ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
वात પવન
वाफ ડાબું
वारा દીવાની વાટ
वाण વરાળ
वाम સોબતની અસર
ઓળખાણ પડી?
તાજેતરમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં ડબલ સેન્ચુરી ફટકારી વિશ્ર્વવિક્રમ પોતાના નામે કરનારી માત્ર ૨૦ વર્ષની ભારતીય બેટરની ઓળખાણ પડી?
અ) સ્મૃતિ મંધાના બ) શેફાલી વર્મા ક) મિતાલી રાજ ડ) રીચા ઘોષ
ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. પત્નીના સસરાની એકમાત્ર પુત્રવધૂની નણંદનો દીકરો પુરુષને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) ભત્રીજો બ) ભાણેજ ક) દીકરો ડ) પૌત્ર
જાણવા જેવું
સાગરના પર્યાયવાચી શબ્દો છે સમુદ્ર, દરિયો વગેરે. સગર રાજાના દીકરાએ પૃથ્વીથી પાતાળ સુધી ખોદી પોલાણ કર્યું હતું અને જેમાં ગંગા નદી સમાઈ ગઈ તે સગરના નામ પરથી સાગર શબ્દ નીકળ્યો છે. સાગર પૃથ્વીનો મોટો ભાગ રોકે છે. પૃથ્વીના હવામાન પર એની અસર પડે છે. જમીન ઉપર જે દુનિયા જાગી છે એનું મૂળ સાગરમાંથી સાંપડ્યું છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં ગુજરાતનું એક શહેર લપાઈને બેઠું છે એ શોધી કાઢો જોઉં.
તમે ગાયેલા બધા ધોળ કાગળ પર લખી જવાનું ભૂલતા નહીં.
નોંધી રાખો
રાહ જોવી એ ધીરજનો ગુણ ભલે કહેવાય, પણ તકની રાહ જોતા બેસી રહેવાને બદલે તક મળે એવી કોશિશ કરતા રહેવું જોઈએ.
માઈન્ડ ગેમ
ઓલિમ્પિક રમતોત્સવના ઈતિહાસમાં સૌથી ઓછા સમયમાં ૧૦૦ મીટરની રેસ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ કઈ મહિલા એથ્લિટના નામે છે એ શોધી કાઢો.
અ) એલિન થોમસન ૨) ફ્લોરેન્સ ગ્રિફિથ – જોયનર ૩) કાર્મેલીટા જેટર ૪) મેરિયન જોન્સ
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
भांडे વાસણ
भांडण ઝઘડો
भांडवल મૂડી
भाग સેંથી
भांबावणे મૂંઝાવું
ગુજરાત મોરી મોરી રે
સસરા
ઓળખાણ પડી?
બૂમરેંગ
માઈન્ડ ગેમ
નાયિકા દેવી
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કર
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) ડૉ. પ્રકાશ કટકિયા (૩) ભારતી પ્રકાશ કટકિયા (૪) ધીરેન્દ્ર ઉદ્દેશી (૫) મુલરાજ કપૂર (૬) તાહેર ઔરંગાબાદવાલા (૭) શીરીન ઔરંગાબાદવાલા (૮) સુભાષ મોમાયા (૯) જયશ્રી બુચ (૧૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૧) પુષ્પા પટેલ (૧૨) ખુશરૂ કાપડિયા (૧૩) શ્રદ્ધા આશર (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) કિશોર બી. સંઘરાજકા (૧૬) મહેશ દોશી (૧૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૧૮) નીતા દેસાઈ (૧૯) હર્ષા મહેતા (૨૦) મહેન્દ્ર લોઢાવિયા (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) અશોક સંઘવી (૨૩) નંદકિશોર સંજાણવાળા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) નિખિલ બંગાળી (૨૭) અમીશી બંગાળી (૨૮) મીનળ કાપડિયા (૨૯) ભાવના કર્વે (૩૦) રજનીકાંત પટવા (૩૧) સુનીતા પટવા (૩૨) કલ્પના આશર (૩૩) વિણા સંપટ (૩૪) દેવેન્દ્ર સંપટ (૩૫) અરવિંદ કામદાર (૩૬) જ્યોત્સના ગાંધી (૩૭) રમેશ દલાલ (૩૮) ઈનાક્ષી દલાલ (૩૯) હિના દલાલ (૪૦) અલકા વાણી (૪૧) જગદીશ ઠક્કર (૪૨) સુરેખા દેસાઈ (૪૩) અંજુ ટોલિયા (૪૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૫) પુષ્પા ખોના (૪૬) નિતીન બજરિયા (૪૭) દિલીપ પરીખ (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) પ્રવીણ વોરા (૫૦) અબદુલ્લા એફ. મુનીમ (૫૧) જયવંત પદમશી ચિખલ (૫૨) મહેશ સંઘવી (૫૩) હરીશ મનુભાઈ ભટ્ટ