ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
संच આયોજક
संग्राम ઉછેર
संगोपन લડાઈ
संग्रहणी સાધન, સામગ્રી
संघटक, અતિસાર
ઓળખાણ પડી?
લગ્ન પ્રસંગે વરના હાથમાં લટકતો રાખવામાં આવતા આ દીવાની ઓળખાણ પડી? એની સાથે સ્ત્રીઓ ભાવ ભર્યા ગીતો ગાઈ, વાતાવરણ મંગલમય બનાવી આગળ વધતી હોય છે.
અ) કુળદીપક બ) દિવેલ દીવો
ક) રામણદીવો ડ) ઘડી દીવો
ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ પુરુષના સગા કાકાના દાદાનો એકમાત્ર પુત્ર એ પુરુષને શું થાય એ જરા દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) કાકા બ) ફુવા ક) પિતા ડ) દાદા
જાણવા જેવું
૪ ઑક્ટોબર, ૧૯૫૭ના દિવસે સોવિયેત સંઘ દ્વારા દુનિયાનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પુતનિક -૧ પ્રક્ષેપિત કરવામાં આવ્યો એ પછી સોવિયેત સંઘ અને યુ.એસ. દ્વારા અંતરીક્ષ અન્વેષણના કાર્યક્રમ શરૂ થયા. ૩૧ જાન્યુઆરી, ૧૯૫૮ના રોજ અમેરિકાનો પ્રથમ ઉપગ્રહ એક્સપ્લોરર – ૧ પ્રક્ષેપિત કરાયો હતો. એ પછી બંને દેશ દ્વારા જુદા હજારો ઉપગ્રહો અને અંતરીક્ષયાનો સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવ્યાં છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં આપણે ત્યાં અને વિદેશમાં પણ ધામધૂમથી ઉજવાતો તહેવાર સંતાયો છે એ શોધી કાઢો જોઉં.
સલાહ અનેકની લેવાની, પણ નિર્ણય જાતે લેવાના. કોઈના તાલ પર નાચવું નહીં.
નોંધી રાખો
વિચાર કરવાની આદત ક્યારેય છોડવી નહીં. કારણ કે સતત વિચાર કરવાથી નવી નવી કલ્પનાઓ મનમાં આકાર લેતી રહે છે અને નિષ્ફળ રહેલી કોશિશો વિસરી જવાય છે.
માઈન્ડ ગેમ
અગાઉના સોવિયેત સંઘમાંથી ૧૯ એપ્રિલ, ૧૯૭૫ના દિવસે અવકાશમાં તરતા મૂકવામાં આવેલા ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ જણાવો.
અ) બાણભટ્ટ ૨) વિક્રમ એસ ૩) આકાશવીર ૪) આર્યભટ્ટ
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
पाखरु પક્ષી
पांधरुण ઓછાડ
पाचकळ મૂર્ખ
पाचारण આમંત્રણ
पाचोळा ખરેલા સૂકા પાન
ગુજરાત મોરી મોરી રે
નણદોઇ
ઓળખાણ પડી?
ઇંઢોણી
માઈન્ડ ગેમ
શનિ
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મર્ચન્ટ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ ૨). સુભાષ મોમાયા ૩). શ્રદ્ધા આસર ૪). ભારતી બૂચ ૫). મહેન્દ્ર લોઢાવિયા ૬). વિભા મહેશ્ર્વરી ૭). લજિતા
ખોના ૮). ખૂશરુ કાપડિયા ૯). રસિક જૂથાણી (ટોરન્ટો, કેનેડા), ૧૦) ડૉ. પ્રકાશ કટકિયા ૧૧). હર્ષા મહેતા ૧૨). ભારતી કટકિયા ૧૩). મહેશ
સંઘવી ૧૪). મુલરાજ કપૂર ૧૫). જ્યોતિ ખાંડવાલા ૧૬). પુષ્પા પટેલ ૧૭). મનીષા શેઠ ૧૮). ફાલ્ગુની શેઠ ૧૯). મીનળ કાપડિયા ૨૦). રજનિકાન્ત પટવા ૨૧). સુનિતા પટવા ૨૨). હરીશ મનુભાઇ ભટ્ટ ૨૩). ભાવના કર્વે ૨૪). મહેશ દોશી ૨૫). અંજુ ટોલિયા ૨૬). પુષ્પા ખોના ૨૭). પ્રવીણ
વોરા ૨૮). દિલિપ પરીખ ૨૯). નિખીલ બેન્ગાલી ૩૦). અમિષી બેન્ગાલી ૩૧). ગિરીશ બાબુભાઇ મિસ્ત્રી ૩૨). નયના ગિરીશ મિસ્ત્રી ૩૩).
સુરેખા દેસાઇ ૩૪). ઇનાક્ષીબેન દલાલ ૩૫). જ્યોત્સના ગાંધી ૩૬). રમેશ દલાલ ૩૭). હિના દલાલ ૩૮). અરવિંદ કામદાર ૩૯). નિતિન જે. બજારિયા ૪૦). શિલ્પા શ્રોફ