લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.comપર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
खचणे કોલસાનો ભૂકો
खमंग ઘસડપટ્ટી
खरड પડી ભાંગવું
खर અસ્તવ્યસ્ત
खस्त ચટાકેદાર

ઓળખાણ પડી?
મુખ્યત્વે પંજાબ અને ઉત્તર ભારતની હાથવણાટની સાડીની ઓળખાણ પડી? આ સાડી પર વેલબુટ્ટાની કામગીરી ખૂબ આકર્ષક હોય છે.
અ) કાંજીવરમ બ) બોમકાઈ ક) ચંદેરી ડ) ફૂલકારી

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. સ્ત્રીની એકમાત્ર ભત્રીજીના સગા કાકાની સાસુ સ્ત્રીને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) માસી બ) મમ્મી ક) મામી ડ) કાકી

જાણવા જેવું
તલવારનો વ્યવહાર બધા દેશોમાં અત્યંત પ્રાચીન કાળથી ચાલતો આવ્યો છે. ધનુર્વેદ આદિ ગ્રંથો જોવાથી માલૂમ પડે છે કે, હિંદુસ્તાનમાં પહેલાં ઘણી સરસ તલવારો બનતી હતી, જેનાથી પથ્થર પણ કાપી શકાતો હતો. તલવાર દુર્ગાદેવીનું મુખ્ય શસ્ત્ર છે, તેથી કરીને કોઈ કોઈ વાર તલવારને દુર્ગા પણ કહે છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં કિંમતી ધાતુ સોનુ સંતાઈને બેઠું છે એ શોધી કાઢો જોઉં.
બે દિવસ પછી હેમલતા અમેરિકા ફરવા જવાની છે.

નોંધી રાખો
સંબંધ કેવી રીતે જળવાય એ જાણવું – સમજવું હોય તો દૂધ અને ખાંડનો વ્યવહાર જાણો. ખાંડ એમાં ઓગળે છે પણ દૂધ ઓગળવાની મોકળાશ પણ આપે છે.

માઈન્ડ ગેમ
આપણા દેશમાં સિક્યોરિટી અને કોમોડિટી માર્કેટમાં નિયંત્રણ રાખતી સંસ્થા ‘સેબી’ના અધ્યક્ષપદ પર રહેલાં મહિલાનું નામ જણાવો.
અ) ગીતા ગોપીનાથ ૨) માધબી પુરી બુચ
૩) ફાલ્ગુની નાયર ૪) ગરિમા બજાજ

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
पांग ઉપકાર
पांधरूण ઓછાડ
पांढरा સફેદ
पाउल પગલું
पांदी કેડી

ગુજરાત મોરી મોરી રે
સસરા

ઓળખાણ પડી?
કંદોરો

માઈન્ડ ગેમ
મારે પણ એક ઘર હોય

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
વરુ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) ડૉ. પ્રકાશ કટકિયા (૪) ભારતી પ્રકાશ કટકિયા (૫) ધીરેન્દ્ર ઉદ્દેશી (૬) ભારતી બુચ (૭) સુભાષ મોમાયા (૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૯) નીતા દેસાઈ (૧૦) ખુશરૂ કાપડિયા (૧૧) શ્રદ્ધા આશર (૧૨) કમલેશ મૈઠિયા (૧૩) મહેન્દ્ર લોઢાવિયા (૧૪) પ્રવીણ વોરા (૧૫) પુષ્પા પટેલ (૧૬) વિભા મહેશ્ર્વરી (૧૭) મહેશ દોશી (૧૮) નિખિલ બંગાળી (૧૯) અમીશી બંગાળી (૨૦) શીરીન ઔંગાબાદવાલા (૨૧) તાહેર ઔરંગાબાદવાલા (૨૨) અબદુલ્લા એફ. મુનીમ (૨૩) કિશોર બી. સંઘરાજકા (૨૪) જ્યોતિ ખાંડવાલા (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) મીનળ કાપડિયા (૨૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૯) સુરેખા દેસાઈ (૩૦) નંદકિશોર સંજાણવાળા (૩૧) દિલીપ પરીખ (૩૨) કલ્પના આશર (૩૩) જગદીશ ઠક્કર (૩૪) વિણા સંપટ (૩૫) દેવેન્દ્ર સંપટ (૩૬) રજનીકાંત પટવા (૩૭) સુનીતા પટવા (૩૮) હેમા હરીશ ભટ્ટ (૩૯) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૦) અંજુ ટોલિયા (૪૧) ભાવના કર્વે (૪૨) શિલ્પા શ્રોફ (૪૩) હરીશ મહેતા (૪૪) પુષ્પા ખોના (૪૫) અલકા વાણી (૪૬) વિજય આસર (૪૭) નિતીન બજરિયા (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) જયવંત પદમશી ચિખલ (૫૦) ઈનાક્ષી દલાલ (૫૧) હેમા દલાલ (૫૨) રમેશ દલાલ (૫૩) જ્યોત્સના ગાંધી (૫૪) મહેશ સંઘવી (૫૫) અરવિંદ કામદાર (૫૬) અશોક સંઘવી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button