ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
कवळी બંગડી
कवटी કોડી
कवडी દાંતનું ચોકઠું
काकण કંસારો
कासार ખોપરી
ઓળખાણ પડી?
સ્ત્રી અવકાશયાત્રી તરીકે અવકાશમાં સૌથી લાંબી સફર (૧૯૫ દિવસ) કરવાનો વિક્રમ ધરાવતી એસ્ટ્રોનોટની ઓળખાણ પડી? ત્રીજી વાર અવકાશી સફર માટે સજ્જ થઈ રહી છે.
અ) રજની ચારી બ) કલ્પના ચાવલા ક) સુનિતા વિલિયમ્સ ડ) શ્રીશા બાંદલા
ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. પુરુષના એકમાત્ર સગા ભત્રીજાના મમ્મીના સસરા પુરુષને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) પિતા બ) કાકા ક) ભાઈ ડ) ફુઆ
જાણવા જેવું
વાદળના ચાર પ્રકાર છે: પ્રથમ જાતનું વાદળ સૌથી આછું, વધુ ઊંચું હોય છે. તેમાં વરસાદ પડવાનો ભય હોતો નથી. બીજા પ્રકારનું વાદળ ઘણી ઓછી ઊંચાઈએ હોય છે. તેમાંથી વરસાદ પડતો નથી. ત્રીજા પ્રકારના વાદળને રાતનું વાદળ કહેવામાં આવે છે. કારણ કે સાંજે બંધાઈ સવારે અદૃશ્ય થઈ જાય છે. એ સૌથી નીચું હોય છે. ચોથા પ્રકારનું વાદળ ખરું વરસાદનું વાદળ છે. તે ઘણું ભેજવાહક, ઘટ્ટ અને કાળું હોય છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો .
આપેલા વાક્યમાં ૧૨ રાશિમાંની એક રાશિ સંતાઈને બેઠી છે એ શોધી
કાઢો જોઉં.
ખોરાકમાં લીલા શાકભાજી અને ફળનું સેવન કરવાથી વિટામિન સી મળે છે.
નોંધી રાખો
માણસ માત્ર ભૂલને પાત્ર. કામ કરે એનાથી જ ભૂલ થાય, પણ એ ભૂલ સ્વીકારી, પછી એ સુધારી અને આગળ વધી એ ભૂલનું પુનરાવર્તન ટાળવું એ ખરી વાત છે.
માઈન્ડ ગેમ
પોતાના દેશમાં સર્વ પ્રથમ મહિલા વડાં પ્રધાન બનવાની અનન્ય સિદ્ધિ મેળવનારાં જિયોર્જિયા મેલોની કયા દેશના પીએમ છે એ આપેલા વિકલ્પોમાંથી શોધીને જણાવો.
અ) સ્પેન ૨) ડેનમાર્ક
૩) ઈટલી ૪) હંગેરી
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
जवळ નજીક
जावई જમાઈ
जांभई બગાસું
जाम મજબૂત
जावळे જોડકું
ગુજરાત મોરી મોરી રે
સાળી
ઓળખાણ પડી?
જ્યોતિ સુરેખા વેન્નામ
માઈન્ડ ગેમ
આર્જેન્ટિના
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કાર
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) મૂળરાજ કપૂર (૪) પ્રતિમા પમાણી (૫) ધીરેન્દ્ર ઉદ્દેશી (૬) નીતા દેસાઈ (૭) ભારતી બુચ (૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) મહેન્દ્ર લોઢાવિયા (૧૧) શ્રદ્ધા આશર (૧૨) પુષ્પા પટેલ (૧૩) નિખિલ બંગાળી (૧૪) અમીશી બંગાળી (૧૫) વિભા મહેશ્ર્વરી (૧૬) પ્રવીણ વોરા (૧૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૧૮) નંદકિશોર સંજાણવાળા (૧૯) મીનળ કાપડિયા (૨૦) ભાવિન કર્વે (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) દિલીપ પરીખ (૨૩) રજનીકાંત પટવા (૨૪) સુનીતા પટવા (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) કલ્પના આશર (૨૮) દેવેન્દ્ર સંપટ (૨૯) મહેશ દોશી (૩૦) વિણા સંપટ (૩૧) હર્ષા મહેતા (૩૨) શિલ્પા શ્રોફ (૩૩) શીરીન ઔરંગાબાદવાલા (૩૪) અબદુલ્લા એફ. મુનીમ (૩૫) શીરીન ઔરંગાબાદવાલા (૩૬) અલકા વાણી (૩૭) પુષ્પા ખોના (૩૮) જગદીશ ઠક્કર (૩૯) અરવિંદ કામદાર (૪૦) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૧) નયના ગિરીશ મિસ્ત્રી (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) હિના દલાલ (૪૪) રમેશ દલાલ (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) જયવંત ચિખલ (૪૭) કિશોર બી. સંગ્રાહજકા (૪૮) શેઠ અતુલ જશુભાઈ (૪૯) વિજય આસર (૫૦) હીરા જશવંતરાય શેઠ (૫૧) જયવંત પદમશી ચિખલ (૫૨) અતુલ જે. શેઠ (૫૩) રસિક જુથાણી – ટોરંટો – કેનેડા (૫૪) મહેશ સંઘવી