ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
रखरखीत હાર, પંક્તિ
राखीव ક્રોધી
रागीत ધગધગતું
रीध કંટાળાજનક
रटाळ અનામત
ઓળખાણ પડી?
૧૯૩૬માં માત્ર બાવીસ વર્ષની ઉંમરે વિમાન ઉડાડનારાં મહિલા પાઈલટની ઓળખાણ પડી? તેમણે સાડી પહેરી વિમાન ચલાવ્યું હતું.
અ) મેઘના અરોરા
બ) મોહિની શ્રોફ
ક) સરલા ઠકરાલ
ડ) ધીરા હઝારીકા
ગુજરાત મોરી મોરી રે
૧૯૫૨થી એનાયત કરવામાં આવતો અકાદમીનો પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનારાં પ્રથમ ગુજરાતી રંગભૂમિના કલાકારનું નામ જણાવો.
અ) સુશીલા રાણી પટેલ બ) દીના પાઠક
ક) સરિતા જોશી ડ) તૃપ્તિ મહેતા
જાણવા જેવું
બંગડી એટલે સ્ત્રીઓને કાંડે પહેરવાનું ઘરેણું જે કંકણ, વલય અને ચૂડી પણ કહેવાય છે. બંગડી પહેરવી એટલે પુરુષાર્થ ગુમાવવું, સ્ત્રીની પંક્તિમાં આવવું. જ્યારે કોઈ માણસ સ્ત્રીની પેઠે ઘરમાં ઘલાઈ રહેતો હોય અને મરદની કોઈ શક્તિ ધરાવતો ન હોય, ત્યારે આ પ્રયોગ થાય છે. એ સિવાય કાંચળી પહેરવી, ઘાઘરી પહેરવી, ચૂડીઓ ઘાલવી વગેરે અનેક પ્રયોગ એ અર્થમાં વપરાય છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
લોકશાહી પદ્ધતિથી રાષ્ટ્રના પ્રેસિડેન્ટ તરીકે પ્રથમ વાર કયા દેશમાં મહિલા ચૂંટાઈ આવ્યા હતા એ કહી શકશો? ૧૬ વર્ષ તેઓ હોદ્દા પર રહ્યાં હતાં.
અ) ડેનમાર્ક બ) ન્યૂ ઝીલેન્ડ ક) જર્મની ડ) આઇસલેન્ડ
નોંધી રાખો
ધીરજનો ગુણ મહત્ત્વનો છે. ધીરજ એટલે કેવળ રાહ જોવાની ક્ષમતા નહીં, બલકે રાહ જોતી વખતે સ્વભાવને કાબૂમાં રાખવાની ક્ષમતા.
માઈન્ડ ગેમ
૧૯૪૭ પછી આપણા દેશના કેન્દ્રીય પ્રધાનમંડળમાં પ્રધાનપદ મેળવનારાં પ્રથમ મહિલાનું નામ અહીં આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) તારકેશ્ર્વરી સિન્હા બ) અમૃત કૌર
ક) ડો. સુશીલા નાયર ડ) લક્ષ્મી મેનન
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
जांभई બગાસું
जागर ઉજાગરો
जावई જમાઈ
जावळे જોડિયા
जास्त વધારે
ગુજરાત મોરી મોરી રે
કિશોરી ઉદેશી
ઓળખાણ પડી?
Breaking
માઈન્ડ ગેમ
Simone Biles
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મહારાષ્ટ્ર
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુરેખા દેસાઈ (૨) મુલરાજ કપૂર (૩) ભારતી બુચ (૪) સુભાષ મોમાયા (૫) ડૉ. પ્રકાશ કટકિયા (૬) ભારતી પ્રકાશ કટકિયા (૭) ધીરેન્દ્ર ઉદેશી (૮) પ્રતિમા પમાણી (૯) કલ્પના આશર (૧૦) તાહેર ઔરંગાબાદવાલા (૧૧) શીરીન ઔરંગાબાદવાલા (૧૨) અબ્દુલ્લા એફ. મુનીમ (૧૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૧૪) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૫) ખુશરૂ કાપડિયા (૧૬) શ્રદ્ધા આશર (૧૭) લજિતા ખોના (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) વિભા મહેશ્ર્વરી (૨૦) નિખિલ બંગાળી (૨૧) અમીશી બંગાળી (૨૨) પ્રવીણ વોરા (૨૩) મહેશ દોશી (૨૪) દિલીપ પરીખ (૨૫) પુષ્પા પટેલ (૨૬) જ્યોતિ ખાંડવાલા (૨૭) મીનળ કાપડિયા (૨૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૯) મનીષા શેઠ (૩૦) ફાલ્ગુની શેઠ (૩૧) હર્ષા મહેતા (૩૨) રજનીકાંત પટવા (૩૩) સુનીતા પટવા (૩૪) દેવેન્દ્ર સંપટ (૩૫) અશોક સંઘવી (૩૬) ભાવના કર્વે (૩૭) નીતા દેસાઈ (૩૮) જગદીશ ઠક્કર (૩૯) કિશોર બી. સંઘરાજકા (૪૦) અંજુ ટોલિયા (૪૧) જ્યોત્સના ગાંધી (૪૨) રમેશ દલાલ (૪૩) હિના દલાલ (૪૪) ઈનાક્ષી દલાલ (૪૫) શિલ્પા શ્રોફ (૪૬) અરવિંદ કામદાર (૪૭) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૮) અશોક સંઘવી (૪૯) નિતીન બજરિયા