ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
खिंड ઉધરસ
खीळ ઘોડાનું પલાણ
खोगीर ગામડું
खोकला ખીલી
खेडे ખીણ
ઓળખાણ પડી?
સંસ્કૃતમાં પારંગત તેમજ ભરતનાટ્યમ-ઓડિસી નૃત્ય શૈલીમાં મહારથ હાંસલ કરનારા ગુજરાતી પરિવારમાં જન્મેલા નૃત્યાંગનાની ઓળખાણ પડી?
અ) યામિની કૃષ્ણમૂર્તિ
બ) સુધા ચંદ્રન
ક) સોનલ માનસિંહ
ડ) મૃણાલિની સારાભાઈ
ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. સ્ત્રીના પતિના બનેવીની દીકરીના એકમાત્ર મામા સ્ત્રીના સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) ફુઆ બ) જેઠ ક) મામા ડ) પતિ
જાણવા જેવું
ઇન્ટરપોલ – વિશ્ર્વના જુદા જુદા સભ્ય દેશોના પરસ્પર સહકાર દ્વારા રચવામાં આવેલ પોલીસ સંગઠન. તેનું આખું નામ ‘ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઑર્ગનાઇઝેશન’ છે. તેની વિધિસર સ્થાપના ૧૯૨૩માં કરવામાં આવી હતી. સ્થાપના સમયે તેની સભ્ય સંખ્યા માત્ર વીસ હતી, પરંતુ હવે તે વધીને ૧૪૦ જેટલી થઈ છે. તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં શરમ લપાઈને બેઠી છે એ શોધી કાઢો જોઉં.
તમારે તાબડતોબ ડોક્ટર પાસે ઈલાજ કરાવી લેવો જોઈએ.
નોંધી રાખો
મૂર્ખ માણસો સુખમાં રાજી થઇ જાય છે અને દુ:ખમાં ખેદ પામીને રડવા લાગે છે, ૫ણ ધીર પુરૂષો બન્ને ૫રિસ્થિતિને એક સમાન ગણીને ચાલે છે.
માઈન્ડ ગેમ
બ્રિટિશ હકૂમત સામેની સ્વાતંત્ર્ય લડતમાં સિક્રેટ રેડિયો સર્વિસ ચલાવનારા ક્રાંતિકારી મહિલાનું નામ જણાવો. ગાંધી પીસ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પદ પર હતાં.
અ) મણિબહેન નાણાવટી બ) સરોજિની નાયડુ
ક) ઉષા મહેતા ડ) મેડમ ભીકાજી કામા
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
वात દીવાની વાટ
वाफ વરાળ
वारा પવન
वाण સોબતની અસર
वाम ડાબું
ગુજરાત મોરી મોરી રે
ભાણેજ
ઓળખાણ પડી?
શેફાલી વર્મા
માઈન્ડ ગેમ
ફ્લોરેન્સ ગ્રિફિથ – જોયનર
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ધોળકા