ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
सोंग વ્યવસ્થા
सोंगाडया લત લાગવી
सोकणे રંગલો
सोपा ઢોંગ
सोई આસાન
ઓળખાણ પડી?
યુએસની મહાન મહિલા ટેનિસ પ્લેયરની ઓળખાણ પડી? ૨૩ ગ્રેન્ડ સ્લેમ ટાઈટલ મેળવનાર આ ખેલાડીએ સિંગલ્સ અને ડબલ્સમાં પણ અનન્ય સિદ્ધિ મેળવી છે.
અ) સ્ટેફી ગ્રાફ બ) વિનસ વિલિયમ્સ ક) સેરેના વિલિયમ્સ ડ) નાદિયા પેત્રોવા
ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. પુરુષના મોટાભાઈની સાસુની એકમાત્ર દીકરી પુરુષને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) માસી બ) ભાભી ક) સાળી ડ) ફોઈ
જાણવા જેવું
ફૂલની નામના વધુ તો એના સૌંદર્ય અને સુગંધને કારણે થતી હોય છે. જોકે, ઈન્ડોનેશિયાના એક ફૂલે એના કદને કારણે ખ્યાતિ મેળવી છે. રેફલેસિયા તરીકે ઓળખાતા આ ફૂલને ઝાડ કે પાંદડાં નથી હોતા અને તેનો વ્યાસ ૧૦૦ સેન્ટીમીટર (ત્રણ ફૂટથી વધુ) જેટલો હોય છે અને પૂર્ણરૂપે ખીલેલા ફૂલનું વજન ૫ કિલોથી વધારે હોય છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં શરીર સંતાઈને બેઠું છે એ શોધી કાઢો જોઉં.
તાજેતરના સમયમાં સનાતન ધર્મની ચર્ચા અનેક સ્તરે થવા લાગી છે.
નોંધી રાખો
કવિતામાં સરળતા અગ્નિ સમી છે. માફકસર ન હોય તો અસર ન કરે અને વધુ પડતી
હોય તો દાહક બની રહે. કવિતા જ ખતમ થઈ જાય.
માઈન્ડ ગેમ
ફિલ્મસ્ટાર – રાજકારણના સંબંધમાં સંસદમાં હાજરી (રાજ્યસભામાં) નોંધાવનારા સૌપ્રથમ ફિલ્મ સ્ટારનું નામ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) બલરાજ સાહની ૨) અશોકકુમાર ૩) પૃથ્વીરાજ કપૂર ૪) કે એલ સાયગલ
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
कांगावा રોદણાં
कारंज ફુવારો
काळोख અંધારું
कासव કાચબો
कागद કાગળ
ગુજરાત મોરી મોરી રે
બનેવી
ઓળખાણ પડી?
નિખત ઝરીન
માઈન્ડ ગેમ
મીરાબાઈ ચાનુ
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
શોર
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) શ્રદ્ધા આશર (૪) તાહેર ઔરંગાબાદવાલા (૫) શીરીન ઔરંગાબાદવાલા (૬) અબ્દુલ્લા એફ. મુનીમ (૭) ડૉ. પ્રકાશ કટકિયા (૮) ભારતી પ્રકાશ કટકિયા (૯) ખુશરૂ કાપડિયા (૧૦) જયશ્રી બુચ (૧૧) મહેન્દ્ર લોઢાવીય (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) નીતા દેસાઈ (૧૪) મહેશ સંઘવી (૧૫) લડજીતા ખોના (૧૬) પુષ્પા પટેલ (૧૭) મહેશ સંઘવી (૧૮) હર્ષા મહેતા (૧૯) હર્ષા મહેતા (૨૦) જ્યોતી ખાંડવાલા (૨૧) નિખીલ બંગાળી (૨૨) અમીષી બંગાળી (૨૩) મીનળ કાપડિયા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) સુરેખા દેસાઈ (૨૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૮) ક્લ્પના આશર (૨૯) મહેશ દોશી (૩૦) અરવિંદ કામદાર (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) અંજુ ટોલીયા (૩૩) નિતીન જે. બજેરીયા (૩૪) અલકા વાણી (૩૫) સુભાષ મોમાયા (૩૬) પ્રતીમા પામાની (૩૭) શિલ્પા શ્રોફ (૩૮) પુષ્પા ખોના (૩૯) પ્રવીણ વોરા (૪૦) રસીક જુઠાણી (ટોરન્ટો- કેનેડા) (૪૧) રજનીકાંત પટવા (૪૨) સુનીત પટવા (૪૩) ભાવના કર્વે (૪૪) જ્યોત્સના ગાંધી (૪૫) ઈનાક્ષી દલાલ (૪૬) રમેશભાઈ દલાલ (૪૭) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૮) શિલ્પા શ્રોફ (૪૯) નયના ગિરીશ મિસ્ત્રી (૫૦) પ્રતીમા પ્રમાણી