ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
कंगवा કમળો
कावीळ દીવાસળી
कांडी વાછરડી
कारागृह દાંતિયો
कालवड કેદખાનું
ઓળખાણ પડી?
લોકસભાના અધ્યક્ષ (સ્પીકર)નો હોદ્દો જૂજ મહિલાઓને મળ્યો છે. સ્પીકર તરીકે ચૂંટાયેલા મહિલાની ઓળખાણ પડી? તેમણે કેન્દ્રીય પ્રધાન તરીકે પણ ફરજ બજાવી છે.
અ) શીલા દીક્ષિત બ) નજમા હેપતુલ્લા ક) મીરાં કુમાર ડ) સુમિત્રા મહાજન
ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. સ્ત્રીના સાસુની નણંદના દીકરાની પત્ની સ્ત્રીને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) મામી બ) ફોઈ ક) ભાભી ડ) માસી
જાણવા જેવું
લોકસભા – ભારતીય સંસદના નીચલા ગૃહની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે. જોકે કટોકટીના સમયે તેની મુદત એક વર્ષ લંબાવી શકાય છે. કોઈ પણ સંજોગોમાં એથી વધુ સમય મુદત લંબાવી શકાતી નથી. કટોકટી રદ થાય ત્યારથી વધુમાં વધુ છ માસની અંદર ચૂંટણી યોજવી આવશ્યક છે. લોકસભાની પ્રથમ બેઠક યોજાય ત્યારથી તેની મુદતનો સમય શરૂ થાય છે અને પછી પાંચ વર્ષ સુધી કામ કરતી રહે છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં કપટ – દગો – છેતરપિંડીનો પર્યાય સંતાઈને બેઠો છે એ શોધી કાઢો જોઉં.
જીવનમાં ક્યારેક આગળ નીકળી જવાય તો ક્યારેક પાછળ પણ રહી જવાય.
નોંધી રાખો
બોલવાની કળા અનેક લોકોને હસ્તગત હોય છે. અમુક લોકોમાં ચૂપ રહેવાની આવડત હોય છે. ખરી કાબેલિયત ક્યારે બોલવું અને ક્યારે ચૂપ રહેવું એમાં સમાયેલી છે.
માઈન્ડ ગેમ
આપણી પ્રથમ લોકસભાનો કાર્યકાળ ૧૯૫૨થી ૧૯૫૭નો હતો. એ સમય દરમિયાન લોકસભાના પ્રથમ અધ્યક્ષ (સ્પીકર) કોણ હતા એ કહી શકશો?
અ) હુકમ સિંહ ૨) ગણેશ માવળંકર ૩) એચ એન બહુગુણા ૪) એમ એન કૌલ
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
लागवड ખેડાણ
लकाकी ચળકાટ
लगबग ઉતાવળ
लवचीक વળી જાય એવું
लाटणे વેલણ
ગુજરાત મોરી મોરી રે
મમ્મી
ઓળખાણ પડી?
કુન્દનિકા કાપડિયા
માઈન્ડ ગેમ
દિલ્હી
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
રાબ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મૂળરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) પ્રતિમા પામાણી (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) શીરીન ઔરંગાબાદવાલા (૭) નીતા દેસાઈ (૮) ધીરેન્દ્ર ઉદ્દેશી (૯) ડો. પ્રકાશ કટકિયા (૧૦) ભારતીય પ્રકાશ કટકિયા (૧૧) શ્રદ્ધા આશર (૧૨) ભારતી બુચ (૧૩) પુષ્પા પટેલ (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) લજિતા ખોના (૧૬) મહેશ સંઘવી (૧૭) ખુશરૂ કાપડીયા (૧૮) મીનળ કાપડિયા (૧૯) જયોતિ ખાંડવાલા (૨૦) મનીષા શેઠ (૨૧) ફાલ્ગુની શેઠ (૨૨) નીતીન બજારિયા (૨૩) વિણા સંપટ (૨૪) દિલીપ પરીખ (૨૫) દેવેન્દ્ર સંપટ (૨૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૭) ભાવના કર્વે (૨૮) જગદીશ વલ્લભજી ઠક્કર (૨૯) કલ્પના આશર (૩૦) મહેશ દોશી (૩૧) સુનીતા પટવા (૩૨) રજનીકાંત પટવા (૩૩) અંજુ ટોલીયા (૩૪) શિલ્પા શ્રોફ (૩૫) જયોત્સના ગાંધી (૩૬) ઈનાક્ષી દલાલ (૩૭) હિનાબેન દલાલ (૩૮) રમેશભાઈ દલાલ (૩૯) રસિક જુઠાણી (ટોરોન્ટો-કેનેડા) (૪૦) પુષ્પા ખોના (૪૧) પ્રવીણ વોરા (૪૨) કિશોર બી. સંઘરાજકા (૪૩) જયવંત પદમશી ચિખલ (૪૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૫) અબદુલ્લા એફ. મુનીમ (૪૬) નયના ગિરીશ મિસ્ત્રી (૪૭) મહેન્દ્ર લોઢવીયા (૪૮) નિખીલ બેંગાલી (૪૯) અમીષી બેંગાલી (૫૦)અલકા વાણી (૫૧) સુરેખા દેસાઈ (૫૨) નંદકિશોર સંજાણવાળા (૫૩) હરીશ મનુભાઈ ભટ્ટ