ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
जड કૃમિ
जंत વજનદાર
जननी સારસંભાળ
जपणूक સાવધાનીપૂર્વક
जपून માતા
ઓળખાણ પડી?
સૌથી નાની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનું ટાઈટલ મેળવનારી ચેસ ચેમ્પિયનની ઓળખાણ પડી? ૧૯૯૭માં વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.
અ) તાનિયા સચદેવ બ) સૌમ્યા સ્વામીનાથન ક) કોનેરુ હમ્પી ડ) ભક્તિ કુલકર્ણી
ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. પરિવારના બે ભાઈમાંથી એકની પત્નીની સગી જેઠાણીના દીકરાના સગા કાકા એ સ્ત્રીને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) માસા બ) જેઠ ક) ફુવા ડ) પતિ
જાણવા જેવું
આકાશ એટલે આસમાન, ગગન, આભ, વ્યોમ, અભ્ર, અંબર. આકાશના ૪ ભેદ: મહાકાશ, જલાકાશ, અભ્રાકાશ-મેઘાકાશ અને ઘટાકાશ. અનંત અખંડ સ્વરૂપે આકાશ તે મહાકાશ. જળ કે કોઈ પણ જળાકાશ. અભ્ર કે વાદળામાં પ્રતિબિબરૂપે પડેલું આકાશ તે અભ્રાકાશ. અભ્રમાં પ્રતિબિંબરૂપે પડેલું આકાશ તે અભ્રાકાશ. ઘડા વગેરેમાં રહેલું આકાશ તે ઘટાકાશ.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં નસીબ સંતાઈને બેઠું છે એ શોધી કાઢો જોઉં.
નાટ્યકૃતિમાં નવલકથાનું હાર્દ બરાબર જળવાયું છે.
નોંધી રાખો
આયખું નાનું ને નોરતા અપાર, નાનકડી નાવ ને ઘૂઘવે પારાવાર. માનવી વચ્ચે દરેક જણ શોધે છે માનવને કારણ કે શબરી પણ ઝંખે છે પોતાના રાઘવને.
માઈન્ડ ગેમ
છઠ્ઠી સદીની રુદ્ર શિવની પ્રતિમા ધરાવતું દેરાણી – જેઠાણી મંદિર કયા રાજ્યમાં સ્થિત છે એ જણાવો. મંદિરના ગર્ભગૃહમાં અન્ય દેવતાની મૂર્તિઓ પણ છે.
અ) આસામ ૨) મહારાષ્ટ્ર
૩) છત્તીસગઢ ૪) કેરળ
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
डुलकी ઝોકું
डोकं માથું
डोळस સાવધ
डौलदार કમનીય
डोईजड નિરંકુશ
ગુજરાત મોરી મોરી રે
ભાઈ
ઓળખાણ પડી?
મનીષા પાંધી
માઈન્ડ ગેમ
૧૯૭૩
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
નભ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) ભારતી બુચ (૩) કિશોરકુમાર જીવનણદાસ વેદ (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ડો. પ્રકાશ કટકિયા (૭) ભારતી
પ્રકાશ કટકિયા (૮) પુષ્પા પટેલ (૯) મુલરાજ કપૂર (૧૦) હર્ષા મહેતા (૧૧) વિભા મહેશ્ર્વરી (૧૨) જ્યોતિ ખાંડવાલા (૧૩) મીનળ કાપડિયા (૧૪) અમીશી બંગાળી (૧૫) નિખિલ બંગાળી (૧૬) સુરેખા દેસાઈ (૧૭) મનીષા શેઠ (૧૮) ફાલ્ગુની શેઠ (૧૯) નંદકિશોર સંજાણવાળા (૨૦) શિલ્પા શ્રોફ (૨૧)
તાહેર ઔરંગાબાદવાલા (૨૨) શીરીન ઔરંગાબાદવાલા (૨૩) અબદુલ્લા એફ. મુનીમ (૨૪) અંજના પરીખ (૨૫) રજનીકાંત પટવા (૨૬) સુનીતા
પટવા (૨૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૮) અરવિંદ કામદાર (૨૯) સુરેખા દેસાઈ (૩૦) મહેન્દ્ર લોઢાવિયા (૩૧) મહેશ દોશી (૩૨) ભાવના કર્વે (૩૩)
દેવેન્દ્ર સંપટ (૩૪) જગદીશ ઠક્કર (૩૫) અંજુ ટોલિયા (૩૬) દિલીપ પરીખ (૩૭) નિતીન બજરિયા (૩૮) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૯) પ્રવીણ વોરા (૪૦) પુષ્પા ખોના (૪૧) વિણા સંપટ (૪૨) નયના ગિરીશ મિસ્ત્રી (૪૩) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૪) જ્યોત્સના ગાંધી (૪૫) ઈનાક્ષી દલાલ (૪૬)
હિના દલાલ (૪૭) રમેશ દલાલ