લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
रान કતાર
राव ખરબચડું
राठ ક્રોધ
राग જંગલ
रांग માનવાચક શબ્દ

ઓળખાણ પડી?
ફેશન મોડલ, અભિનેત્રી અને ટીવી નિર્માત્રી તરીકે સફળતા મેળવ્યા બાદ ૨૦૧૪થી ભારતીય રાજકારણમાં સતત સફળતાની સીડી ચઢનારી આ મહિલાની ઓળખાણ પડી?
અ) સ્મૃતિ મંધાના બ) કેતકી દવે ક) અરુણા ઈરાની ડ) સ્મૃતિ ઈરાની

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ સ્ત્રીના મામાના દીકરાની પત્ની એ સ્ત્રીને સગપણમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) કાકી બ) માસી ક) ભાભી ડ) બહેન

જાણવા જેવું
સોવિયેત યુવક યુવતીઓ હનુમાન કૂદકો, શારીરિક તાલીમ, વ્યાયામ, મેદાનોની રમતો અને અસંખ્ય સમૂહ હરીફાઈમાં ઊતરે છે. કોમળ ગણાતી નારી માટે રશિયામા રમતનાં દ્વાર ખુલ્લા છે. રશિયામાં બધા પ્રકારની રમત રમાય છે. આમાં હળવી અંગકસરત, વ્યાયામ, બરફ પર સરકવું, ફૂટબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેનિસ, સાઈકલ સવારી, ઘોડેસવારી, નૌકાવિહાર, પેરેશૂટમાંથી કૂદવું વગેરે પચ્ચાસ જેટલી રમત લોકપ્રિય છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં એક સરસ મજાની નાસ્તાની આઈટમ સંતાઈ બેઠી છે એ શોધી કાઢો જોઉં.
આવી રીતે સતત સબવે ફર ફર કરશો તો થાકીને લોથ થઈ જશો.

નોંધી રાખો
મનુષ્ય જીવનમાં મિત્ર – શત્રુની આવનજાવન થતી રહે છે, પણ જો મહેનત નામના મિત્રની સોબતમાં રહેશો તો નિષ્ફળતા નામના શત્રુનો ભય તમને નહીં સતાવે.

માઈન્ડ ગેમ
તાજેતરમાં મળેલી ઓલિમ્પિક કમિટીની બેઠકમાં ૨૦૨૮ના ઓલિમ્પિક્સ માટે જે પાંચ રમતનો નવેસરથી સમાવેશ કરવામાં આવ્યો છે એમાંની એક ઓળખી કાઢશો?
અ) સોકર બ) કબડ્ડી ક) એકવેસ્ટરિયન ૪) લેક્રોસ

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
पावसाळा ચોમાસુ
पाषाण   પથ્થર
पाहणी અવલોકન
पाहुणा મહેમાન
पाळत ગુપ્ત દેખરેખ

ગુજરાત મોરી મોરી રે
સસરા

ઓળખાણ પડી?
વણઝારા

માઈન્ડ ગેમ
ટેનિસ

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
વટાણા

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) મુલરાજ કપૂર (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) લજિતા ખોના (૭) જ્યોતિ ખાંડવાલા (૮) ભારતી બુચ (૯) મહેન્દ્ર લોઢાવિયા (૧૦) પુષ્પા પટેલ (૧૧) નિખિલ બંગાળી (૧૨) અમીશી બંગાળી (૧૩) મહેશ સંઘવી (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) મીનળ કાપડિયા (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) સુરેખા દેસાઈ (૨૧) હર્ષા મહેતા (૨૨) અતુલ જશવંતરાય શેઠ (૨૩) દેવેન્દ્ર સંપટ (૨૪) મહેશ દોશી (૨૫) ભાવના કર્વે (૨૬) શિલ્પા શ્રોફ (૨૭) વિણા સંપટ (૨૮) રમેશ દલાલ (૨૯) ઈનાક્ષી દલાલ (૩૦) હિના દલાલ (૩૧) જ્યોત્સના ગાંધી (૩૨) દિલીપ પરીખ (૩૩) રજનીકાંત પટવા (૩૪) સુનીતા પટવા (૩૫) અરવિંદ કામદાર (૩૬) પ્રવીણ વોરા (૩૭) કલ્પના આશર (૩૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૯) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૪૦) ડૉ. પ્રકાશ કટકિયા (૪૧) ભારતી પ્રકાશ કટકિયા

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો