લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
भांडे સેંથી
भांडण મૂડી
भांडवल વાસણ
भांग મૂંઝાવું
भांबावणे ઝઘડો

ઓળખાણ પડી?
શિકાર, ખેલકૂદ અને મનોરંજન માટે વપરાતા મૂળ ઓસ્ટ્રેલિયાના આ ઉપકરણની ઓળખાણ પડી? અમુક ઉપકરણ ફેંક્યા પછી ફેંકનાર પાસે પાછા ફરતા
હોય છે.
અ) બૂમરેંગ બ) ક્રોસબો ક) સ્લિન્ગ ડ) બોલાટો

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. સ્ત્રીની એકમાત્ર ભત્રીજીના સગા કાકીની દીકરીના દાદા સ્ત્રીને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) મામા બ) સસરા ક) જેઠ ડ) કાકાજી

જાણવા જેવું
કહેવાય છે કે, કવિતા, વનિતા અને લતા આશ્રય વગર શોભતાં નથી. સૌંદર્ય, કોમળતા અને સુકુમારતા સૂચવવા માટે બાહુ અને ભુજ શબ્દની સાથે કોઈ કોઈવાર લતા શબ્દને લગાડવામાં આવે છે. જેમકે, બાહુલતા, ભુજલતા, સુંદર સ્ત્રીને માટે પણ કનકલતા વગેરે શબ્દોનો પ્રયોગ થાય છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં હાથનો પર્યાય સંતાઈને બેઠો છે એ શોધી કાઢો જોઉં.
બેઉ કર જોડી વિનવે, સ્વામી! મૂકો અમારા કંથને

નોંધી રાખો
ઘટનાસ્થળે ઉપસ્થિત લોકો સક્રિય બનીને દુર્ઘટના નિવારવામાં મદદરૂપ થવાના સ્થાને રીલ ઉતારીને ફોરવર્ડ કરવામાં મચ્યા રહે છે એ આખેઆખા સમાજનું મૃત્યુ છે.

માઈન્ડ ગેમ
પાટણ પર સફળતાપૂર્વક પ્રભાવી શાસન કરનારી અને મોહમ્મદ ઘોરીને યુદ્ધના મેદાનમાં પછાડનારી વીરાંગના રાણીનું નામ જણાવો.
અ) લક્ષ્મીબાઈ ૨) રાણી દુર્ગાવતી
૩) નાયિકા દેવી ૪) અહિલ્યા બાઈ હોળકર

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
कांगवा રોદણાં
कांटी કાંટાવાળી વાડ
कांचन સોનું
कासार કંસારો
कासावीस આકુળવ્યાકુળ

ગુજરાત મોરી મોરી રે
ભત્રીજી

ઓળખાણ પડી?
ટોરપીડો

માઈન્ડ ગેમ
માના પટેલ

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સાદ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) ડૉ. પ્રકાશ કટકિયા (૩) ભારતી પ્રકાશ કટકિયા (૪) ધીરેન્દ્ર ઉદ્દેશી (૫) મુલરાજ કપૂર (૬) તાહેર ઔરંગાબાદવાલા (૭) શીરીન ઔરંગાબાદવાલા (૮) સુભાષ મોમાયા (૯) જયશ્રી બુચ (૧૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૧) પુષ્પા પટેલ (૧૨) ખુશરૂ કાપડિયા (૧૩) શ્રદ્ધા આશર (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) કિશોર બી. સંઘરાજકા (૧૬) મહેશ દોશી (૧૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૧૮) નીતા દેસાઈ (૧૯) હર્ષા મહેતા (૨૦) મહેન્દ્ર લોઢાવિયા (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) અશોક સંઘવી (૨૩) નંદકિશોર સંજાણવાળા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) નિખિલ બંગાળી (૨૭) અમીશી બંગાળી (૨૮) મીનળ કાપડિયા (૨૯) ભાવના કર્વે (૩૦) રજનીકાંત પટવા (૩૧) સુનીતા પટવા (૩૨) કલ્પના આશર (૩૩) વિણા સંપટ (૩૪) દેવેન્દ્ર સંપટ (૩૫) અરવિંદ કામદાર (૩૬) જ્યોત્સના ગાંધી (૩૭) રમેશ દલાલ (૩૮) ઈનાક્ષી દલાલ (૩૯) હિના દલાલ (૪૦) અલકા વાણી (૪૧) જગદીશ ઠક્કર (૪૨) સુરેખા દેસાઈ (૪૩) અંજુ ટોલિયા (૪૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૫) પુષ્પા ખોના (૪૬) નિતીન બજરિયા (૪૭) દિલીપ પરીખ (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) પ્રવીણ વોરા (૫૦) હરીશ મનુભાઈ ભટ્ટ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button