લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
વિજ્ઞાનના પિરિયડમાં લેબોરેટરીમાં પ્રયોગ કરતી વખતે વાપરવામાં આવતા આ સાધનની ઓળખાણ પડી? કેમેસ્ટ્રીના પ્રયોગ વખતે વિશેષ ઉપયોગ થાય છે.
અ) બીકર બ) ક્રુસીબલ ક) પિપેટ ડ) એમીટર

ભાષા વૈભવ…

મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
मंडई પિયર
मवाळ ખોળો
माहेर શાકબજાર
मांडी બાથ, પકડ
मिठी નરમ

ગુજરાત મોરી મોરી રે

અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. સ્ત્રીની સાસુની નણંદનો એકમાત્ર ભાઈ સ્ત્રીને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) ફુઆ બ) કાકાજી ક) પતિ ડ) સસરા

જાણવા જેવું

યુએસએમાં મહિલાઓને મતદાન કરવાનો અધિકાર આઠ દાયકાની લડત પછી ૧૯૨૦માં મળ્યો હતો. જોકે, હેરત પમાડનારી વાત એ છે કે આ ઐતિહાસિક ઘટનાના ચાર વર્ષ પહેલા એટલે કે ૧૯૧૬માં જેનેટ રેન્કીન નામની મહિલાને યુએસમાં રાજકીય કાર્યાલયમાં સ્થાન મેળવનાર પ્રથમ મહિલાનું સન્માન પ્રાપ્ત થયું હતું.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં ગુજરાતનું શહેર સંતાઈને બેઠું છે એ શોધી કાઢો જોઉં.
મારો મિત્ર ધવલ સાડત્રીસ મહિના સુધી હિમાલયમાં રખડતો રહ્યો.

નોંધી રાખો
અમુક સમયે પરીક્ષા આપવા કરતાં પરીક્ષા લેવામાં વધુ જોખમ હોય છે. સંબંધોની પરીક્ષા લેવી નહીં, કારણ કે જો સામેવાળી વ્યક્તિ નાપાસ થાય તો આપણને બહુ દુ:ખ થાય છે.

માઈન્ડ ગેમ
ગણિત સાથે મહિલાને ઝાઝું નથી બનતું એવી માન્યતા છે. કઈ ભારતીય મહિલા ગણિત નિષ્ણાતે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું હતું?
અ) કલ્પના ચાવલા ૨) કમલા સોહોની
૩) શકુંતલા દેવી ૪) ટેસી થોમસ

ગયા ગુરુવારના જવાબ

ભાષા વૈભવ
A B
खचणे પડી ભાંગવું
खमंग ચટાકેદાર
खरड ઘસડપટ્ટી
खर કોલસાનો ભૂકો
खस्त અસ્તવ્યસ્ત

ગુજરાત મોરી મોરી રે
મમ્મી

ઓળખાણ પડી?
ફૂલકારી

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
હેમ

માઈન્ડ ગેમ
માધબી પુરી બુચ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) ડૉ. પ્રકાશ કટકિયા (૩) ભારતી પ્રકાશ કટકિયા (૪) મુલરાજ કપૂર (૫) ભારતી બુચ (૬) ધીરેન્દ્ર ઉદ્દેશી (૭) પ્રતીમા પમાણી (૮) નીતા દેસાઈ (૯) કમલેશ મૈઠિઆ (૧૦) ખુશરૂ કાપડિયા (૧૧) પુષ્પા પટેલ (૧૨) સુભાષ મોમાયા (૧૩) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૪) મહેશ સંઘવી (૧૫) શ્રદ્ધા આશર (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) પ્રવીણ વોરા (૨૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૧) લજિતા ખોના (૨૨) મીનળ કાપડિયા (૨૩) નિખિલ બંગાળી (૨૪) અમીશી બંગાળી (૨૫) ભાવના કર્વે (૨૬) કિશોર બી. સંઘરાજકા (૨૭) સુરેખા દેસાઈ (૨૮) દિલીપ પરીખ (૨૯) મનીષા શેઠ (૩૦) ફાલ્ગુની શેઠ (૩૧) નંદકિશોર સંજાણવાળા (૩૨) હર્ષા મહેતા (૩૩) તાહેર ઔરંગાબાદવાલા (૩૪) શીરીન ઔરંગાબાદવાલા (૩૫) મહેશ દોશી (૩૬) રજનીકાંત પટવા (૩૭) સુનીતા પટવા (૩૮) કલ્પના આશર (૩૯) જગદીશ ઠક્કર (૪૦) જયવંત પદમશી ચિખલ (૪૧) વિણા સંપટ (૪૨) દેવેન્દ્ર સંપટ (૪૩) અંજુ ટોલિયા (૪૪) શિલ્પા શ્રોફ (૪૫) નિતીન બજરિયા (૪૬) અલકા વાણી (૪૭) ઈનાક્ષી દલાલ (૪૮) હિના દલાલ (૪૯) રમેશ દલાલ (૫૦) જ્યોત્સના ગાંધી (૫૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૫૨) નયના ગિરીશ મિસ્ત્રી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button