લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
સાઉથની ફિલ્મોમાં હિરોઈનની સફળ કારકિર્દી બાદ રાજકારણમાં ૧૦ વર્ષથી વધુ સમય રાજ્યના મુખ્ય પ્રધાનપદે રહેલાં મહિલાની ઓળખાણ પડી?
અ) કાન્તાકુમારી ભટનાગર બ) એમ. એસ. રાજેન્દ્રન
ક) જયલલિતા ડ) ગૌરી લક્ષ્મી

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
धकटी નાનો
धग અથડામણ
धडक ગરમી
धाकटा હિંમત
धाडस તાપણું

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધ ઓળખી કાઢો. પુરુષના એકમાત્ર ભત્રીજાના પિતાના સસરાની એકમાત્ર દીકરી પુરુષના સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) ભાભી બ) કાકી ક) માસી ડ) સાળી

જાણવા જેવું
મગજ એટલે ભેજું અથવા જ્ઞાનતંતુઓનું કેન્દ્ર. મગજના ત્રણ વિભાગ છે: મોટું મગજ, નાનું મગજ અને મજ્જાતંતુ. મગજમાં પુષ્કળ ગડી કે કરચલીઓ હોય છે. જેમ મગજમાં ગડી વધારે તેમ મગજમાં બુદ્ધિ વધારે. મોટું મગજ નાના મગજ કરતાં આઠ ગણું મોટું હોય છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં ફરિયાદ લપાઈને બેઠી છે એ શોધી કાઢો જોઉં.
તપોભંગ કરાવવા બદલ શંકર ભગવાને કામદેવને ભસ્મીભૂત કરી નાંખ્યો હતો.

નોંધી રાખો
ગુસ્સાને રોકતા અને ભૂલ થાય ત્યારે નમતા શીખો. સંબંધો ક્યારેય પોતાની મેળે નથી તૂટતાં. અહંકાર, અજ્ઞાન અને ખોટું વલણ એને તોડી નાખે છે.

માઈન્ડ ગેમ
એંગેજમેન્ટ રિંગ તેમજ સ્પેશિયલ જ્વેલરી બનાવવા માટે વપરાતી ધાતુનું નામ જણાવો. આ ધાતુના આભૂષણ ક્લાસિક લુક ધરાવે છે.
અ) પેરેનિયમ ૨) ક્રોમિયમ
૩) સેલેનિયમ ૪) પેલેડિયમ

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
पंचाईत મુશ્કેલી
पंतोजी મહેતાજી
पांग ઉપકાર
पांढरा સફેદ
पांदी કેડી

ગુજરાત મોરી મોરી રે
પુત્ર

ઓળખાણ પડી?
ડાયેના એદલજી

માઈન્ડ ગેમ
રિતુ કુમાર

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
વટાણા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button