટાળી તેમની સાથે વાત કરે છે.

માઈન્ડ ગેમ
તાજેતરની એક દિવસીય ક્રિકેટ વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધામાં કયા ખેલાડીએ ‘ટાઇમ્ડ આઉટ’ પ્રકારે વિકેટ ગુમાવતા વિવાદ થયો હતો એ કહી શકશો?
અ) ગ્લેન મેક્સવેલ ૨) ક્વિન્ટન ડી કોક ૩) એન્જેલો મેથ્યુઝ ૪) જોસ બટલર

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
करंजी ઘૂઘરા
डिंक ગુંદર
तूप ઘી
साय મલાઈ
चिरोटे ખાજા

ગુજરાત મોરી મોરી રે
ભાણેજ

ઓળખાણ પડી?
યોગીતા રઘુવંશી

માઈન્ડ ગેમ
આઈસ હોકી

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
બટાટા

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાસ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બુચ (૭) હર્ષા મહેતા (૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) અમીશી બંગાળી (૧૧) નિખિલ બંગાળી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) લજિતા ખોના (૧૪) પુષ્પા પટેલ (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) કલ્પના આશર (૨૧) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૨) તાહેર ઔરંગાબાદવાલા (૨૩) શીરીન ઔરંગાબાદવાલા (૨૪) અબદુલ્લા એફ. મુનીમ (૨૫) રજનીકાંત પટવા (૨૬) સુનીતા પટવા (૨૭) સુરેખા દેસાઈ (૨૮) ખુશરૂ કાપડિયા (૨૯) મહેશ દોશી (૩૦) વિણા સંપટ (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) પુષ્પા ખોના (૩૩) ભાવના કર્વે (૩૪) અંજુ ટોલિયા (૩૫) દિલીપ પરીખ (૩૬) મીનળ કાપડિયા (૩૭) પ્રવીણ વોરા (૩૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) રમેશ દલાલ (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) હિના દલાલ (૪૩) જગદીશ ઠક્કર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button