લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
હેમંત ચૌહાણ વાગ્યો રે ઢોલ
કિર્તીદાન ગઢવી સોના વાટકડી રે
દમયંતી બરડાઈ ચોટીલે ડાકલા વાગ્યા
ફાલ્ગુની પાઠક ઊંચા ઊંચા રે માડી તારા ડુંગરા
ભૂમિ ત્રિવેદી ઇંધણા વીણવા ગઈ’તી

ઓળખાણ પડી?
ચીની માટી કે કાચના જુદા જુદા આકારના અને પહોળાઈના પ્યાલાઓમાં પાણી ભરવામાં આવે છે અને ઝીણી લાકડીઓ વડે તે દરેક પ્યાલા પર ટકોરો કરી તેમાંથી જુદા જુદા સ્વર મેળવવામાં આવે એ વાદ્યનું નામ શું?
અ) કરતાલ બ) જલતરંગ ક) નોબત ડ) સ્વરમંડળ

ગુજરાત મોરી મોરી રે
’હું તો કાગળિયા લખી લખી થાકી’, ‘પાપ તારું પરકાશ જાડેજા’ અને ‘સોના ઈંઢોણી રૂપ બેડલું’ જેવા અવિસ્મરણીય ગીત કોણે ગાયા છે એ જણાવો.
અ) શીતલ ઠાકોર બ) ગીતા રબારી
ક) અર્ચના દવે ડ) દિવાળી બહેન ભીલ

જાણવા જેવું
સંતૂર નામનું તંતુવાદ્ય મૂળ કાશ્મીરનું લોકવાદ્ય હતું. શતતંત્રી વીણા તેનું પ્રાચીન નામ હતું. પરંતુ સમય જતાં લોકજીભે અપભ્રંશ પામતાં તે કાશ્મીરની ખીણમાં સંતૂર તરીકે પ્રચલિત થયું. મૂળ વાદ્યમાં સો તાર રહેતા, પણ એમાં એક ખામી હતી જે દૂર કરવા સંતૂરમાં ૧૦૦ તારમાં સોળ વધારાના તાર ઉમેરીને ૧૧૬ તાર ગોઠવવામાં આવ્યા જેને લીધે આ વાદ્ય હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના બધા રાગોનું સર્જન કરવા સક્ષમ થયું.

ચતુર આપો જવાબ
ગરબામાં ખૂટતો શબ્દ ઉમેરો
એ મારું ——— છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું,
એ નહીં આવું વાં નંદજીના લાલ રે.
અ) ગોકુળ બ) મથુરા ક) વનરાવન ડ) બરસાના

નોંધી રાખો
ગોકુળ મથુરા પાસેનું એ નામનું એક ગામડું છે. મહાવન અથવા જૂનું ગોકુળ મથુરાથી છ માઈલ દૂર છે. શ્રીકૃષ્ણની બાળક્રીડાનું સ્થાન હોવાથી આ સ્થળ ઘણું પવિત્ર ગણાય છે.

માઈન્ડ ગેમ
આજે આસો સુદ પાંચમ, પાંચમું નોરતું. આજના પાંચમા નોરતે મા નવદુર્ગાના કયા સ્વરૂપની અને આરાધનાની પૂજા કરવામાં આવે છે એ જણાવો.
૧) બ્રહ્મચારિણી ૨) કૂષ્માંડા
૩) શૈલપુત્રી ૪) સ્કંદમાતા

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
रजक ધોબી
रंजक આનંદ આપનાર
रजत ચાંદી
रजनी રાત્રી
रंगांगण યુદ્ધનું મેદાન

ગુજરાત મોરી મોરી રે
પત્ની

ઓળખાણ પડી?
મેરી ક્યુરી

માઈન્ડ ગેમ
પીસ

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સંતરા

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) મુલરાજ કપૂર (૪) નીતા દેસાઈ (૫) ભારતી બૂચ (૬) શ્રદ્ધા આશર (૭) ખુશ્રુ કાપડીયા (૮) ડૉ. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) જ્યોતિ ખાંડવાલા (૧૨) પુષ્પા પટેલ (૧૩) મીનળ કાપડિયા (૧૪) હર્ષા મહેતા (૧૫) અમીષી બંગાળી (૧૬) નિખીલ બંગાળી (૧૭) તાહેર ઔરંગાબાદવાળા (૧૮) શીરીન ઔરંગાબાદવાળા (૧૯) અબદુલ્લા એફ મુનીમ (૨૦) પ્રવીણ વોરા (૨૧) મહેન્દ્ર લોઢવીયા (૨૨) મનીષા શેઠ (૨૩) ફાલ્ગુની શેઠ (૨૪) ભાવના કર્વે (૨૫) રજનીકાંત પટવા (૨૬) સુનીતા પટવા (૨૭) અરવિંદ કામદાર (૨૮) કલ્પના આશર (૨૯) જગદીશ ઠક્કર (૩૦) મહેશ દોશી (૩૧) સુરેખા દેસાઈ (૩૨) વીણા સંપટ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) જયવંત પદમશી ચિખલ (૩૫) શિલ્પા શ્રોફ (૩૬) દિલીપ પરીખ (૩૭) નીતિન બજરીયા (૩૮) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) રસીક જુઠાણી – ટોરન્ટો – કેનેડા (૪૧) હિના દલાલ (૪૨) રમેશ દલાલ (૪૩) ઈનાક્ષી દલાલ (૪૪) હીરાબેન જશુભાઈ શેઠ (૪૫) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪૬) મહેશ સંઘવી (૪૭) અંજુ ટોલીયા (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button