ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
कांगवा કંસારો
कांटी સોનું
कांचन રોદણાં
कासार આકુળવ્યાકુળ
कासावीस કાંટાવાળી વાડ
ઓળખાણ પડી?
મુખ્યત્વે પાણીની અંદર દુશ્મન પર આક્રમણ કરવા માટે વાપરવામાં આવતા આ હથિયારની ઓળખાણ પડી? ૧૨૭૫ની સાલમાં તેનો પ્રથમ ઉપયોગ થયો હતો.
અ) ટોરપીડો બ) મિસાઈલ ક) ગ્રેનેડ ડ) બેરેટા
ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. સ્ત્રીના સગા જેઠના સસરાની એકમાત્ર દીકરીની પુત્રી સ્ત્રીને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) કાકી બ) નણંદ ક) ભત્રીજી ડ) દેરાણી
જાણવા જેવું
ગરમીમાં ચાર ગુણ છે: જે ચીજમાં ગરમી દાખલ થાય
છે તે ચીજનું કદ ફૂલીને વધે છે. કેટલાક નક્કર પદાર્થને
તાવીને પ્રવાહી કરે છે. પાણી જેવા પદાર્થને તે વરાળ રૂપમાં લાવે છે અને જે જે ચીજો ગરમીથી કદમાં વધે નહીં, અથવા હવારૂપે ઊડી જઈ શકે નહીં તેવી ચીજોને તે બાળીને ભસ્મ કરી શકે છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં અવાજ, બૂમનો પર્યાય સંતાઈને બેઠો છે એ શોધી કાઢો જોઉં.
પછી મહેકી ઊઠી માટી, પ્રથમ વરસાદની વેળા
નોંધી રાખો
હીંચકો પ્રતીક છે અસ્થિર માનસિકતાનું. સતત ગતિમાં રહેવા છતાં હીંચકો હોય પોતાની જગ્યાએથી આગળ પણ નથી વધી શકતો અને પાછળ પણ નથી જઈ શકતો.
માઈન્ડ ગેમ
૨૦૨૦ના ટોક્યો ઓલિમ્પિક્સ રમતોત્સવની તરણ સ્પર્ધા – સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભારત વતી ક્વોલિફાય થયેલી મહિલાનું નામ જણાવો.
અ) અનિતા સુદ બ) માના પટેલ
ક) બુલા ચૌધરી ડ) પ્રતિમા રોય
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
मंडई શાકબજાર
मवाळ નરમ
माहेर પિયર
मांडी ખોળો
मिठी બાથ, પકડ
ગુજરાત મોરી મોરી રે
પતિ
ઓળખાણ પડી?
પિપેટ
માઈન્ડ ગેમ
શકુંતલા દેવી
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
વલસાડ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) ડૉ. પ્રકાશ કટકિયા (૩) ભારતી પ્રકાશ કટકિયા (૪) ભારતી બુચ (૫) પ્રતીમા પમાણી (૬) તાહેર ઔરંગાબાદવાલા (૭) શીરીન ઔરંગાબાદવાલા (૮) મુલરાજ કપૂર (૯) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૦) નીતા દેસાઈ (૧૧) સુભાષ મોમાયા (૧૨) ખુશરૂ કાપડિયા (૧૩) પુષ્પા પટેલ (૧૪) લજિતા ખોના (૧૫) શ્રદ્ધા આશર (૧૬) દિલીપ પરીખ (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) નિખિલ બંગાળી (૧૯) અમીશી બંગાળી (૨૦) કિશોર બી. સંઘરાજકા (૨૧) અશોક સંઘવી (૨૨) મહેન્દ્ર લોઢાવિયા (૨૩) જ્યોતિ ખાંડવાલા (૨૪) સુરેખા દેસાઈ (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) નંદકિશોર સંજાણવાળા (૨૮) કલ્પના આશર (૨૯) મહેશ દોશી (૩૦) ભાવના કર્વે (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૩) રજનીકાંત પટવા (૩૪) સુનીતા પટવા (૩૫) શિલ્પા શ્રોફ (૩૬) અંજુ ટોલિયા (૩૭) અલકા વાણી (૩૮) પુષ્પા ખોના (૩૯) નિતીન બજરિયા (૪૦) જયવંત પદમશી ચિખલ (૪૧) જગદીશ ઠક્કર (૪૨) હર્ષા મહેતા (૪૩) હિના દલાલ (૪૪) ઈનાક્ષી દલાલ (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) રમેશ દલાલ (૪૭) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૮) પ્રવીણ વોરા (૪૯) પ્રતીમા પમાણી (૫૦) નયના ગિરીશ મિસ્ત્રી (૫૧) અબદુલ્લા એફ મુનીમ