લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
लागवड વળી જાય એવું
लकाकी ઉતાવળ
लगबग ખેડાણ
लवचीक વેલણ
लाटणे ચળકાટ

ઓળખાણ પડી?
‘સાત પગલાં આકાશમાં’ અને ’અગનપિપાસા’ જેવી યાદગાર નવલકથાના મૂઠી ઊંચેરા સર્જકની ઓળખાણ પડી? તેમને સંખ્યાબંધ પુરસ્કાર પ્રાપ્ત થયા હતા.
અ) વર્ષા અડાલજા બ) કુન્દનિકા કાપડિયા ક) ધીરુબહેન પટેલ ડ) હિમાંશી શેલત

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. પુરુષના એકમાત્ર પૌત્રની દાદીના સસરાની પત્ની પુરુષને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) કાકી બ) મમ્મી ક) મામી ડ) પત્ની

જાણવા જેવું
માનવ પ્રકૃતિમાં રસ એક સ્વભાવિક તત્ત્વ છે, કારણ કે સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણનું તે બંધારણ છે. સત્ત્વગુણનું વિશેષે ગૌણત્વ અને રજ, તમનું વિશેષે પ્રાધાન્ય હોય તેમાં શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર, ભયાનક, અદ્ભુત, બીભત્સ એવા આઠ રસ છે અને સત્ત્વગુણનું વિશેષે પ્રાધાન્ય હોય તેમાં શાંત રસ એમ નવ રસ ગણાય છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં લોટ શેકી તૈયાર થતું પીણું સંતાઈને બેઠું છે એ શોધી કાઢો જોઉં.
ઘણી વાર વખાણીએ તે જ વસ્તુ કે વ્યક્તિ ખરાબ નીવડે.

નોંધી રાખો
કદમ નાના ભલે રહ્યા, એને ખુલ્લા મેદાનમાં દોડતા રોકતા નહીં. મન ભરીને દોડવા દેજો, કારણ કે એકવાર બાળપણ પસાર થઈ જશે પછી જીવન બહુ ઝડપથી ભાગવા લાગશે.

માઈન્ડ ગેમ
ભારતના વિવિધ શહેરની અનેક આશ્ર્ચર્ય પમાડતી ખાસિયતો છે. તમારે એ જણાવવાનું છે કે વિસ્તારની દ્રષ્ટિએ દેશનું સૌથી મોટું શહેર કયું છે?
અ) દિલ્હી ૨) બેંગ્લુરુ ૩) મુંબઈ ૪) વિશાખાપટ્ટનમ

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
सोंग ઢોંગ
सोंगाडया રંગલો
सोकण લત લાગવી
सोपा આસાન
सोई વ્યવસ્થા

ગુજરાત મોરી મોરી રે
ભાભી

ઓળખાણ પડી?
સેરેના વિલિયમ્સ

માઈન્ડ ગેમ
પૃથ્વીરાજ કપૂર

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
તન

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) પ્રતીમા પમાની (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) શીરીન ઔરંગાબાદવાલા (૭) નીતા દેસાઈ (૮) ધીરેન્દ્ર ઉદ્દેશી (૯) ડૉ. પ્રકાશ કટકિયા (૧૦) ભારતી પ્રકાશ કટકિયા (૧૧) શ્રદ્ધા આશર (૧૨) ભારતી બુચ (૧૩) પુષ્પા પટેલ (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) લજીતા ખોના (૧૬) મહેશ સંઘવી (૧૭) ખુશરૂ કાપડિયા (૧૮) મીનળ કાપડિયા (૧૯) જ્યોતી ખાંડવાલા (૨૦) મનીષા શેઠ (૨૧) ફાલ્ગુની શેઠ (૨૨) નિતીન જે. બજેરીયા (૨૩) વીણા સંપટ (૨૪) દિલીપ પરીખ (૨૫) દેવેન્દ્ર સંપટ (૨૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૭) ભાવના કર્વે (૨૮) જગદીશ વલ્લભ ઠક્કર (૨૯) કલ્પના આશર (૩૦) સુનીતા પટવા (૩૧) રજનીકાંત પટવા (૩૨) અંજુ ટોલીયા (૩૩) શિલ્પા શ્રોફ (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) ઈનાક્ષી દલાલ (૩૬) હીના દલાલ (૩૭) રમેશ દલાલ (૩૮) રસીક જુઠાણી (ટોરન્ટો- કેનેડા) (૩૯) પુષ્પા ખોના (૪૦) પ્રવીણ વોરા (૪૧) કિશોર બી. સંઘરાજકા (૪૨) જયવંત પદમશી ચિખલ (૪૩) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૪) અબ્દુલ્લા એફ. મુનીમ (૪૫) નયન ગિરીશ મિસ્ત્રી (૪૬) મહેન્દ્ર લોઢાવીયા (૪૭) નિખીલ બંગાળી મિસ્ત્રી (૪૮) એમીષી બંગાળી (૪૯) અલકા વાણી (૫૦) સુરેખ દેસાઈ (૫૧) નંદકિશોર સંજાણવાળા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button