ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
रजक આનંદ આપનાર
रंजक રાત્રી
रजत ધોબી
रजनी યુદ્ધનું મેદાન
रंगांगण ચાંદી
ઓળખાણ પડી?
નોબેલ પ્રાઈઝ મેળવનાર પહેલી મહિલાની ઓળખાણ પડી? બે નોબેલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ વ્યક્તિ અને વિજ્ઞાનની બે અલગ શાખામાં સન્માન મેળવનાર વિશ્ર્વની એકમાત્ર વ્યક્તિ.
અ) જેન એડમ્સ બ) મેરી ક્યુરી ક) પર્લ બક ડ) ડોરોથી હોગકિન
ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ ભાઈના સંતાનના મામાની એકમાત્ર બહેન એ ભાઈને શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) ભાભી બ) માસી ક) સાળી ડ) પત્ની
જાણવા જેવું
નોબેલ પ્રાઈઝ આપવાનો પ્રારંભ ૧૯૦૧માં થયો હતો. ૧૨૨ વર્ષના ઈતિહાસમાં ૯૭૫ મહાનુભાવ આ વિશ્ર્વ વિખ્યાત સન્માન મેળવી ચુક્યા છે. જોકે, આશ્ર્ચર્યની વાત એ છે કે અત્યાર સુધી માત્ર ૬૪ મહિલા જ નોબેલ પ્રાઈઝની હકદાર બની છે. સૌથી વધુ (૧૯) મહિલા શાંતિ માટેના પીસ પ્રાઈઝની હકદાર બની છે, જ્યારે ઈકોનોમિક્સ માટે અત્યાર સુધીમાં માત્ર ત્રણ મહિલાને આ સન્માન મળ્યું છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં વિટામિન સી સારા પ્રમાણમાં ધરાવતું ફળ સંતાઈને બેઠું છે એ શોધી કાઢો જોઉં.
કોઈ સંત રાજકોટ બાજુ પધારવાના હોય તો અમને જરૂર જણાવજો.
નોંધી રાખો
જીવનમાં નિષ્ફળતા મળે તો કેવળ નસીબને દોષ ન દેવો, કારણ કે નિષ્ફળતા માટે બે કારણ જવાબદાર હોય છે: વિચાર્યા વગર કામ કરવાથી અથવા કામ કર્યા વિના માત્ર વિચારતા જ રહેવાથી.
માઈન્ડ ગેમ
૨૦૧૪માં સૌથી નાની ઉંમરે (૧૭ વર્ષ) નોબેલ પ્રાઈઝ મેળવનાર મલાલા યુસુફઝાઈને શેને માટે આ વિશ્ર્વ વિખ્યાત સન્માન મળ્યું હતું એનું નામ જણાવો.
અ) ફિઝિક્સ ૨) કેમિસ્ટ્રી
૩) પીસ ૪) ઇકોનોમિક્સ
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
धनगर ભરવાડ
धनादेश ચેક
धबधबा ધોધ
धरण બંધ
धनाध्यक्ष ખજાનચી
ગુજરાત મોરી મોરી રે
મામા
ઓળખાણ પડી?
સોવિયેત સંઘ
માઈન્ડ ગેમ
એન્ટ્રીક્સ કોર્પોરેશન
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
વીણા
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) મુલરાજ કપૂર (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ખુશરૂ કાપડિયા (૭) ડૉ. પ્રકાશ કટકિયા (૮) ભારતી પ્રકાશ કટકિયા (૯) ભારતી બુચ (૧૦) મહેન્દ્ર લોઢાવિયા (૧૧) હર્ષા મહેતા (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) પુષ્પા પટેલ (૧૪) નિખિલ બંગાળી (૧૫) અમીશી બંગાળી (૧૬) રમેશ દલાલ (૧૭) જ્યોતિ ખાંડવાલા (૧૮) હિના દલાલ (૧૯) નંદકિશોર સંજાણવાળા (૨૦) ઈનાક્ષી દલાલ (૨૧) જ્યોત્સના ગાંધી (૨૨) મનીષા શેઠ (૨૩) ફાલ્ગુની શેઠ (૨૪) મીનળ કાપડિયા (૨૫) ભાવના કર્વે (૨૬) મહેશ દોશી (૨૭) કલ્પના આશર (૨૮) રજનીકાંત પટવા (૨૯) સુનીતા પટવા (૩૦) અંજુ ટોલિયા (૩૧) પ્રવીણ વોરા (૩૨) વિણા સંપટ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૫) હરીશ મનુભાઈ ભટ્ટ (૩૬) નયના ગિરીશ મિસ્ત્રી (૩૭) જગદીશ ઠક્કર (૩૮) દિલીપ પરીખ (૩૯) નિતીન બજરિયા (૪૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૧) તાહેર ઔરંગાબાદવાલા (૪૨) શીરીન ઔરંગાબાદવાલા (૪૩) અબદુલ્લા એફ. મુનીમ (૪૪) અતુલ જશુભાઈ શેઠ