ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
જોડી બનાવો
A B
પ્રથમ ગૃહ પ્રધાન શ્યામાપ્રસાદ મુખરજી
પ્રથમ સંરક્ષણ પ્રધાન જોન મથાઈ
પ્રથમ રેલવે પ્રધાન વલ્લભભાઈ પટેલ
પ્રથમ ઉદ્યોગ પ્રધાન રાજેન્દ્ર પ્રસાદ
પ્રથમ ખાદ્ય-કૃષિ પ્રધાન બલદેવ સિંહ
ઓળખાણ પડી?
તિરંગા તરીકે વધુ ઓળખાતા ભારતના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન તૈયાર કરનારા સ્વાતંત્ર્ય
સેનાનીની ઓળખાણ પડી? ૧૯૨૧માં તેમણે ડિઝાઈન તૈયાર કરી હતી.
અ) અબ્બાસ તૈયબજી બ) અમરેન્દ્રનાથ ચેટરજી ક) કે. હનુમંત રાવ ડ) પિંગલી વેંકૈયા
ગુજરાત મોરી મોરી રે
દ્વિભાષી બોમ્બે સ્ટેટમાંથી ગુજરાતી ભાષિક લોકોનું અલગ રાજ્ય સ્થાપવાની માગણી માટેનું મહા ગુજરાત આંદોલન કયા વર્ષે શરૂ થયું હતું?
અ) ૧૯૫૨ બ) ૧૯૫૬ ક) ૧૯૫૮ ડ) ૧૯૬૦
જાણવા જેવું
સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદની કારકિર્દીની શરૂઆત પત્રકાર તરીકે થઈ હતી. અરેબિક ઉપરાંત બંગાળી, હિન્દી, પર્શિયન અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા. ૧૯૨૦માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને ૧૯૨૩માં આખી ભારતીય કોંગ્રેસના સૌથી યુવા વયે પ્રમુખ બન્યા હતા.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
બ્રિટિશ શાસનનો અંત લાવવા માટે મહાત્મા ગાંધીએ કયા શહેરમાંથી ‘ભારત છોડો ચળવળ’ આંદોલનની ઘોષણા કરી હતી એ જણાવો.
અ) ભુવનેશ્ર્વર બ) પોરબંદર ક) મુંબઈ ડ) કલકત્તા
નોંધી રાખો
જેનો તાજ હિમાલય છે, જ્યાં ગંગા વહે છે, અનેકતામાં એકતા છે અને સત્યમેવ જયતે નારો જ્યાં ગુંજે છે એ ભારત દેશ
આપણો છે.
માઈન્ડ ગેમ
આપણા દેશના કયા પ્રધાન સૌથી વધુ બજેટ રજૂ કરવાનો વિક્રમ ધરાવે છે એ જણાવો. તેમણે કુલ ૧૦ બજેટ રજૂ કર્યા હતા.
અ) જગજીવન રામ બ) મોરારજી દેસાઈ ક) ટી. ટી. કૃષ્ણમાચારી ડ) સી. ડી. દેશમુખ
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
हिंव ઝાકળ
हिंडणे રખડવું
हिवाळा શિયાળો
हिरवा લીલું
हिसका આંચકો
ગુજરાત મોરી મોરી રે
સસરા
ઓળખાણ પડી?
મનુ ભાકર
માઈન્ડ ગેમ
હિંગુલપુર
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
પરવળ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) ભારતી બુચ (૫) ધીરેન્દ્ર ઉદેશી (૬) ડો. પ્રકાશ કટકિયા (૭) સુરેખા દેસાઈ
(૮) તાહેર ઔરંગાબાદવાલા (૯) શીરીન ઔરંગાબાદવાલા (૧૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૧) લજિતા ખોના (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) મહેન્દ્ર લોઢાવિયા (૧૪) કમલેશ મૈઠિઆ (૧૫) શ્રદ્ધા આશર (૧૬) ખુશરૂ કાપડિયા (૧૭) પુષ્પા પટેલ (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) પ્રવીણ વોરા (૨૦) અશોક
સંઘવી (૨૧) કિશોર સંઘરાજકા (૨૨) નિખિલ બંગાળી (૨૩) અમીશી બંગાળી (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) મીનળ કાપડિયા (૨૭) મહેશ દોેશી (૨૮) હર્ષા મહેતા (૨૯) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૦) ભાવના કર્વે (૩૧) સુનીતા પટવા (૩૨) રજનીકાંત પટવા (૩૩) જગદીશ ઠક્કર (૩૪) વિણા સંપટ (૩૫) દેવેન્દ્ર સંપટ (૩૬) અલકા વાણી (૩૭) અરવિંદ કામદાર (૩૮) દિલીપ પરીખ (૩૯) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૦) જ્યોત્સના ગાંધી (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) રમેશ દલાલ (૪૩) હિના દલાલ (૪૪) નિતીન બજરિયા (૪૫) હરીશ મનુભાઈ ભટ્ટ (૪૬) નયના ગિરીશ મિસ્ત્રી (૪૭) હેમા હરીશ ભટ્ટ (૪૮) ગીતા ઉદેશી (૪૯) પ્રતિમા પમાની